રજાઓ ઉજવી મુંબઈ પરત ફર્યા અભિષેક અને ઐશ્વર્યા

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન દુબઈમાં પોતાના પત્ની અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા સાથે રજાઓની ઉજવણી કરી મુંબઈ પરત ફર્યા છે.

abhi-aish-aaradhya
અભિષેક બચ્ચને સોમવારે ટ્વીટ કર્યું - ઘરે અને કામે પાછો આવી ગયો છું. આ યાદગાર નવા વર્ષ માટે માત્ર અને માત્ર દુબઈનો આભાર. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વર્ષ 2007માં પરિણય સૂત્રમાં બંધાયા હતાં અને ઐશે નવેમ્બર-2011માં આરાધ્યાને જન્મ આપ્યો હતો.

અભિષેક બચ્ચન માટે વર્ષ 2013નો સુખદ અંત થયો છે, કારણ કે તેમની ફિલ્મ ધૂમ 3 જોરદાર કમાણી કરી રહી છે. હવે તેઓ ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં દેખાનાર છે કે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે પણ છે.

English summary
Bollywood actor Abhishek Bachchan is back here after spending a family holiday in Dubai with his actress-wife Aishwarya Rai Bachchan and daughter Aaradhya.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.