For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીમાં શું તમે આ ક્રિમિનલ ઉમેદવારોને વોટ આપશો?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 19 માર્ચ: નરેન્દ્ર મોદી અથવા લાલકૃષ્ણ અડવાણી ક્યાંથી ચૂંટણી લડશે તેના પર આખા દેશની નજર છે, પરંતુ આપરાધિક પૃષ્ઠભૂમિવાળા નેતા ક્યાંથી ચૂંટણી લડી રહ્યાં છે તેની કોઇને ચિંતા કેમ નથી? આ ગંભીર વાતની સાથે અમે તમને એક પ્રશ્ન પૂછીશું-આ વખતે શું તમે હત્યા, અપહરણ, હત્યાનો પ્રયત્ન, વગેરે જેવા અપરાધોમાં લુપ્ત નેતાઓને વોટ આપશે? આશા છે કે તમારો જવાબ ના માં હશે. તો ચાલો અમે તમને તે ઉમેદવારોના નામ પણ જણાવી દઇએ ચૂંટણી સુધી તમને આ નેતાઓના વિશે એવા ઉમેદવારો વિશે જાણકારી નિયમિત રીતે મળતી રહેશે.

સૌથી પહેલાં ભાજપ અને કોંગ્રેસના કુલ 203 ઉમેદવારોમાંથી 188 ઉમેદવારોની વાત કરીશું, જેના શપથપત્ર ચૂંટણી પંચમાં જમા છે. આ શપથપત્રો અનુસાર ભાજપના ઉમેદવારોની પ્રથમ ત્રણ યાદીઓમાં કુલ 104 ઉમેદવાર છે, જેમાં 62ના શપથપત્ર જમા છે. તો બીજી તરફ કોંગ્રેસના 194માંથી 126ના શપથપત્ર છે. આ શપથપત્રોના અનુસાર ભાજપના 62માંથી 23 (કુલ સંખ્યાના 37 ટકા) પર ગંભીર આપરાધિક કેસ દાખલ છે. બીજી તરફ કોંગ્રેસમાં 33 ઉમેદવાર (કુલ સંખ્યાના 26 ટકા) આપરાધિક કેસોમાં સંડોવાયેલા છે, જ્યારે 10 (કુલ સંખ્યાના 8 ટકા) પર ગંભીર આરોપ છે.

કોંગ્રેસના ઉમેદવાર વધુ અમીર

જો સંપત્તિની વાત કરીએ તો ભાજપના કુલ 62 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 3 કરોડની છે, જ્યારે કોંગ્રેસના 126 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6 કરોડ રૂપિયાની છે.

સ્લાઇડરમાં છે વધુ ગંભીર વાતો જે તમે જરૂર વાંચો-

કોને વોટ આપશો તમે

કોને વોટ આપશો તમે

આ ચૂંટણીમાં તમે કોને વોટ આપશો, તેનો જવાબ તમે અમને આપશો નહી, પોતાને આપો, કારણ કે આ તમારા ભવિષ્યનો પ્રશ્ન છે.

કરોડપતિ ઉમેદવાર

કરોડપતિ ઉમેદવાર

શરૂઆતની યાદીમાં ભાજપના 126માંથી 86 ઉમેદવાર (68 ટકા) અને કોંગ્રેસના 62માંથી 30 ઉમેદવાર (48 ટકા) કરોડપતિ છે.

ભાજપની યાદીમાં હત્યાના આરોપી

ભાજપની યાદીમાં હત્યાના આરોપી

ભાજપની યાદીમાં લખીમપુર (અસમ)થી સરબાનંદ સોનોવાલ છે, જેના પર હત્યાનો કેસ દાખલ છે.

કોંગ્રેસની યાદીમાં હત્યાના આરોપી

કોંગ્રેસની યાદીમાં હત્યાના આરોપી

કોંગ્રેસની યાદીમાં હત્યાઅના આરોપી અધીર રંજન ચૌધરી (વર્તમાન સાંસદ) બહરામપુરથી લડી રહ્યાં છે.

કોંગ્રેસમાં હત્યાના પ્રયાસના આરોપી

કોંગ્રેસમાં હત્યાના પ્રયાસના આરોપી

મુશીરાબાદથી અબ્દુલ મન્નાન હુસૈન, પ્રતાપગઢથી રત્ના સિંહ, શ્રાવસ્તીથી વિનય કુમાર પાંડે લડી રહ્યાં છે, જેમના પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ છે.

ભાજપ-કોંગ્રેસમાં અપહરણકર્તા

ભાજપ-કોંગ્રેસમાં અપહરણકર્તા

બીડથી સાંસદ ગોપીનાથ મુંડે ઉભા રહેવાના છે, જેમના પર અપહરણનો કેસ દાખલ છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી અબ્દુલ મન્નાહ હુસૈન જે મુશીરાબાદથી ઉભા રહેવાના છે તેમના પર પણ એવો કેસ દાખલ છે.

વોટના બદલે નોટ

વોટના બદલે નોટ

અલીગઢથી કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી બિજેન્દ્ર સિંહ, ગોંડિયાથી ભાજપના ઉમેદવાર નાના પટોલે પર વોટના બદલે નોટ આપવાનો આરોપ છે.

સૌથી અમીર ઉમેદવાર

સૌથી અમીર ઉમેદવાર

અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા અમીર ઉમેદવાર નવીન જિંદલ છે, જેમની પાસે 131.07 કરોડની સંપત્તિ છે, જ્યારે પ્રતાપગઢથી કોંગ્રેસ સાંસદ રત્ના સિંહની પાસે 76.82 કરોડની સંપત્તિ છે તો બીજી તરફ કોંગ્રેસના રામપુરથી ઉમેદવાર કાજિમ અલી ઉર્ફ નાવેદ મિયાંની પાસે 56.89 કરોડની સંપત્તિ છે.

English summary
Will you vote to candidates having criminal background this Lok Sabha Election? We are asking this question as BJP and Congress both have given tickets to such politicians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X