આ વખતે શાહનવાઝ હુસૈન પર કયો દાવ લગાવશે ભાજપ

Posted By:
Subscribe to Oneindia News

પટણા, 28 ફેબ્રુઆરી: રાજકારણની ચાલ શતરંજની ચાલ કરતાં પણ વધુ શાતિર હોય છે. તેના દાવપેચ સમજવા ઘણા મુશ્કેલ હોય છે. કેટલાક એવા દાવપેચ ભાજપના રાજકીય શતરંજ પર જોવા મળે છે. ભાજપનું રાજકારણ હવે બિહારના મુસ્લિમ વોટ બેંકને પ્રાપ્ત કરવાનું છે. આમ તો લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે નરેન્દ્ર મોદી હિન્દુ મતોને ખેંચનાર ચૂંબક છે પરંતુ ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં જીત ત્યાં સુધી સંતુષ્ટીદાયક નહી હોય જ્યાં સુધી આ જીતમાં તેને અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાયનું સમર્થન નહી મળે. એવામાં એક વિચારવાલાયક મુદ્દો બની જાય છે અંતે ભાજપ બિહારના મુસ્લિમ વોટ બેંક જીતવા માટે પાર્ટી કયા સભ્યને હથિયાર બનાવશે.

એ વાત ચર્ચામાં છે કે કદાચ શાહનવાઝ હુસૈન ભાજપના તે લકી કાર્ડ બની શકે છે જે પાર્ટીને બિહારમાં મુસ્લિમ સમુદાયનું સમર્થન પ્રાપ્ત કરાવી શકે. શાહનવાઝ હુસૈન પાર્ટીના યુવા નેતા છે જે પૂર્વોત્તર બિહારની લોકસભા સીટ પર ભાજપના દાવેદાર છે અને મુસ્લિમ સમુદાય વચ્ચે વિશેષ લોકપ્રિય પણ છે. એવામાં જો પાર્ટી શાહનવાઝ હુસૈનને નીતિશ કુમારના પ્રતિદ્રંદ્રીના રૂપમાં બિહારમાં ઉતારે છે તો રાજકીય વિશ્લેષકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પગલું પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

શાહનવાઝ હુસૈનનો હંસમુખ આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો અને મિલનસાર સ્વભાવથી કોઇ અજાણ નથી. એવામાં તેમના વ્યક્તિત્વનું આ પાસુ બિહારમાં મુસ્લિમ વોટનું વલણ પાર્ટીના પક્ષમાં કરી શકે છે. ભાજપના પૂર્વ નેતા ગિરીરાજ સિંહનું કહેવું છે કે શાહનવાઝ હુસૈનને બિહારના મુખ્યમંત્રી બનાવવાનો વિચાર અતાર્કિક નથી. કારણ કે તેમનામાં મુખ્યમંત્રી બનવાની બધી ક્ષમતા છે. શાહનવાઝ હુસૈન તે યુવા ચહેરો છે જેને અટલજી ભાજપમાં લઇને આવ્યા. તે ફક્ત મુસ્લિમ સમુદાય જ નહી પરંતુ બધા જ સમુદાયમાં લોકપ્રિય છે.

પરંતુ અત્યારે શાહનવાઝ હુસૈનજીના ચૂંટણીના મુદ્દાને લઇને ફક્ત એક ચર્ચાનો વિષય છે. પાર્ટીએ આ અંગે કોઇ ઔપચારિક સૂચના આપી નથી અને શાહનવાઝ હુસૈન પણ પોતાને લોકસભાની ચૂંટણીની આ રેસમાંથી બહાર રાખે છે. આ વિચારને ફેંસલાનું રૂપ આપવા માટે પાર્ટીના ટોચના નેતાઓનું સમર્થન જરૂર છે. પરંતુ અત્યાર સુધી આ વિચાર પર પાર્ટીનું વલણ સ્પષ્ટ રહ્યું નથી.

જાણિતા રાજકીય વિશ્લેક એન કે ચૌધરીનું કહેવું છે કે ભાજપ જનતા સમક્ષ પોતાની એક સ્વસ્થ ધર્મનિરપેક્ષ છબિ બનાવવા માંગે છે અને તે પોતાની આ છબિ દ્વારા મુસ્લિમ અલ્પસંખ્યકોનો મત પ્રાપ્ત કરવું પાર્ટીનું લક્ષ્ય છે. એવામાં પાર્ટી દ્વારા શાહનવાઝ હુસૈનને બિહારના મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર તરીકે ઉતારે તેવી સંભાવના જોવા મળે છે. પરંતુ હજુ સુધી ભાજપનો ગેમ પ્લાન શું છે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ તેમછતાં આ મુસ્લિમ અલ્પસંખ્યક અને ભાજપના સમીકરણ કંઇક આ પ્રકારે સ્પષ્ટ થાય છે.

Did You Know: બિહારના સમસ્તીપુરના એક નાનકડા ગામ બુજુર્ગ દ્વારમાં ઉછરેલા શાહનવાઝ ગામની પ્રાથમિક સ્કૂલમાં ભણતાં હતા. સ્કૂલથી કોલેજ સુધીના સફર દરમિયાન તેમણે એન્જિનિયર બનવાનું સપનું જોયુ અને એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પણ કર્યું, પરંતુ જયપ્રકશ નારાયણના જીવનથી પ્રેરિત થઇને તેઓ રાજકારણમાં આવી ગયા.

ભાજપ અલ્પસંખ્યક વિરોધી નથી

ભાજપ અલ્પસંખ્યક વિરોધી નથી

ભાજપ જનતાને સંદેશ આપવા માંગે છે કે પાર્ટીનું વલણ અલ્પસંખ્યક વિરોધી નથી. કારણ કે જ્યારથી પાર્ટીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. મુસ્લિમ અલ્પસંખકોનો દ્રષ્ટિકોણ પાર્ટીના વિરોધમાં જોવા મળી રહ્યો છે. એવામાં પાર્ટીને જરૂરિયાત છે કે એક એવા રસ્તાની જે બિહારના 16 ટકા મુસ્લિમ અલ્પસંખ્યકો વોટ્ને પાર્ટીના પક્ષમાં લાવી શકે. શાહનવાઝ હુસૈન તે રસ્તો બનાવી શકે છે જે પાર્ટીના આ ઉદ્દેશ્યને પુરો કરી શકે.

બિહારના મુખ્યમંત્રીના પદના લાયક

બિહારના મુખ્યમંત્રીના પદના લાયક

જો ઔપચારિક રીતે શાહનવાઝ હુસૈનનું નામ બિહારના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પાર્ટી જાહેર કરે છે તો આ સૂચના લાલૂની આરજેડી અને નીતિષ કુમારજી જેડીયૂના મુસ્લિમ વોટબેંકને તોડવામાં મદદ મળી શકે છે.

શું કહ્યું હતું લાલૂએ

શું કહ્યું હતું લાલૂએ

લાલૂ પ્રસાદ યાદવે એકવાર કહ્યું હતું કે જો કોઇ અલ્પસંખ્યકને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે તો પણ તેનો વિચાર ક્રિયાન્વિત હોય ન શકે. બીજી તરફ નીતિશજીના પોતાના મંત્રીમંડળમાં સામેલ હાલના મુસ્લિમો સાથે સંબંધ પણ ચર્ચાનો વિષય છે. કારણ કે જનતાએ ઘણીવાર નીતિશ કુમારના મંત્રીમંડળ સાથે મુસ્લિમ નેતાઓની એકલતા જોવા મળી છે.

અસંતોષનો ભાવ

અસંતોષનો ભાવ

ભલે તે એક્સાઇઝ વિભાગના મંત્રી જમશેદ અશરફનો મુદ્દો હોય, અથવા પરવીન અમાનુલ્લાહનું પાર્ટી પર કામ કરવાની આઝાદી ન આપવી અથવા પાર્ટીની પ્રણાલીની અપારદર્શિતાનો આરોપ લગાવતાં પાર્ટીને છોડવાનો મુદ્દો હોય અથવા પછી શબ્બીર અલીને રાજ્યસભામાં સીટ ન આપવાના લીધે પાર્ટી છોડવાનો મુદ્દો હોય. તાત્પર્ય તો એ જ નિકળે છે કે નીતિશની પાર્ટીની અંદર મુસ્લિમ નેતાઓનો એક આંતરિક વિરોધ છે. એક અસંતોષની ભાવના છે. એનો અર્થ એ કે મુસ્લિમ નેતા ધર્મનિરપેક્ષનો ઢોળ વગાડનાર પક્ષો સાથે ખુશ નથી. એવામાં ભાજપની મંશા આ નાખુશ અને અસંતુષ્ટ નેતાઓનું સમર્થન મેળવાની છે.

શું છે સંભાવના

શું છે સંભાવના

એ પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપ સુશીલ મોદીને બિહારના મુખ્યમંત્રીના પદના ઉમેદવાર બનાવી શકે છે. સુશીલ મોદી તે વ્યક્તિ છે જેમણે નીતિશ દ્વારા એનડીએથી અલગ થતાં પહેલાં તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીક પસંદ કરવા માટે વોટ આપ્યો હતો. સુશીલ મોદીને એનડીએમાં નીતિશ કુમારના ગઠબંધન સમયમાં નીતિશ કુમારના અંગત તરીકે જોવામાં આવતા હતા. એવામાં નરેન્દ્ર મોદીની અનુભવી દ્રષ્ટિના લીધે પાર્ટી તેમના વિશે પણ વિચારી રહી છે કે શું સુશીલ મોદી તે વિકલ્પ હોય શકે જેની શોધ બિહાર માટે ભાજપને છે.

English summary
This Lok Sabha Election if you talk about Shahnawaz Hussain in context of Bihar then first question is will BJP bet on Shahnawaz this time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.