For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ કરશો તો કદી પણ વજન ઓછું નહીં થાય!

|
Google Oneindia Gujarati News

કોને ના ગમે સુડોળ શરીર? કોને ના ગમે તંદુસ્ત રહેવું? ભાઇ આજ કાલ તો છે હેલ્થી રહેવાનો ટ્રેન્ડ. પણ આ હેલ્થના ચક્કરમાં અમુક લોકો તેમના સ્વાસ્થયની પથારી ફેરવી નાંખે છે.

ધણીવાર લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં એવા એવા અખતરા કરી બેસી છે કે ઉલમાંથી ચૂલમાં પડી જવાય.

માટે જ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપશું જેથી તમે સમજી શકો કે તમે કેમ તમારું વજન ઓછું નથી કરી શકતા. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર...

મોડી રાત સુધી જાગવું

મોડી રાત સુધી જાગવું

વજન ઓછું કરવાનો પહેલા નિયમ પૂરતી ઊંઘ લો. જો તમે રાતના 1-2 વાગ્યા સુધી જાગો છો તો આ તમારા સ્વાસ્થ માટે આ સારું નથી. ઓછી ઊંઘના કારણે લેપ્ટિન અને ઘ્રેલિન નામના બે હોર્મોન્સમાં અસંતુલન વધે છે. આ બન્ને હોર્મોન્સ ભૂખ લાગવા અને પેટ ભરાઇ જવાનો સંદેશો મગજને પહોંચાડે છે તેના અસંતુલથી તમારું શરીરમાં કટાણે ભૂખ લાગે છે. જે તમારા શરીરને જાડું કરે છે. માટે રોજ નિયમિત 7 કલાકની ઊંઘ લો.

જલ્દી જલ્દી ખાવું

જલ્દી જલ્દી ખાવું

આપણામાંથી મોટાભાગના લોકો આ દોડધામ ભરેલા જીવનમાં ધીમેથી બરાબર ચાવીને ખાવાનું ભૂલી ગયા છીએ. વિજ્ઞાન મુજબ ખાધા બાદ 20-30 મિનિટ મગજને સંદેશ પહોંચે છે કે પેટ ભરાઇ ગયું છે. તો જો તમે જલ્દી જલ્દી ખાશો તો તમે જરૂર કરતા વધુ ખાઇ બેસસો.

તનાવમાં રહેવું

તનાવમાં રહેવું

તનાવ તમારા ચયાપ્રચનની શક્તિ ધટાડી દે છે અને તમને વધુ ખાવા માટે ઉત્તેજીત કરે છે. તમે પણ તે અનુભવ્યું હશે કે તમે જ્યારે દુખી હોવ છો ત્યારે ચિપ્સ, મીઠાઇ જેવી વસ્તુઓ વધુ ખાવ છો. તો તનાવને સકારાત્મક રીતે દૂર કરો.

કૈફી પીણાંનો વધુ પડતો ઉપયોગ

કૈફી પીણાંનો વધુ પડતો ઉપયોગ

તમને ખબર છે દર ચાના કપમાં તમે જે બે ચમચી ખાંડ નાંખો છો તેમ કરી કરીને તમે દિવસમાં બિનજરૂરી ખાંડનું તો સેવન કરો જ છો, સાથે જ અધિક કોફીન પીવાથી હોર્મોન્સમાં કોર્ટિસોલની માત્રા પણ વધી જાય છે જે હાનિકારક છે. માટે દિવસમાં એક વાર ચા અને બીજી વાર ખાંડ વગરની હર્બલ કે ગ્રીન ટી પીવો.

મોલમાંથી શોપિંગ

મોલમાંથી શોપિંગ

મોટી કરિયાણા સ્ટોરમાં જઇને તમે જ્યારે માસિક કરિયાણાની શોપિંગ કરો છો ત્યારે બિનજરૂરી અને ઓછી સ્વાસ્થવર્ધક વસ્તુઓ ઉપાડી આવો છો. અને એક વાર ઘરમાં આવી ગઇ એટલે કોણ બગાડે તેમ વિચારી ઓહ્યા કરી જાવ છો. તેના બદલે એક જરૂરી વસ્તુનું લિસ્ટ બનાવો અને આવી દુકાનોમાં ખાલી આ લીસ્ટને ફોલો કરો.

પ્રોસેસ્ડ ફૂડ

પ્રોસેસ્ડ ફૂડ

ખાવાનું બનાવાનો કંટાળો આવે છે તો ફોઝન ફૂટ, કે રેડિમેડ ફૂડ બનાવીને ખાઇ લીધું. થોડીક જ ભૂખ છે તો ચિપ્સ ખાઇ લીધી. મન થયું તો કેક ઝાપટી ગયા. પ્રોસેસ્ટ ફૂડમાં મોટી માત્રામાં મીઠું, ફૈટ અને શકર્રા હોય છે જે શરીર માટે સારું નથી.

પાણીની અવશ્કતા નકારવી

પાણીની અવશ્કતા નકારવી

ઓફિસ જનારા લોકો મોટાભાગે ઓછું પાણી પીવે છે તેવું એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે. આપણે ધણીવાર કામના ચક્કરમાં પાણી પીવાનું ભૂલી જઇએ છીએ. દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી તો પીવું જ જોઇએ.

ભૂખ્યા રહેવું

ભૂખ્યા રહેવું

ડાયટિંગ કરવા માટે ભૂખ્યા રહેવું એવું ક્યાંય નથી લખ્યું. વજન ઓછું કરવું છે તો થોડા થોડા સમયે નાના નાના વાટકા ખાતા રહો. અચાનક છે ખાવાનું છોડી દેશો તો નહીં ચાલે. બધુ જ ખાવ પણ થોડી થોડી માત્રામાં. અને જ્યારે મીઠાશ ખાવ ત્યારે ચાલો. વ્યાયામ અને ભોજન પર યોગ્ય નિયંત્રણ જ વજન ઓછું કરવાની સફળતાની સીડી છે.

English summary
Habits that are stopping you from losing weight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X