13 ટેસ્ટી વસ્તુઓ ખાઇને પણ તમે પતળા રહી શકો છો
શું તમને ખબર છે કે વજન ઓછું કરવા માટે સૌથી જરૂરી શું છે? યોગ્ય આહાર. યોગ્ય આહાર અને કસરત તે વજન ઓછું કરવાના બે મહત્વપૂર્ણ પાયા છે. જેમાંથી એકને પણ નજરઅંદાજ કરવામાં આવે તો ધારેલું પરિણામ મેળવવું અશક્ય બની જાય છે.
પણ સામાન્ય રીતે જ્યારે પણ વાત યોગ્ય અને સ્વાસ્થય વર્ધક ખોરાકની આવે મોટા ભાગના લોકોનું માનવું હોય છે કે ડાયટિંગનું ખાવાનું બિલકુલ બોરિંગ હોય છે. અને તેમાં કોઇ ટેસ્ટ નથી હોતો.પણ આજે અમે તમારા માટે જે લીસ્ટ લઇને આવ્યા છીએ તે સસ્તુ પણ છે અને ટેસ્ટી પણ.
અને વધુમાં તેના માટે તમારે તેને બનાવા માટે કંઇ ખાસ મહેનત કે કૂકિંગ પણ નહીં કરવું પડે. તો તમારું વજન ઓછું કરવા માટે આ સસ્તા અને ટેસ્ટી ખાદ્ય વસ્તુઓ વિષે જાણો આ ફોટો સ્લાઇડરમાં...

સફરજન
ઓછી કેલેરી, હાઇ એન્ટીઓક્સિડન્ટ, ફાઇબરથી ભરપૂર તેવા આ સફરજન તમને એનર્જી તો આપશે પણ ફેટ નહીં.

ઓટ્સ
કાર્બોહાઇડ્રેટથી ભરપૂર તેવા આ ઓટ્સની તમે ઉપમા, ઇડલી, ખીર બનાવીને ખાઇ શકો છો. અઠવાડિયામાં 3-4 વાર નાસ્તામાં ઓટ્સ ખાવા લાભદાયક છે.

દહીં
સામાન્ય રીતે ઘરમાં આરામથી મળી જતું દહીં વજન ધટાડવા માટે શ્રેષ્ઠ છે. વધુમાં તે ઇમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે.

દાડમ
આર્યનથી ભરપૂર તેવા આ ફળમાં એન્ટીઓક્સિડન્ટ અને ફોલિક એસિડ સારી માત્રામાં હોય છે. અને તે પતળા રહેવામાં પણ મદદ કરે છે.

દાળો
દાળમાં પ્રોટિનની સારી માત્રા હોય છે. વધુમાં તે તમારી ફેટને બાળવામાં પણ મદદરૂપ થાય છે.

તડબૂચ
જો તમે ખરેખરમાં તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો તમારે રોજ સવારે તડબૂચ ખાવું જોઇએ. તેમાં 92 ટકા પાણી હોય છે. અને તે તમારા શરીરને પતળું રાખવામાં જરૂરથી મદદ કરશે.

ફ્લક્ષ સીડ
રોજ 1 ચમચી ફ્લક્ષ સીડને ખાવાથી તમે તમારા વજનમાં ધરખમ ધટાડો કરી શકો છો. વધુમાં તેમાં ઓમેગા-3 ફેટ હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

મશરૂમ
મશરૂમમાં પ્રોટિન સારી માત્રામાં હોય છે. ત્યારે શાકાહારીઓ માટે આ એક પ્રોટિનનો સારો સ્ત્રોત છે.

મરચું
જાણકારોનું કહેવું છે કે મરચામાં ફેટ બાળવાના અનેક ગુણો સમાયેલા છે.

ચીયા સીડ
ફાલુદામાં વપરાતા ચીયા સીડમાં પ્રોટિન હોય છે અને તેના પીધા બાદ પેટ ભરાયેલું લાગે છે. જે તમારી વારંવાર ભૂખ લાગવાની સમસ્યાનું હલ લાવી શકે છે.

જુવાર
ભાત અને ધઉંના બદલે જુવાર વધુ હેલ્થી છે. વળી તેમાં આર્યન, પ્રોટિન અને ફાઇબર પણ સારી માત્રામાં હોય છે.

ઇંડા
પ્રોટિનમાં હાઇ તેવા ઇંડા પણ સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી હોય છે.

કારેલા
કારેલા તમારી ફેટને વધતી રોકે છે. વધુમાં તે તમને મધુમેહ જેવા રોગો સામે લડવામાં પણ મદદરૂપ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન










Click it and Unblock the Notifications
