For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રખેચંદની જાનમા જાનૈયા લુખા ટાટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

marriage
સોહમ ઠાકર, પાલનપુર: રખેચંદની ગણતરી ના તો ગામ ના કુવારા મા થાય કે ના પરણેલા મા ગામમા આ એક જ આઇટમ એવી કે આજુબાજુ ના દશ ગામ એને નામ થી ઓળખે. એક કન્યા એને છોડી ના ગામ મા ખેલ કરવા આવતા તરગાળા જોડે ભાગી ગઇ તો બીજી ગામના ટપાલી સાથે.બે બે લગ્ન થઇ ગયેલા તોયે બિચારો રખેચંદ કુવારો ને કુવારો.ચાલીસી વટાવી ચુક્યો એટલે ના કુવારા મા ભળે કે ના પરણેલા મા. ગામના અમુક નટખટ યુવાનિયાઓ એ તો રખેચંદ નુ નામકરણ પણ કરી નાખ્યુ ''ગામ નો સાંઢ''. કદાચ એટલા માટે કે પેલી બે-બે ઘરવાળીએ એને ના ઘરનો રાખ્યો કે ના ગામકુવાનો આમ તો કાંઇ રખેચંદ પત્ની વિરહ મા ગામકુવો બુરે તેમ તો નહોતો. પણ સુ કહેવાય !!ભાઇ લાગી આવે ને પગલુ ભરી નાંખે.

પ્રથમ પત્ની ના ભાગવાના પ્રસંગ વખતે એને થોડુ માઠુ લાગ્યુ અને તે મહીના સુધી ઉદાસ રહ્યો પણ બીજી વખતે એને ફાવી ગયુ એને જીંદગી ને મનાવી લીધી.તેમ છતા તે ઘરવાળી ના મોહ મા ને મોહ મા હજુ સુધી પણ લગન ના માંગા મોકલવાનુ ભુલ્તો નથી.દર વખત ની લગનની સીજન મા એના મોઢા માં લાડુ ફુટે ને આજુબાજુ ના કોઇ ગામનો જમણવાર રખેચંદ ના છોડે ફક્ત ખાવા માટે જ નહીં પણ એ બહાને ક્યાંક સેટીંગ થઇ જાય તો ભવ સુધરે. આજુબાજુ ની બધી જમાતો મા બધાને ખબર કે રખેચંદ નામનો મુરતીયો ઉભો છે.

આ બધુ રખેચંદના લગ્ન માટે ના પ્રયત્નોનુ ફળ કહેવાય.વિસ્મય ની વાત એ કે આજુબાજુ ના ગામની કોઇ કદરુપી કન્યા પણ રખેચંદ સાથે રહેવા રાજી નથી.પણ રખેચંદે એલાન કરી નાંખેલુ આપણે કન્યા જોઇએ છે કાળી ,કદરુપી,બાડી,બોબડી,બેરી,આંધળી, કોઇ પણ ચાલશે પણ શરત એટલી કે તે ભાગી જવી ના જોઇએ. એમાય કોઇ લંગડી રખેચંદની પહેલી પસંદ ભાઇ દુધના દાઝેલા છાશ પણ ફુંકી ને પીવે આ લંગડી હોય તો ભાગી તો ના શકે ને..!!!! એટલે રખેચંદને એ બાબતે તો નિરાંત થઇ જાય.!

રખેચંદને આગળ પાછળ કોઇ નઇ એટલે રૂપિયા સારા સંઘરેલા પણ એટલો જ કંજુસ. રૂપીયા ખરચવા એના માટે મરવા બરાબર થાય. અઠવાડીયા મા બે દી ઘરે ખાય બાકી ના પાંચ દિવસ ના રોટલા બારજ પાડે એમાય ઘણી વાર તો ફક્ત છાશ પી ને આખો ટંક કાઢી નાખે..બોલો પછી આને બાયડી ક્યાંથી રહે!

પણ એક દિવસ કમાલ થઇ ગઇ રખેચંદ પાસે સામે થી માગુ આવ્યુ. છોકરીનું નામ હતું ''હરખી''. રખેચંદે હરખી ને જોઇ ને હરખઘેલા થઇ ગયા.વળી રખેચંદ ની ખુશી નુ મુખ્ય કારણ એ હતુ કે આ હરખી થોડી લંગડી હતી. બસ પછી તો સુ વાત કહેવી આટલા દિવસ થી શાંત પડેલુ રખેચંદનું પ્રેમ નુ વાવાઝોડુ અચાનક ફુંકાવા લાગ્યું રખેચંદે હરખી નો હાથ ચુમ્યો ને હરખી થોડી સરમાણી બસ આ નજાકતે રખેચંદ ને હલાવી નાંખ્યા રખેચંદે લીલીઝંડી આપી દીધી ને કહ્યુ કે આપણ ને આ હરખી પસંદ છે પણ ત્યાતો હરખી ના સાથે આવેલા મુળજી એ કહ્યુ કે રખેચંદજી એ તો બધુ બરાબર છે પણ દહેજ?????

રખેચંદ જાણે માનવતાને સત્ય નુ પુંછડું હોય તેમ બોલ્યા અરેરેરેરે.......આ શું બોલ્યા!!!! તમે!!

મારે દહેજ બહેજ મારે કશુ ના જોઇએ ભાઇ મારે તો બસ તમારી આ હરખી જોઇએ....

ત્યાં પેલો મુળજી ફરીથી બોલ્યો!! હવે એ રખેચંદ આ હરીશચન્દ્ર નુ પુંસડુ થામા હુ તને દહેઝ આલવાની વાત નથી કરતો હુ તો દહેઝ લેવા ની વાત કરુ સું.......!!!
હે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! રખેચંદની આંખો પહોળી થઇ ગઇ કારણ કે રૂપિયા ની વાત આવે એટલે તો આમેય રખેચંદને ચક્કર આવે ...તેમ છતાં હરખી માટે રખેચંદ તયાર થઇ ગયા.....આખો સોદો પચાસ હજાર મા નક્કી થયો. દશ હજાર એડવાંસ ને બાકી ના લગ્ન થાય એના પહેલા .

લગન નક્કી થયુ બે દિવસ પછી ગામથી પંદરેક કીલોમિટર દૂર આવેલા રામપીર ના મંદીર મા. રખેચંદે તો લગનની તયારી કરવા માંડી તાત્કાલીક ગામના દરજી પાસે જઇ પેરણ નુ માપ આપ્યુ .ઢોલી ને કહી દીધુ. ગામનો છકડો કર્યો ભાડે પણ મુસીબત ત્યા આવી કે રખેચંદ ની જાન મા આવવા કોઇ તૈયાર ના થાય ! હવે રખેચંદ મુઝાયા ! કરવુ શુ! પણ હરખી એમના મનમા વસી ગઇ એટલે એના માટે જે કરવુ પડે તે રખેચંદ કરવા તૈયાર.

તરત જ રખેચંદે પ્લાન ઘડ્યો ને જે જાનૈયા તરીકે આવે એને રુ પચાસ રોકડા આપવાનુ એલાન કરી નાખ્યું ને આ શુ આ બાજુ પચાસ ની વાત કરી ને રખેચંદ ની જાન મા આવવા જાનૈયાઓ ની લાઇન લાગી. બસ્સો જણ થયા તૈયાર ને રખેચંદ ના રૂપિયા દસહજાર ખરચાણા પણ રખેચંદ હવે બરોબર નો ચાકડે ચડી ગયો હતો ને હરખી એના મગજ મા બેસી ગઇ હતી એટલે એણે ખર્ચો કરવામા પાછુ વલી જોયુ નહીં. બધુ બરાબર ગોઠવાઇ ગયુ. ત્રીજા દિવસે રખેચંદની જાન જોડાણી. પણ ખરા ટાઇમે ઘોડુ જે નક્કી કરેલ હતુ તે મરી ગયુ. રખેચંદને આકરા મા અદખ જેવુ થયુ. ઘણી જહેમત કરી પણ ક્યાંય ઘોડી મળી નહીં.. હવે!!શુ થાય!!! રખેચંદ ઘોડાના બહુ શોખીન એટલે કહે પરણવા તો ઘોડા પરજ જઇશ ગમે તે કરો પણ ઘોડુ લાવો.પાંચ ના દશ હજાર ખર્ચી નાખુ પણ ઘોડુ તો જોઇશે જ.

રખેચંદની આવી વાત સાંભળી ગામના જુવાનીયાઓએ ભેગા મળી કમાવવાનો પ્લાન ઘડી કાઢ્યો. ગામના રાવળ પાસે જઇ સારો અલમસ્ત ગધેડો ભાડા થી લીધો. તેના પર ચોકલેટ કલર મારી ,મોઢુ બાંધી નાખ્યુ એટલે ખરે ટાઇમે બોલી ને બાફી ના નાંખે પછે ઉપર પલાણ ગોઠવી ને ઘોડા નો ટચ આપી રખેચંદ ને દશ હજાર મા ભાડે પધરાવી દીધો.

રખેચંદ જેવો ઘોડા પર બેઠો કે ઘોડુ દબાણુ ને એના પગ જમીન પર અડી ગયા.પણ સુ થાય આવા કપરા સમય મા ઘોડુ મળ્યુ એ જ મહત્વનુ સમજી રખેચંદ ચુપ જ રહ્યો.જાન ચાલી ઢોલ વાગવા લાગ્યો થોડે દૂર ગયા ત્યા રખેચંદ મુઝાણો. જાન મા ઢોલ વાગે પણ કોઇ નાચતુ કા નથી. ત્યાં રખેચંદે જાનૈયાઓ ને નાચવા કહ્યુ પણ જાનૈયા નાહક ના પગ દુખાડવાની ના પાડી.તઇ રખેચંદે રૂપિયા પાંચહજાર આપી ને જાનૈયા માંથી પાંચ નાચવા વાળા તૈયાર કર્યા. ને નિકળ્યા પરણવા.

મંદીરમાં પહોંચ્યા ત્યાં તો પેલા વેવાઇ એ તરત જ ચાલીસ હજાર આગળના બાકી ને ચાલીસ હજાર જમણવાર ના કરી એસી હજાર ની માંગણી કરી નહિતર લગન થાસે નહીં.રખેચંદ ને વાઢયા હોય અતો લોહી ના આવે તેવા થઇ ગયા. પણ સુ થાય હરખી માટે બધુ કબૂલ મંજુર. રખેચંદે આપી દીધા .લગન થઇ ગયા. હરખી રખેચંદ ની થઇ ગઇ. રખેચંદ પરણી ને ઘરે આવ્યા.

ચાર દિવસ પછી હરખી એ તો રખેચંદ ની ચરખી ફેરવી નાંખીને રખેચંદની ખુશી ગમ મા ફેરવાઇ ગઇ..સવારે જોયુ તો હરખી ઘરમા દેખાણી નહીં ઘરમાં થી કાપલી મળી મારા ચાર દીવસ ના પ્રાણનાથ મારી મજબુરી સમજી મને માફ કરશો. તમારી હરખી... હવે રખેચંદ ને સમજમા નતુ આવતુ કે રડવુ કે હસવુ...આખી જિંદગી ની કમાણી દાવ પર લગડાવી આ હરખી દાવ કરી ગઇ. પૈસા ગયા પાણી મા ને ઇજ્જત ગઇ ધુળ ધાણી મા...રખેચંદ માથુ પક્ડી ને બેઠા... ત્યાં જ પેલો મુળજી યાદ આવ્યો રખેચંદ એની પાસે સડસડાટ પહોચી ગયા ને એને કોલર થીજ ઝાલ્યો. બોલ હરખી ક્યા ગઇ "તે મને હુ ખબર મે તો તને દિધી રૂપિયા પચાસહજાર માં..."

એટલે ?

એટલે ઇ રખેચંદ કે હુ હરખી એ મારો પચીસ હજાર નો રોલ કર્યો હતો .એ મારેઘેર રહેતી નતી ને રૂપિયા પણ દેતી નતી.આ એનો જ પ્લાન હતો પચીસ મને મારા દેતી ગઇ ને બીજા હાથે લેતી ગઇ....આ આઘાત થી રખેચંદ ને એટ્લુ બધુ ગ્યાન થયુ કે તે સંન્યાસી બની ગયો.સ્વામી શ્રી રખેચંદાનંદ.....બિચારો રખેચંદ બાયડી લાવવાની ખોડ ભુલી ગયો.....ને જીંદગી મા સુખી થઇ ગયો........

English summary
Light Parody on marriage function.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X