For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! જુઓ આપના ઘરમાં કેન્સર ક્યાં ક્યાં છૂપાયેલો છે

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] શું આપ જાણો છો કે આપના ઘરોમાં કેન્સર જેવી ભયાનક બીમારી છૂપાયેલી છે. આપ ભલે ગમે તેટલી ચોખ્ખાઇ રાખતા હોવ પરંતુ તેનાથી પીછો છોડાવવો સરળ નથી. કહેવાનો અર્થ એ છે કે જાણ્યે-અજાણ્યે આપે ખુદ કેન્સરને આપના ઘરમાં પોશી રહ્યા છો.

તાજા સ્ટડીથી માલૂમ પડે છે કે આપના ઘરોમાં ઉપયોગમાં થનારા જરૂરી ચીજ-વસ્તુઓમાં કેન્સરના અવશેષો છૂપાયેલા હોઇ શકે છે. જેમાં કીટનાશકથી લઇને ઓછી માત્રામાં ઉપયોગમાં લેવાતી દવાઓનો પણ સમાવેશ થાય છે.

28 દેશોના 174 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એ તારણ આવ્યું છે કે ઘરોમાં રોજ ઉપયોગમાં લેવાતા સામાનોમાં કેન્સર છે. ઘરોમાં ઉપયોગ કરતા કેમિકલ્સના રિએક્શન પર શોધ કરવામાં આવી છે. આ શોધ અનુસાર આ તમામ કેમિકલ્સના સંયુક્ત પ્રભાવથી ભવિષ્યમાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

જાણો કેમિકલ રિએક્શન

જાણો કેમિકલ રિએક્શન

આ શોધમાં 85 કેમિકલ્સને સામેલ કરવામાં આવ્યા, જેમાં કેમિકલ્સના પ્રભાવ અને તેના 11 લક્ષણોની વચ્ચે સંબંધ શોધવાની કોશિશ કરી, જે કેંસરની ઓળખ કરાવે છે.

બચીને રહેવું

બચીને રહેવું

તેમાંથી 50 કેમિકલ્સ એવા મળી આવ્યા છે જે કેન્સરનું કારણ બને છે. જ્યારે 13 કેમિકલ્સ એવા છે જે બાકી કેમિકલ્સના મુકાબલે કોઇને ઝડપથી કેન્સર ફેલાવે છે.

કેવી રીતે ઓળખશો

કેવી રીતે ઓળખશો

તેમાં જંતુનાશક, ફંગસનાશક, પેસ્ટીસાઇડ, ફૂડ કંટેનર, વોટર વોટલ્સ, હાથ ધોવાના કેમિકલ્સ, કોસ્મેટિક, ખેંચના ઇલાજની દવા, માથાના દુ:ખાવાની દવા, તાવની દવા, પેઇન્ટ, નિર્માણ સામગ્રી, એરક્રાફ્ટ, વોશિંગ પાઉડર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

સાવધાન

સાવધાન

આપને જણાવી દઇએ કે અત્યાર સુધી પ્લાસ્ટિકમાં ઉપયોગ થનારા બીપીએ અથવા ટૂથપેસ્ટમાં ઉપયોગ થતા ટ્રાઇકલસન જેવા કેમિકલ્સ પણ આપના શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

English summary
This is the first study of its kind that investigated cancer causing pathways of common chemicals otherwise not known to be carcinogenic, that is, cancer causing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X