માટે ભાજપમાં જોડાય છે સેના અને પોલીસ અધિકારીઓ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 6 માર્ચ: પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાયા તે પહેલાં મુંબઇના પોલીસના પૂર્વ કમિશ્નર સત્યપાલ સિંહ, રો ના પૂર્વ પ્રમુખ સંજીવ ત્રિપાઠી, પૂર્વ ગૃહ સચિવ આર કે સિંહે ભાજપનું સભ્યપદ મેળવ્યું. એવામાં એ પ્રશ્ન ઉદભવવા લાગ્યો છે કે શું કારણ છે કે સેના,પોલીસ અને પૂર્વ રક્ષા એજન્સીઓના પ્રમુખોએ ભાજપની તરફ વલણ કર્યું. આને 'મોદી લહેર'ની અસર માનવામાં આવે કે પછી આ અધિકારીઓની પોત પોતાના વિસ્તારોમાં પોતાની ભલાઇની ઝંખના. જો કે પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ મનાઇ કરી દિધી પરંતુ અવાર નવાર તેઓ ભાજપમાં જોડાવવાના હોવાના સમાચાર આવતા રહે છે.

આ કોઇની છુપાયેલું નથી કે આર્થિક મોરચા પર સરકાર સંપૂર્ણપણે અસફળ રહી છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી તો વધી જ છે સાથે જ આતંકવાદી હુમલામાં પણ ગત દસ વર્ષોમાં મોટી સંખ્યામાં થયા. ખાસ વાત એ છે કે સરકાર તેમને રોકવાની વાત તો દૂર તેમના પર કોઇ આકરી કાર્યવાહીથી બચવાનો પ્રયત્ન કર્યો.

નક્સલવાદ, આતંકવાદના વાહક અને મજબૂત થતા ગયા. આતંકવાદના મુદ્દા પર સરકારે તૃષ્ટિકરણનો રસ્તો અપનાવ્યો અને વોટ બેંકનું રાજકારણ રમવું યોગ્ય સમજ્યું. વડાપ્રધાન મનમોહન સિંહ પોતાના પ્રથમ કાર્યકાળની અપેક્ષા બીજા કાર્યકાળમાં વધુ મજબૂર જોવા મળ્યા.

એવામાં કેટલાક એવા મુદ્દા છે જે સેના અને પોલીસનું વલણ સંભવિત સરકાર તરફ લઇ જાય છે.

સરકારના વલણે કર્યા નિરાશ

સરકારના વલણે કર્યા નિરાશ

ગત કેટલાક વર્ષોમાં ભારતીય સેનાને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી, ભલે તે હથિયારો ખરીદવાનો મુદ્દો હોય, પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવેલા સીમા ઉલ્લંખન હોય કે પછી ચીન દ્વારા ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો મુદ્દો હોય. દરેક વખતે સરકારે સેનાને ના તો કોઇ કાર્યવાહી વિશ્વાસ અપાવ્યો અને ના તો એ દર્શાવ્યું કે તેમની યાદીમાં સેના અને સુરક્ષાના મુદ્દે પણ મહત્વ ધરાવે છે.

નક્સલી હિંસાને રોકવાનો પ્રયત્ન નહી

નક્સલી હિંસાને રોકવાનો પ્રયત્ન નહી

વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના ભાષણોમાં પણ સ્વિકાર્યું છે કે નક્સલવાદ આજે દેશ માટે એક મોટી સમસ્યા બની ચુક્યો છે પરંતુ યુપીએ સરકારે પોતાના કાર્યકાળમાં તેનો સામનો કરવા માટે નક્કર પ્રયત્ન ન કર્યા. ત્યાં સુધી કે 2010માં દંતેવાડામાં 76 જવાનોની હત્યા બાદ પણ સરકારે આ મુદ્દે લખાણપટ્ટી કરી ભરી વાળ્યું. હવે માઓવાદી દેશના મુખ્ય શહેરો તરફ વળી રહ્યાં છે, તેમની પાસે સેના કરતાં સારા અને અત્યાધુનિક હથિયાર છે.

સીઆરપીએફના જવાનોએ નોકરી છોડી

સીઆરપીએફના જવાનોએ નોકરી છોડી

સરકાર પોલીસ દળનો આત્મવિશ્વાસ વધારવામાં પુરી રીતે નિષ્ફળ રહી. ગત કેટલાક વર્ષોમાં 65000 કેન્દ્રિય પોલીસ દળના જવાનોએ નોકરી છોડી. જ્યારે ફક્ત ચાર વર્ષમાં 160000 કેન્દ્રિય પોલીસ દળના ઓફિસરોએ રાજીનામું આપી દિધું. કહેવામાં આવે છે કે જવાનોમાં સરકારની ઉદારવાદી નીતિના લીધે તણાવ ઘર કરી ગયો છે. માટે સરકાર આ મોરચે પણ એકદમ નિષ્ફળ રહી છે.

આતંક પર તુષ્ટિકરણનું રાજકારણ

આતંક પર તુષ્ટિકરણનું રાજકારણ

આતંકી ઘટનાઓ પર ભારત સરકારે જે ઢીલી નીતિ અપનાવી તે કદાચ કોઇ દેશે અપનાવી હશે. જ્યારે રાજ્યની સરકારોએ આ ઘટનાઓ પર કાર્યવાહી કરી તો ગૃહમંત્રી નિવેદન આપ્યું કે અલ્પસંખ્યકોને નિશાન ન બનાવવામાં આવે. મતલબ સરકારની મંશા આતંકવાદના મુદ્દે પણ તુષ્ટિકરણ કરી રહી છે. એવામાં સવાલ એ પણ છે કે શું દેહ્સની સુરક્ષાથી મોટું કંઇ હોઇ શકે? સરકારના ઉદાસીન વલણના લીધે ઇન્ડિયન મુજાહિદ્દીન આજે ભારતમાં વધુ મજબૂત થઇ ગયું છે, તાજેતરમાં જ આ સંગઠને બોધગયા અને પટણા રેલીમાં બ્લાસ્ટ કર્યા.

બીએસએફ જવાનોને મજબૂર કરી દિધા

બીએસએફ જવાનોને મજબૂર કરી દિધા

ભારતની બોર્ડરની સ્થિતી પણ સારી નથી. બાંગ્લાદેશ સરકારને ચેતાવણી આપવાના બદલે ભારત સરકારે બીએસએફ જવાનો માટે નિર્દેશ જાહેરા કર્યા કે તે અનધિકૃત રીતે સીમા પાર રહેલા જવાનો પર ગોળીઓ ન ચલાવે. જો તે આમ કરે છે કે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. ઘણી કિસ્સા એવાપણ બન્યા છે કે જ્યારે બાંગ્લાદેશના સ્મગલરોએ બીએસએફ જવાનોને ખરાબ રીતે માર્યા અને મારી દિધા. આવી સ્થિતીએ જવાનોના હાથ બાંધી દિધા તો બીજી તરફ બાંગ્લાદેશના લોકોને ખુલ્લેઆમ ઘુસણખોરીની તક મળી ગઇ.

સારા હથિયારો નથી

સારા હથિયારો નથી

પૂર્વમાં ભારતના ઇન્ડિયન ચીફ એર સ્ટાફ એર માર્શલે એક નિવેદનમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન અને ચીનની સેનાઓ મળીને ભારત પર હુમલો કરે છે તો ભારતીય સેનાની પાસે તે હુમલાનો કોઇ જવાબ હશે નહી. વધુ યાદ કરાવવાની જરૂર નથી કે હવે અત્યાર સુધી ઘણા રક્ષા સોદામાં રૂશ્વતના કેસ ઉજાગર થઇ ચૂક્યાં છે, તો બીજી તરફ એ પણ સત્ય છે કે ભારતની સેનાઓને યુદ્ધના હથિયારો મળવામાં ઘણું મોડું થઇ જાય છે.

English summary
Why former army and Police officers are rooting for Narendra Modi. See these are the reasons.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.