• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂંવાટા ઉભા કરી દે તેવા વિશ્વના આ ખતરનાક રસ્તાઓ, જુઓ તસવીરો

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં ઓટોમોબાઇલ બજાર સતત વધી રહ્યું છે, આજના સમયે દરેકને પોતાની સુવિધા અનુસાર ગાડીની ઇચ્છા હોય છે. ઘરમાં રહેવાની જગ્યા હોય કે ના હોય પરંતુ દરેક વ્યક્તિ રસ્તાઓ પર કારમાં જ ફરવા માંગે છે. આ જ કારણ છે કે જે રીતે વિશ્વભરમાં ગાડીઓ વધી રહી છે, તેના કારણે રસ્તાઓ ઓછા થતાં જઇ રહ્યાં છે. મજબૂરીવસ માણસોએ એવા રસ્તાઓનું નિર્માણ કરવું પડી રહ્યું છે કે, જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.

આજની દોડધામવાળી જિંદગીમાં રસ્તાઓ પર હિંચકાની માફક લટકતા ફ્લાઇ ઓવર જાણે કે મહાનગરોની ભાગ્ય રેખા બની ગયા છે. વિકાસની આ આંઘળી દોડમાં બધાને વહેલું પહોંચવું છે, પછી તેની કિંમત ભલે ગમે તે હોય. તેને ધ્યાનમાં રાખીને અમે કંઇક ખાસ લઇને આવ્યા છીએ. જી હાં, આ વખતે અમે તમને વિશ્વના કેટલાક એવા અજીબો-ગરીબ રસ્તાઓ અંગે જણાવીશું કે જ્યાં ગાડી ચલાવતા પહેલાં તમારા રુંવાટા ઉભા થઇ જશે.

અહીં માત્ર વિદેશી રસ્તાઓ અંગે જ જણાવવામાં નથી આવ્યું પરંતુ આપણા દેશમાં પણ એવા ઘણા રસ્તાઓ છે, જેના પણ ચાલવું લોઢાના ચણા ચાવવા સમાન છે, પરંતુ માનવીની જરૂરિયાત અને શોખના કારણે લોકો અવાર-નવાર આવા રસ્તાઓ પર વિહરતા જોવા મળે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ વિશ્વના આ અજીબો ગરીબ રસ્તાઓ.

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

આ વિશ્વ અજૂબાઓથી ભરેલી છે, નેક્સ્ટ બટના પર ક્લિક કરો અને જુઓ વિશ્વના કેટલાક અજીબો ગરીબ રસ્તાઓ.

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

આ વિશ્વનો અત્યંત અજીબ રસ્તો છે. જે ગીરબર્ટના એરપોર્ટના રનવેને વચ્ચેથી કાપે છે. જી હા, આ રસ્તો રનવે પર બનાવવામા આવ્યો છે. તેની આસપાસ એવી કોઇ જગ્યા નથી જ્યાથી રસ્તો કાઢવામાં ના આવ્યો હોય. જ્યારે પણ કોઇ ફ્લાઇટ રનવે પરથી પસાર થાય છે તો રસ્તામાં ટ્રાફિકની લાઇટ્સ શરૂ થઇ જાય છે અને આવન-જાવન પ્રભાવિત થઇ જાય છે. ફ્લાઇટ પસાર થયા બાદ પુનઃ આવન-જાવન શરૂ થઇ જાય છે.

રશિયાનો લેન હાઇવે

રશિયાનો લેન હાઇવે

આ હાઇવે રશિયામાં છે, કહેવા માટે તો આ હાઇવે છે, પરંતુ વર્ષમાં એકવાર આ હાઇવે સંપૂર્ણપણે માટીના કાદવમાં પરિવર્તિત થઇ જાય છે. આ હાઇવે એકદમ નદીની બાજૂમાં છે, શિયાળામાં આ હાઇવેની સ્થિતિ સારી રહે છે, પરંતુ જેવો ઉનાળો આવે છે તેવો જ આ હાઇવે સંપૂર્ણપણે માટીથી ઢંકાઇ જાય છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે કારાકોરમ હાઇવે

ચીન અને પાકિસ્તાન વચ્ચે કારાકોરમ હાઇવે

એક લાંબા સમય બાદ ચીન અને પાકિસ્તાને બન્ને દેશો વચ્ચે રસ્તો બનાવવાનું વિચાર્યું. આ રસ્તો પાકિસ્તાન અને ચીનને એકબીજા સાથે જોડે છે, જે વિશ્વનો આંતરરાષ્ટ્રીય રસ્તો છે, જે જમીનથી 15,000 ફીટની ઉંચાઇ પર છે. અહીં તમને માત્ર ઓક્સિજનની અછત જ નથી વર્તાતી પરંતુ ક્યારેક ક્યારેક બરફ વર્ષાનો પણ સામનો કરવો પડી શકે છે. આ રસ્તા પર કાર હંકાવવીએ એક હિંમતભર્યું કામ છે.

ચીનનું ગૌલિયાંગ ટનલ

ચીનનું ગૌલિયાંગ ટનલ

ચીન શરૂઆતથી જ પોતાની રસપ્રદ ટેક્નોલોજીથી વિશ્વને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. આ રસ્તો પણ તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ ટનલનું નિર્માણ ત્યાંના ગ્રામીણોએ કર્યું છે. જે પર્વતોના કિનારાને કાપીને તૈયાર કરવામાં આવ્યો છે. વચ્ચે-વચ્ચે ટનલમાં રોશની માટે બારીની જેમ પર્વતોને કાપવામાં આવ્યા છે. ઇનસેટ તસવીરમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે એક કાર ટનલની અંદર ચાલી રહી છે. જો ચાલકનું ધ્યાન થોડુક પણ ભટકે તો ગાડી સહીત તે હજારો ફૂટ નીચે ખાણમાં પડી જશે.

જાપાનનો ગેટ ટાવર

જાપાનનો ગેટ ટાવર

તમે આવા ઘણા રસ્તાઓ અંગે સાંભળ્યું હશે, જે કોઇ મોટી બિલ્ડિંગ કે પછી ભવનની એકદમ નજીકથી પસાર થાય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ રસ્તો બિલ્ડિંગની અંદરથી પસાર થતો હતો. જો નહીં તો, જુઓ આ રસ્તો જાપાનના ઓસાકા શહેરમાં છે. થયું એમ કે શહેરમાં ભારે ટ્રાફિકના કારણે એક્સપ્રેસ વે બનાવવાની યોજના બની. જ્યાં એન્જીનીયર્સે જોયું કે આ રસ્તો શહેરની વચ્ચોવચ આવેલી બિલ્ડિંગમાંથી પસાર થઇને જશે. પહેલા તો આ વાત પર ભવનના માલિકે આપત્તિ વ્યક્ત કરી, પરંતુ અન્ય કોઇ હલ નહીં જણાતા તેમણે સમહતિ આપી દીધી. આ રસ્તો બિલ્ડિંગની અંદરથી પસાર થાય છે અને દરરોજ હજારો ગાડીઓ આ રસ્તા પર હવા સાથે વાતો કરે છે.

ચિસાપિકે બ્રીજ

ચિસાપિકે બ્રીજ

આ રસ્તાનું નિર્માણ પણ એક અજીબો ગરીબ રીતે કરવામાં આવ્યું છે. જીહાં, આ બ્રીજ અમેરિકાના મેરિલેન્ડ બે પર સ્થિત છે. થયું એમ કે જ્યારે આ બ્રીજનું નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આી ત્યારે અમેરિકન નૌસેનાએ તેનું નિર્માણ અટકાવી દીધું હતું. કારણ એ હતું કે નૌસેનાના જહાજો આ બ્રીજના કારણે ક્રોસ થઇ શકતા નહોતા. જેના કારણે બ્રીજના કેટલાક ભાગને સમુદ્રની અંદર બનાવવામાં આવ્યો. આ બ્રીજ પર લોકો પોતાની ગાડીઓ સાથે સમુદ્રની અંદર પસાર થાય છે.

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

વિશ્વના જોખમી રસ્તાઓ

English summary
Ever wondered about insane roads, Here are some of the most insane roads around the world that auto fans should drive before they die. Check out world's most insane and weird roads in pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X