For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગે લોંચ કર્યા બે શાનદાર સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

સેમસંગ માત્ર સૌથી વધુ મોબાઇલ ફોન વેચનારી બ્રાન્ડ્સમાની એક જ નથી પરંતુ તે ભારતીય બજારમાં સર્વાધિક આકર્ષક બ્રાન્ડ પણ છે. ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી(ટીઆરએ) દ્વારા જારી કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આકર્ષક બ્રાન્ડમાં સેમસંગ પહેલા નંબર પર રહી તો બીજી તરફ કંઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટમાં બીજા નંબર પર સોની અને ત્રીજા નંબર પર નોકિયા છે.

ટીઆરએના મુખ્ય કાર્યકારી અધિકારી એન ચંદ્રમૌલીએ કહ્યું કે, ભારતની ટોચની ત્રણ બ્રાન્ડમાં બહુ અંતર નથી અને ત્રણેયમાં એકબીજા વચ્ચે માત્ર બે ટકાનું અંતર છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડ એલજી ચોથા, જ્યારે ટાટાને પાંચમું સ્થાન મળ્યું છે. ટીઆરએનું આ પરિણામ 16 શહેરોના 2505 ઉપભોક્તાઓના સર્વેક્ષણના આધારે કરવામાં આવ્યું છે.

બીજી તરફ સેમસંગે આ તકે મિડ રેંજ સેગમેન્ટમાં બે નવા સ્માર્ટફોન ગેલેક્સી ટ્રેંડ અને ગેલક્સી સ્ટાર પ્રો લોંચ કર્યા છે. ગેલેક્સી સીરીઝની અંદર લોંચ કરવામાં આવેલા આ નવા સ્માર્ટફોનની કિંમત 6,750 રૂપિયા અને 8,290 રૂપિયા છે. બન્ને સ્માર્ટફોનમાં 9 ભારતીય ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં હિન્દી, બંગાળી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કનડ, મલયાલમ, તેલગૂ, તમિળ સામેલ છે. બન્ને હેંડસેટમાં એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્માર્ટફોન્સમાં અન્ય શુ વિશેષતાઓ છે.

સેમસંગ ગેલેક્સી સ્ટાર પ્રો

સેમસંગ ગેલેક્સી સ્ટાર પ્રો

ગેલેક્સી સ્ટાર પ્રોમાં ડ્યુએલ સિમ સપોર્ટ સાથે 1 ગીગાહર્ટ્ઝ સિંગલ કોર પ્રોસેસર અને 512 એમબી રેમ આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી ટ્રેંડ 1

સેમસંગ ગેલેક્સી ટ્રેંડ 1

ગેલેક્સી ટ્રેંડ 1માં 4 ઇંચની ડબલ્યુવીજીએ ટીએફટી સ્ક્રીન અને 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસરની સાથે 512 એમબી રેમ આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી ટ્રેંડ

સેમસંગ ગેલેક્સી ટ્રેંડ

ટ્રેંડમાં 4 જીબી ઇન્ટરનલ મેમરી સાથે 32 જીબી એક્સપાન્ડેબલ અને 3 મેગા પિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી સ્ટાર પ્રો

સેમસંગ ગેલેક્સી સ્ટાર પ્રો

ગેલેક્સી સ્ટાર પ્રોમાં 32 જીબી માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ અને 4 ઇંચની ડબલ્યુવીજીએ સ્ક્રીનની સાથે 2 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.

English summary
samsung galaxy trend galaxy star pro launched india at rs 8290
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X