For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોડેકે લોન્ચ કર્યો પોતાનો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન IM5

|
Google Oneindia Gujarati News

એક જમાનામાં કેમેરાના ક્ષેત્રમાં નંબર વન માનવામાં આવતી કોડેક કંપનીએ પણ એંડ્રોઇડ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવાનો નિર્ણય કરતા પોતાનો પહેલો સ્માર્ટફોન IM5 લોન્ચ કરી દીધો છે. ડ્યુઅલ સિમ ફીચર ઉપરાંત કોડેક IM5માં 13 મેગાપિક્સલનો મેન કેમેરો અને 5 મેગા પિક્સલનો સેંકડરી કેમેરો આપવામાં આવ્યો છે. કોડેકે પોતાના પહેલા ફોન માટે બ્રિટિશ ફર્મ બુલેટની સાથે એક કરાર કર્યો છે જેણે ફોનના મોટાભાગના પાર્ટ્સ બનાવ્યા છે.

kodak
તેમાં 5 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે જે 720x1280 પિક્સલ રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે. કંપનીએ તેમાં એંડ્રોઇડનો 4.4 કિટકેટ ઓએસ આપવામાં આવ્યું છે, જેને લોલીપોપ 5.0માં અપગ્રેડ કરી શકાય છે. પાવર માટે આઇએમ 5માં 1.7 ગીગાહર્ટ બેટરી, ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર, અને 1 જીબીની રેમ આપવામાં આવી છે. ફોનની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે.

એંડ્રોઇડ ઓએસ છતા આઇએમ 5માં 'Apps' નામથી અલગ સ્ટોર આપવામાં આવ્યું છે સાથે જ સિમ્પ્લીફાઇડ યૂઆઇની મદદથી યૂઝર ફોનના આઇકોન મોટા પણ કરી શકશો જે સીનિયર સિટિઝન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

કોડેક આઇએમ 5ના લોંચિંગ પર બુલેટ મોબાઇલ કંપનીના સીઇઓ ઓલીવર સ્કેહલ્ટેએ જણાવ્યું કે આઇએમ 5માં આપને ઓછી કિંમતમાં સારા ફિચર મળશે અને તેની સાથે સાથે કોડેક બ્રાંડ નેમથી લોકોને વિશ્વાસ પણ રહેશે.

English summary
The Kodak IM5 smartphone features a simplified UI with big bold icons. It is best suited for seniors or anyone else who wants the 13 megapixel camera smartphone under a budget price tag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X