For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To: આ રીતે મેળવો બંદૂક કે રાયફલનું લાઈસન્સ

શું તમે તમારી સુરક્ષા માટે હથિયાર રાખવા માંગો છો. અને તે માટે આર્મ લાયસન્સ મેળવવા માંગો છો પણ તમને કેવી રીતે આ લાયસન્સ મેળવવું તે ખબર નથી તો વાંચો આ આર્ટીકલ.

|
Google Oneindia Gujarati News

અનેક લોકો સુરક્ષાથી લઇને અન્ય અનેક કારણસહ બંદૂક કે રિવોલ્વર સાથે રાખવા ઇચ્છતા હોય છે. જો કે તે વાત પણ બધા જ જાણે છે કે આર્મ એક્ટ હેઠળ તમારે બંદૂક અને રિવોલ્વરનું લાયસન્સ રાખવું જરૂરી છે. અને તમારી આ લાયસન્સ વિના જો કોઇ બંદૂક કે રાઇફલ જેવા હથિયાર મળી આવે છે તો તે ગેરકાનૂની ગણાય છે અને આ માટે તમને સજા પણ થઇ શકે છે.

Read also: How to: શીખો અહીં કેવી રીતે 48 કલાકમાં મેળવશો પાનકાર્ડ

તો કેવી રીતે મેળવવું આર્મ લાયસન્સ. તેની શું પ્રક્રિયા છે. તેનું ફોર્મ ક્યાંથી મળે, તેમાં શું શું ભરવાનું હોય તે તમામ વિગતો વિષે આજે અમે તમને જણાવીશું. તો વિગતવાર જાણો કેવી રીતે તમે મેળવશો આર્મ લાયસન્સ. જેથી કરીને તમે કાનૂની રીતે તમારી સુરક્ષા માટે તમારી જોડે હથિયાર રાખી શકો.

લાયસન્સનું આવેદન

લાયસન્સનું આવેદન

જો તમે હથિયાર માટે લાયસન્સ મેળવવા ઇચ્છતા હોવ છો તો તમારે સૌથી પહેલા ફોર્મ એ ભરવું પડશે. જે હથિયારોના નિયમ 1962 હેઠળ આપવામાં આવે છે. આ ફોર્મ દરેક પ્રકારના લાયસન્સ માટે આપવામાં આવે છે. એપ્લિકેશનને વેબસાઇટથી ડાઉનલોડ કરી સહાયક દસ્તાવેજો સાથે હથિયારોના લાયસન્સને ઓફિસમાં જમા કરાવવું પડશે. તમારે તેને તમારા વિસ્તારના ડીએમ કે ડિપ્યુટી કમિશ્નર કે પોલિસ કમિશ્નરની ઓફિસમાં જમા કરાવવું પડશે.

શું દસ્તાવેજ જોયશે?

શું દસ્તાવેજ જોયશે?

લાયસન્સ આપનાર વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ અલગ અલગ અનેક દસ્તાવેજો આપવા પડે છે. જો કે તમારું ઓળખપત્ર, નામ, ઉંમર અને ફિટનેસ પ્રુફ આપવું જરૂરી છે. સાથે જ તમારે તે કહેવું પણ જરૂરી બને છે કે તમે કયું હથિયાર ખરીદવા ઇચ્છો છો. વધુમાં તમારા બે પાસપોર્ટ સાઇટ ફોટો પણ આપવા પડશે.

કેટલા દિવસ?

કેટલા દિવસ?

ગૃહ મંત્રાલયની વેબસાઇટ આંકડા મુજબ લાયસન્સ મળવાની કોઇ નક્કી સમય સીમા નથી. લાઇસન્સની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. અને તે અલગ અલગ હથિયાર માટે અલગ અલગ હોય છે. જો કે સામાન્ય રીતે એક મહિનાની અંદર મોટા ભાગના કેસમાં લાયસન્સ મળી જાય છે. તો કેટલીક વાર આ લાયસન્સ મળતા એક વર્ષનો સમય પણ લાગે છે.

આવેદન નકારી પણ શકે છે

આવેદન નકારી પણ શકે છે

તેવું પણ બની શકે છે કે તમારું આવેદન પત્ર નકારી દેવામાં આવે. જો કે તમે ઇચ્છો તો કેમ તમારું આવેદનપત્ર નકારવામાં આવ્યું છે તે અંગે લેખિતમાં પણ લખીને તમને જવાબ મળી શકે છે. ત્યાં જ બીજી તરફ લાયસન્સ આપનાર અધિકારીને લાગે કે આ કારણ બતાવવું જનહિત માટે યોગ્ય નથી તો તે ના પણ પાડી શકે છે. જો તમે ઇચ્છો તો આર્મ એક્ટ 1959 ધારા 18 અને આર્મ રૂલ 1962 નિયમ 5 હેઠળ તમારા આવેદનને નકારવા માટે અપીલ પણ કરી શકો છો.

ક્યાં લઇ જઇ શકો છો હથિયાર?

ક્યાં લઇ જઇ શકો છો હથિયાર?

સામાન્ય રીતે તમે તમારા હથિયાર અને તેના લાયસન્સ સાથે ખાલી રાજ્યમાં જ ફરી શકો છો. જો કે આર્મ્સ રૂલ 1962 અને રુલ 53 હેઠળ તમે પૂરા દેશમાં લઇ જવા માટે અપીલ કરી શકો છો. જો કે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તે કોઇ પણ લાયસન્સ સમગ્ર દેશમાં એક્સટેન્ડ કરે તે પહેલા ગૃહ મંત્રાલય જોડે વાત જરૂરથી કરી લે. વધુ જાણકારી માટે તમે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવતા દસ્તાવેજોને વાંચી શકો છો.

English summary
If you want to apply for the arms license for you, then here is the complete guide to get license for your revolver, rifle or any type of gun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X