For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે જાપાનીયોની લાંબી ઉંમરનું રહસ્ય?

|
Google Oneindia Gujarati News

દુનિયામાં સૌથી વધુ ઉંમર ધરાવતા જાપનના મિસાઓ ઓકાવાનું નિધન 1 એપ્રિલ 2015 થયું. તેમના મત મુજબ તેના લાંબા આયુષ્ય પાછળ તેમની 8 કલાકની ઊંધ જવાબદાર હતી. તે સમયથી સૂતા હતા અને 8 કલાકથી વધારે ઊંધ નહતા લેતા.

જો કે આ તો થઇ મિસાઓ ઓકાવાની વાત. પણ સરેરાશ રીતે પણ જાપાનીયાઓ લાંબુ જીવન જીવે છે. વળી તે તેમના છેલ્લા દિવસ સુધી કાર્યક્ષમ પણ રહે છે. ત્યારે જાપાનીઓના આ લાંબા અને ક્રિયાશીલ જીવનનું પાછળ શું રહસ્ય છે તે અમે તમને જણાવાના છીએ.

આજકાલ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સ્વસ્થ અને એક્ટીવ રહેવું ગમે છે. ત્યારે જાપાનીઓના આ હેલ્થ સિક્રેટ તમને પણ લાભ પહોંચાડી શકે છે. ત્યારે જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો શું રહસ્ય છે જાપાનીયાની હેલ્થનું...

પૂર્વી જડબુટ્ટીઓનું સેવન

પૂર્વી જડબુટ્ટીઓનું સેવન

જાપાની એલોપેથિક દવાઓ પર નિર્ભર નથી રહેતા. તેઓ પૂર્વી જડીબુટ્ટીઓનું સેવન વધુ કરે છે.

લાલ માંસ નહીં માછલી

લાલ માંસ નહીં માછલી

વળી અહીના લોકો લાલ માંસના બદલે માછલી ખાવાનું પસંદ કરે છે. જેથી તે ઓછી ફેટ અને કોલોસ્ટ્રોલ વાળું માંસ ખાઇને વધુ ન્યૂટ્રિયન્ટ્સ, વિટામિન અને તેલ મેળવે છે.

સાફ-સફાઇ

સાફ-સફાઇ

જાપાન દુનિયાના સૌથી વધુ સાફ સફાઇ પસંદ દેશમાંથી એક છે. જાપાની લોકો પણ સંક્રમણ દ્વારા થતા રોગોને લઇને વધુ સચેત હોય છે. અહીં તેઓ લાઇબ્રેરીમાં જ્યારે પુસ્તક પાછા આપવા જાય છે ત્યારે યૂવી ટેકનોલોજી દ્વારા તે કિટાણુંને મારી નાખે છે. જે બતાવે છે કે તે કિરાણુંજન્ય બિમારી પ્રત્યે કેટલા સભાન છે.

શાકભાજી

શાકભાજી

જાપાનીઓ ખાવામાં ખૂબ બધી લીલી શાકભાજી હોય છે. વળી તે આ શાકબાજીને કાચી કે પછી થોડીક જ બોઇલ કરીને ખાય છે. વળી તે દાળો પણ સારા પ્રમાણમાં ખાય છે. જેનાથી તેમને એન્ટીઓક્સીડન્ટ અને ફાઇટોકૈમિકલ્સ મળે છે અને તે હદય રોગ અને કેન્સર જેવી બિમારીઓથી દૂર રહે છે.

રોજ કસરત

રોજ કસરત

દરેક ઘરનો એક નિયમ હોય છે કે તેમણે યોગા, કરાટે કે માર્શલ આર્ટના ક્લાસમાં જવાનું જ. વળી તે ઘરે પણ રોજ આની પ્રેક્ટિસ કરે છે. અને પોતાની બોડીને ફીટ રાખે છે.

ઓછું ખાવું

ઓછું ખાવું

જાપાનીઓ ભરપેટ ખાવાનું નથી પસંદ કરતા તેમના મત મુજબ ભૂખ કરતા હંમેશા થોડું ઓછું જ ખાવું જોઇએ. જેના કારણે તેમની ઉંમર ધીરે ધીરે ઓછી થાય છે.

એક્ટિવ

એક્ટિવ

જાપાનમાં રિટાયર થવાની કોઇ ઉંમર નથી. 60 વર્ષ પછી પણ તમે કામ કરી શકો છો. વળી તે લોકોને ઘરમાં આરામથી બેસવું કે બપોરે સૂઇ જવાને પણ ઓછું પસંદ કરે છે. અને તે પોતાને હંમેશા બીઝી રાખે છે.

જીવનને જીવતા

જીવનને જીવતા

ખરાબ પરિસ્થિતીઓમાં પણ તે હંસી ખુશી જીવી જાણે છે. બેકારની ચિંતા, લડાઇ ઝગડાથી તે દૂર રહે છે. વળી તેમને લોકોની મદદ કરવી, સોશ્યલ વર્ક જેવી વસ્તુઓ પણ પસંદ છે. સાથે જ તેમનું માનવું છે કે જીવનમાં દરેક વ્યક્તિ કોઇ ખાસ કારણને પૂર્ણ કરવા માટે જન્મ લે છે.

ગંદી આદતો

ગંદી આદતો

સ્મોકિંગ, દારૂ, મીઠા વાળું ભોજન, જરૂર કરતા વધારે ખાવું જેવી ખરાબ આદતો જાપાનીઓની દિનચર્યામાં નથી. માટે તે લાંબા સમય સુધી જીવે છે.

હાસ્ય

હાસ્ય

જાપાનીઓ ખુલીને હસવાનું પસંદ કરે છે. હસવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બને છે. વળી વિજ્ઞાન પણ કહે છે કે રોજ 15 મિનિટ હસવું જોઇએ. તો તમે પણ જાપાનીઓના આ રહસ્યોને જીવનમાં અપનાવો અને ફીટ રહો.

English summary
How Do Japanese People Live Longer Many studies have been done to find out how Japanese live a long and healthy life. They have a good combination of diet and lifestyle. They also keep a positive attitude towards life. Here, we have summed up some best secrets of Japanese people of their long and healthy life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X