For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપ્પલે તેની બહુપ્રતિક્ષિત iWatchની પેટન્ટ નોંધાવી

|
Google Oneindia Gujarati News

એપ્પલ તરફથી હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તે પોર્ટેબલ, રિસ્ટ બેઝ મોબાઇલ ડિવાઇ, iWatch પર કામ કરી રહી છે. અન્ય ગેજેટ્સથી અલગ આ ગેજટ આઇપોડ કમ રિસ્ટવૉચ કમ આઇફોનની જેમ કામ કરશે. જો કે તેણે iWatch નામ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશનન ફાઇલ કરી દીધી હોવાના અહેવાલ છે. પેટન્ટ અનુસાર કેવી હશે એપ્પલની iWatch તે આવો જાણીએ...

1

1

એપ્પલ તરફથી હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તે પોર્ટેબલ, રિસ્ટ બેઝ મોબાઇલ ડિવાઇસ, iWatch પર કામ કરી રહી છે.

2

2

અન્ય ગેજેટ્સથી અલગ આ ગેજટ આઇપોડ કમ રિસ્ટવૉચ કમ આઇફોનની જેમ કામ કરશે.

3

3

એપ્પલે iWatch નામ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશનન ફાઇલ કરી દીધી હોવાના અહેવાલ છે.

4

4

મહત્વની બાબત એ છે કે યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં iWatch સ્ટાઇલનું ડિવાઇસ કેવું દેખાશે તે સંદર્ભમાં જુદા જુદા ડાયાગ્રામ પણ ફાઇલ કર્યા છે.

5

5

એપ્પલ દ્વારા ડાયાગ્રામ્સની જે ડિઝાઇન્સ ફાઇલ કરવામાં આવી છે તે પૈકી એક માનવ હાથ પર રિસ્ટબેન્ડ જેવી છે.

6

6

આઇવૉચનો આકાર કર્વ બેન્ડ જેવો હોઇ શકે છે.

7

7

આ આર્મબેન્ડની પેટન્ટ 2 જુલાઇ, 2013ના રોજ નોંધાવવામાં આવી છે.

8

8

પેટન્ટમાં સાઇઝના સંદર્ભમાં કોઇ ખાસ સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા નથી.

9

9

સામાન્ય રીતે એવું બને છે કે માર્કેટમાં પ્રતિસ્પર્ધીઓને કોઇ પ્રોડક્ટ બનાવતા અટકાવવા કે ભવિષ્યમાં પોતે જે અંગે વિચાર કરી રહ્યા છે તે અન્ય કોઇ ના બનાવે તે માટે પેટન્ટ ફાઇલ કરાવી દેવામાં આવતી હોય છે.

10

10

પ્રાપ્ત માહિતી અનુસાર એપ્પલે આઇવૉચ માટે અંદાજે 100 ડિઝાઇનર્સને કામે લગાવ્યા છે.

11

11

ડિઝાઇનર્સમાંથી કેટલાકે આઇપેડ અને આઇફોન તૈયાર કરવામાં પણ કામ કર્યું છે

12

12

એપ્પલ માર્કેટમાં iWatch લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે એવા અહેવાલને પ્રબળ સમર્થન.

13

13

ફેબ્રુઆરી 2013માં યોજાયેલી ઇન્વેસ્ટર્સ મીટિંગમાં કંપનીના સીઇઓ ટીમ કૂકે સંકેત આપ્યા હતા કે તેઓ નવી કેટેગરી માર્કેટમાં લોન્ચ કરવા અંગે વિચારી રહ્યા છે.

14

14

iWatch ક્યારે લોન્ચ કરવામાં આવશે તે નક્કી કરાયું નથી

15

15

iWatchની માર્કેટ પ્રાઇસ કેટલી હશે તે અંગે હાલ કોઇ પણ અટકળો સાંભળવા મળી રહી નથી.

16

16

એપ્પલે જે પ્રકારે પેટન્ટ ફાઇલ કરાવી છે અનુસાર iWatchમાં કર્વ્ડ ગોરિલ્લા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે એમ લાગી રહ્યું છે.

17

17

તેમાં બ્યુટૂથ હશે.

18

18

તેની સ્ક્રીન 1.5 ઇંચની હોઇ શકે છે.

19

19

જો કે iWatch પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે માત્ર એપ્પલ પ્રયત્ન કરી રહી છે તેવું નથી.

20

20

માર્કેટમાં તેના સ્પર્ધકો જેવા કે સેમસંગ અને એલજી પણ આ દિશામાં કામ કરી રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં iWatch સ્ટાઇલનું ડિવાઇસ કેવું દેખાશે તે સંદર્ભમાં જુદા જુદા ડાયાગ્રામ પણ ફાઇલ કર્યા છે. એપ્પલ દ્વારા ડાયાગ્રામ્સની જે ડિઝાઇન્સ ફાઇલ કરવામાં આવી છે તે પૈકી એક માનવ હાથ પર રિસ્ટબેન્ડ જેવી છે. જેના આધારે અનુમાન લગાવી શકાય કે આઇવૉચનો આકાર કર્વ બેન્ડ જેવો હોઇ શકે છે.

આ આર્મબેન્ડની પેટન્ટ 2 જુલાઇ, 2013ના રોજ નોંધાવવામાં આવી છે. તેમાં સાઇઝના સંદર્ભમાં કોઇ ખાસ સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા નથી. સામાન્ય રીતે એવું બને છે કે માર્કેટમાં પ્રતિસ્પર્ધીઓને કોઇ પ્રોડક્ટ બનાવતા અટકાવવા કે ભવિષ્યમાં પોતે જે અંગે વિચાર કરી રહ્યા છે તે અન્ય કોઇ ના બનાવે તે માટે પેટન્ટ ફાઇલ કરાવી દેવામાં આવતી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એપ્પલે આઇવૉચ માટે અંદાજે 100 ડિઝાઇનર્સને કામે લગાવ્યા છે. જેમાંથી કેટલાકે આઇપેડ અને આઇફોન તૈયાર કરવામાં પણ કામ કર્યું છે. એપ્પલ માર્કેટમાં iWatch લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે એવા અહેવાલને પ્રબળ સમર્થન એ બાબત પરથી મળે છે કે ફેબ્રુઆરી 2013માં યોજાયેલી ઇન્વેસ્ટર્સ મીટિંગમાં કંપનીના સીઇઓ ટીમ કૂકે સંકેત આપ્યા હતા કે તેઓ નવી કેટેગરી માર્કેટમાં લોન્ચ કરવા અંગે વિચારી રહ્યા છે.

જો કે iWatch ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની માર્કેટ પ્રાઇસ કેટલી હશે તે અંગે હાલ કોઇ પણ અટકળો સાંભળવા મળી રહી નથી. એપ્પલે જે પ્રકારે પેટન્ટ ફાઇલ કરાવી છે અનુસાર iWatchમાં કર્વ્ડ ગોરિલ્લા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે એમ લાગી રહ્યું છે. તેમાં બ્યુટૂથ હશે. તેની સ્ક્રીન 1.5 ઇંચની હોઇ શકે છે. જો કે iWatch પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે માત્ર એપ્પલ પ્રયત્ન કરી રહી છે તેવું નથી. માર્કેટમાં તેના સ્પર્ધકો જેવા કે સેમસંગ અને એલજી પણ આ દિશામાં કામ કરી રહ્યા છે.

English summary
Apple filed patent for most awaited iWatch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X