For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અઠવાડીયાની કેટલીંક રસપ્રદ ઘટનાઓને જુઓ તસવીરોમાં..

|
Google Oneindia Gujarati News

છેલ્લું એક અઠવાડીયું ખૂબ જ ગરમાગરમીભર્યું રહ્યું. જ્યાં દેશમાં નરેન્દ્ર મોદીની શપથવિધિ કાર્યક્રમના આયોજન અને તેની સાથે જોડાયેલ સમાચારોએ મીડિયામાં ખૂબ જ હેડલાઇન બનાવી. જ્યારે થાઇલેન્ડમાં તખ્તો પલટના સમાચારો પણ ખૂબ જ મહત્વની રહી. જો દેશમાં આઇપીએલની ધૂમ છે તો દુનિયાના અલગ-અલગ ભાગોમાં પણ ઘણીબધી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થઇ રહી છે. ચાલો આપ પણ ખૂબ જ ખાસ તસવીરો દ્વારા વિતેલા અઠવાડીયા પર એક નજર કરીએ.

નરેન્દ્ર મોદીને મળ્યું રાષ્ટ્રપતિનું આમંત્રણ

નરેન્દ્ર મોદીને મળ્યું રાષ્ટ્રપતિનું આમંત્રણ

ગયા અઠવાડીએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી અને તેમને શપથ ગ્રહણ માટે 26 મેનો સમય આપ્યો.

બેંગલુરુ પહોંચ્યા ઇટલીના ફુટબોલર

બેંગલુરુ પહોંચ્યા ઇટલીના ફુટબોલર

ઇટલીના પૂર્વ જાણિતા ફુટબોલર માર્કો માતેરાજ્જી થોડા દિવસ પહેલા બેંગલુરુમાં હતા, પરંતુ પારંપરિક અંદાજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

બદલાયું રાષ્ટ્રપતિ ભવનનો અંદાજ

બદલાયું રાષ્ટ્રપતિ ભવનનો અંદાજ

થોડા દિવસ પહેલા દિલ્હીમાં હવામાન પલટો થયો થયો અને કાળા વાદળોએ રાષ્ટ્રપતિ ભવનની સુંદરતામાં વધારો કરી દીધો.

કંઇક આ રીતે કરી ઉજવણી

કંઇક આ રીતે કરી ઉજવણી

અમેરિકાના પેંસિલવેનિયા 19મુ રાજ્ય બની ગયું જ્યાં સેમ સેક્સ મેરેજને કાનૂની માન્યતા આપી દેવામાં આવી. આની સાથે જ લિંડસે વાંડેરમે નામની મહિલાએ પોતાના લગ્નની ઉજવણી પોતાના પાર્ટનરને કિસ કરીને કરી.

સુનીલ ગાવસ્કરે આપી શ્રદ્ધાંજલિ

સુનીલ ગાવસ્કરે આપી શ્રદ્ધાંજલિ

પાછલા દિવસોમાં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર માધવ મંત્રીનું નિધન થઇ ગયું અને આ પ્રસંગે જાણીતા ક્રિકેટર સુનિલ ગાવસ્કરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

સુષને યાદ આવ્યા પલ

સુષને યાદ આવ્યા પલ

20 મેના રોજ સુષ્મિતા સેન પોતાના મિસ યૂનિવર્સનો ખિતાબ મેળવ્યે 20 વર્ષ પૂરા થતા તેની ઉજવણી બાળકો સાથે કરી.

કાંસમાં દેખાયા એશ-અભિ

કાંસમાં દેખાયા એશ-અભિ

કાંસ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.

સેનાએ સંભાળી કમાન

સેનાએ સંભાળી કમાન

23 મેના રોજ થાઇલેન્ડમાં તખ્તાપલટ થઇ ગયું અને ત્યાના વડાપ્રધાન યિંગલુક શિનવાત્રાને પોલીસે પોતાની કેદમાં લઇ લીધા.

કોમનવેલ્થ ગેમ માટે મેરીકોમની મહેનત

કોમનવેલ્થ ગેમ માટે મેરીકોમની મહેનત

આ વર્ષે કોમનવેલ્થ રમતનું આયોજન થવાનું છે અને તેમાં સિલેક્શન માટે પટિલયાલામાં ખૂબ જ મહેનત કરી.

ટીમને ચિયર કરવા આવ્યા સચિન

ટીમને ચિયર કરવા આવ્યા સચિન

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને મુંબઇ ઇન્ડિયન્સના મેંટર ગુરુરવારે પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે ચંદીગઢ આવ્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

ગુજરાતના નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદેશી રાજીનામું આપ્યું અને આનંદીબેન પટેલે ગુજરાતનું સુકાન સંભાળ્યું.

દિલ્હી જતા પહેલા મોદી મળ્યા માતાને

દિલ્હી જતા પહેલા મોદી મળ્યા માતાને

નરેન્દ્ર મોદી 26 મેના રોજ વડાપ્રધાન તરીકેની શપથ લેવાના છે, દિલ્હી જતા પહેલા મોદી માતા હિરાબેનને મળ્યા, તેમની માતાએ તેમનું મોઢું મીઠું કરાવ્યું અને હાથમાં 101 રૂપિયા પણ આપ્યા.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X