For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ 5.5 કરોડ ભારતીયો બની ગયા ગરીબ, આશ્ચર્યચકિત કરી દે તેવું કારણ!

ભારતમાં ગરીબી કેટલી ઝડપી વધી છે તેનું એક આશ્ચર્યજનક કારણ બહાર આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ગરીબી કેટલી ઝડપી વધી છે તેનું એક આશ્ચર્યજનક કારણ બહાર આવ્યું છે. એક આશ્ચર્યજનક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં 55 મિલિયન એટલે કે 5.5 કરોડ લોકો એટલા માટે ગરીબી રેખા પર પહોંચ્યા છે કારણ કે તેમને સારવારમાં ઘણા પૈસા ચૂકવવા પડ્યા હતા. આમાંથી માત્ર દવાઓ પર ખર્ચ કરવાને કારણે 3.8 કરોડ લોકો ગરીબ બની ગયા. ગરીબ લોકો પર ખર્ચાળ દવાઓનો બોજો હોય છે, પરંતુ અન્ય પરિવારો પણ આ બોજ સહન કરવા માટે મજબૂર છે.

બિમારીઓની સારવારમાં નાણાં ખર્ચીને ગરીબ થઇ રહી છે દેશની મોટી વસ્તી

બિમારીઓની સારવારમાં નાણાં ખર્ચીને ગરીબ થઇ રહી છે દેશની મોટી વસ્તી

બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે આરોગ્ય પર આ પરિવારો દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો સૌથી મોટો ભાગ કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગોમાં જાય છે. આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આવા રોગોમાં, કેન્સરની સારવારમાં સૌથી વધુ નાણાંના ખર્ચ તરીકે સામે આવ્યું.

અકસ્માતોએ લોકોને વધુ તકલીફો ઊભી કરી

અકસ્માતોએ લોકોને વધુ તકલીફો ઊભી કરી

આરોગ્ય પર ખર્ચ કોઈ પણ કુટુંબ માટે વિનાશકારી માનવામાં આવે છે જો તે 10 ટકાથી વધુ હોય તો. રસ્તા પરના અકસ્માતો અને અન્ય અકસ્માતોથી લોકોને વધુ તકલીફ પડી છે કારણ કે, આ કારણે દર્દીઓને હોસ્પિટલમાં 7 દિવસથી વધુ રહેવું પડે છે. 1993-94 અને 2011-12 વચ્ચે અર્થશાસ્ત્રી સકથીવેલ સેલ્વરાજ અને હબિબ હસનએ ગ્રાહક ખર્ચના સર્વેક્ષણનો અભ્યાસ કર્યો.

મોટી વસ્તી સ્વાસ્થ્ય વીમા યોજનાઓથી બાકાત છે

મોટી વસ્તી સ્વાસ્થ્ય વીમા યોજનાઓથી બાકાત છે

2011-12ના આંકડાને જોતાં જાણવા મળે છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક પગલાંઓ દ્વારા લોકો પરથી થોડો ભાર ઓછો થયો છે. 2013 માં ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013 ની રજૂઆત સાથે, જીવન બચાવતી દવાઓની કિંમતમાં ઘટાડો થયો છે.સરકારે સ્વાસ્થ્ય વીમા યોજનાઓ પણ અમલમાં મૂકી છે, પરંતુ એક મોટી વસ્તી આ સુવિધાથી બાકાત છે. હોસ્પિટલોની ભરતી દરમિયાન થયેલા ખર્ચમાં ગરીબોની કમર તૂટી રહી છે.

English summary
study says Health spending pushed 55 million Indians into poverty in a year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X