For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

|
Google Oneindia Gujarati News

રવિવારે થયેલા ઉરી આતંકવાદી હુમલા વિશે દેશના નાગરિકોનો મત છે કે પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવો જોઇએ. પ્યૂ રિસર્ચ દ્વારા થયેલા એક સર્વેમાં પણ 60% થી વધુ ભારતીયો પાક સામે મિલેટ્રી એક્શનના પક્ષમાં છે. સેના તરફથી પણ કહેવામાં આવ્યું છે કે પાક પર કોઇ કાર્યવાહી કેવી રીતે કરવી અને ક્યાં કરવી તે સેના નક્કી કરશે.

ભારત Vs પાક., અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?ભારત Vs પાક., અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?

એવામાં સવાલ એ છે કે જો આમ થયું તો ભારત, પાકિસ્તાનની તુલનામાં ક્યાં ઉભેલો નજરે પડે છે?ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1947, 1965, 1971 અને 1999 માં ચાર યુદ્ધ થઇ ચૂક્યા છે અને ચારે યુદ્ધમાં ભારતે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...

આવો, આજે આપને બતાવીએ કે સેના, હથિયાર અને સૈનિકોના મામલે બંને દેશો એકબીજાને કેવી ટક્કર આપી રહ્યા છે......

ભારતીય આર્મી નંબર ત્રણ તો પાક નંબર આઠ

ભારતીય આર્મી નંબર ત્રણ તો પાક નંબર આઠ

જ્યાં ભારતની સેનાઓ દુનિયામાં ત્રીજી સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે તો ત્યાં પાકિસ્તાન આ યાદીમાં આઠમાં નંબરે છે. ભારત અમેરિકા અને ચીનથી જ પાછળ છે.

પાક. હજુ ઘણું પાછળ

પાક. હજુ ઘણું પાછળ

જ્યાં ભારતનું સંરક્ષણ બજેટ 51 બિલિયન ડૉલર છે તો ત્યાં પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ માત્ર 7 બિલિયન છે.

પાકે કરવી પડશે મહેનત

પાકે કરવી પડશે મહેનત

ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીસ પાસે હાલમાં 1,325,000 એક્ટિવ પર્સનલ છે અને 1,55,000 રિઝર્વ પર્સનલ છે. પેરામિલેટ્રી સંખ્યા 2,288,407 છે. આમ કુલ સંખ્યા 4,768,407 સુધી પહોંચે છે. જ્યારે પાકિસ્તાન આર્મ્ડ ફોર્સીસ પાસે 643,800 ઓફિસર્સ અને જવાન છે. રિઝર્વ પર્સનલ 513,000 છે, પેરામિલિટ્રી 304,000 અને કુલ સંખ્યા 1,460,800 આસપાસ પહોંચે છે.

પાક vs ભારત

પાક vs ભારત

ભારત પાસે હાલમાં 3,274 થી વધુ બેટલ ટેંકો છે. જ્યારે પાકિસ્તાન પાસે 2,411 બેટલ ટેંકો છે. આમ જોવા જઇએ તો બન્ને વચ્ચે નજીવું અંતર છે. પણ આજકાલની લડાઇ ખાલે ટેંકો વચ્ચે નથી થતી.

પાક પાસે માત્ર 10

પાક પાસે માત્ર 10

જ્યાં ભારત પાસે હાલમાં 24 પ્રિંસિપલ સરફેસ કૉમ્બેટેંટ છે જ્યારે પાક પાસે માત્ર 10 છે. વૉરશિપ્સ કોઇ પણ દેશ પાસે એવા હથિયાર હોય છે જેનાથી યુદ્ધના સમયે જમીન, પાણી અને હવા ક્યાંય પણ દુશ્મન પર સીધુ નિશાન તાકી શકાય છે.

પાણીમાં પણ પાણીમાં ડૂબશે પાક

પાણીમાં પણ પાણીમાં ડૂબશે પાક

ભારત પાસે હાલમાં ટૈક્ટિકલ સબમરીન્સની સંખ્યા 15 છે જ્યારે પાક પાસે માત્ર 8 ટૈક્ટિકલ સબમરીન્સ છે.

પાક પાસે 423 કૉમ્બેટ જેટ્સ્

પાક પાસે 423 કૉમ્બેટ જેટ્સ્

ભારત પાસે જ્યાં હાલમાં 870 કૉમ્બેટ એરક્રાફ્ટ છે ત્યાં પાક પાસે માત્ર 423 કૉમ્બેટ એરક્રાફ્ટ છે.

મિસાઇલો પાક. પાસે વધુ

મિસાઇલો પાક. પાસે વધુ

મિસાઇલોની સંખ્યામાં પાક જરૂર ભારત પર ભારે પડતું નજરે પડે છે. ભારત પાસે જ્યાં માત્ર 54 સ્ટ્રેટેજીક મિસાઇલ છે ત્યાં પાકિસ્તાન પાસે 60 મિસાઇલો છે.

પરમાણુ હથિયાર પાક. પાસે વધુ

પરમાણુ હથિયાર પાક. પાસે વધુ

2014 માં આવેલ સિપરીના અહેવાલ મુજબ પાકિસ્તાન પાસે હાલમાં 100 થી 120 પરમાણુ હથિયાર છે તો ભારત પાસે આ સંખ્યા 90 થી 110 ની વચ્ચે જ છે. આ વાત થોડી ચિંતાજનક જરૂર બની શકે છે.

English summary
After Uri terror attack people want to see action against Pakistan. Hence it is important to see how powerful Indian Armed Forces than Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X