હે પ્રભુ! અજયને પણ ભણાવી દીધી ‘એબીસીડી’ : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 12 ફેબ્રુઆરી : આશ્ચર્ય થયું ને! પણ સચ્ચાઈ આ જ છે. હીરોમાંથી કોરિયોગ્રાફર અને કોરિયોગ્રાફરમાંથી દિગ્દર્શક બનેલા પ્રભુ દેવા આજકાલ એક્શન જૅક્સન ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત છે. ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહેલા અજય દેવગણે ફિલ્મમાં મન મૂકીને ઠુમકાં લગાવ્યાં છે અને અજયને ઠુમકાં લગાવતા જોઈ આપણા મોઢામાંથી ઉદ્ગાર સરી પડશે : હે પ્રભુ (દેવા)! તમે તો ડાન્સની બાબતમાં ડફોળ અજય દેવગણને પણ એબીસીડી (એની બડી કૅન ડાન્સ) ભણાવી દીધી!!!

અજય દેવગણે આ અંગે મીડિયાને જણાવ્યું - પ્રભુએ એક્શન જૅક્સન ફિલ્મમાં મારી પાસે બહુ મહેનત કરાવી છે. તેમણે મારાથી ડાન્સ કરાવ્યો છે અને તેથી હું તેમનાથી પીછો છોડાવતા રહ્યો છું. મેં બે ગીતો ઉપર ડાન્સ કર્યાં છે. ફિલ્મમાં પાંચ ગીતો છે અને હજી બાકીના ત્રણના શૂટિંગ બાકી છે. હું નથી જાણતો કે હું બાકીના ગીતોનું શૂટિંગ કેવી રીતે કરીશ?

એક્શન જૅક્સન ફિલ્મમાં ફરી એક વાર સોનાક્ષી સિન્હા અજય દેવગણ સાથે જોડી બનાવી રહ્યાં છે. સોનાક્ષી અગાઉ અજય સાથે સન ઑફ સરદાર ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે, જ્યારે સોનાક્ષીએ પ્રભુ દેવાની જ ફિલ્મ આર રાજકુમારમાં પણ કામ કર્યું છે. તેથી સોનાક્ષી માટે અજય-પ્રભુ નવા નથી. અજયને જ્યારે એક્શન જૅક્સનમાં તેમના પાત્ર અંગે પુછાયું, તો તેમણે વિસ્તૃત રીતે ખુલાસો ન કર્યોં. તેમણે જણાવ્યું - આ અંગે કંઈ કહેવું ઉતાવળિયું ગણાશે.

તાજેતરમાં એક્શન જૅક્સન ફિલ્મના નામ અંગે વિવાદ ઊભો થયો હતો, પણ અજયનું કહેવું છે - હું આ અંગે કંઈ નથી જાણતો. મેં સમાચાર પત્રોમાં જેટલુ વાંચ્યું, તેટલું જ જાણુ છું. મારા હિસાબે લોકો તેને ઉકેલવાના પ્રયત્નો કરી રહ્યાં છે. હાલની પરિસ્થિતિ શું છે, તે હું નથી જાણતો.

ચાલો હાલ તો જોઇએ અજયને ઠુમકા લગાવતાં પ્રભુ દેવા અને બીજા કયા કલાકારોને તેમણે ઠુમકાં લગાવડાવ્યા તેની તસવીરી ઝલક :

અજયને ભણાવી એબીસીડી

અજયને ભણાવી એબીસીડી

પ્રભુ દેવા સાથે જેનો પનારો પડે, તે નાચતો થઈ જાય. અજય દેવગણ નાચવાની બાબતમાં ધર્મેન્દ્ર અને સન્ની દેઓલથી પાછળ નથી, પરંતુ પ્રભુ દેવાના પનારાએ અજયને પણ ઠુમકાં લગાવતાં કરી નાંખ્યાં. એક્શન જૅક્સન ફિલ્મમાં પ્રભુએ અજય પાસે બે ગીતો માટે ઠુમકાં લગાવડાવ્યાં, તો અજયને ગભરાટ છે કે હજી તો ત્રણ ગીતો બાકી છે!

માધુરી-પ્રભુ

માધુરી-પ્રભુ

પ્રભુ દેવા સાઉથ ઇન્ડિયન સિનેમાના તો જાણીતા ચહેરા છે, પરંતુ બૉલીવુડમાં તેઓ પહેલી વાર પુકાર ફિલ્મમાં પડદા ઉપર ડાન્સ કરતાં નજરે પડ્યાં. આ ફિલ્મના ગીત યે કેસરા સરા... માં પ્રભુને ડાન્સિંગ દિવા માધુરી દીક્ષિતનો સાથ મળ્યો અને દર્શકો પણ ડોલી ઉઠ્યા હતાં.

પ્રભુ-સોનાક્ષી

પ્રભુ-સોનાક્ષી

એક્શન જૅક્સનમાં સોનાક્ષી સિન્હા પણ છે, પરંતુ સોનાક્ષી માટે પ્રભુ નવા નથી, કારણ કે ઓહ માય ગૉડ ફિલ્મના આયટમ સૉંગ ગો ગો ગો ગોવિંદા... માં પ્રભુએ જાડી કાયા ધરાવતાં સોનાક્ષીને પણ નાચવા મજબૂર કરી દીધા હતાં.

અક્ષય-પ્રભુ

અક્ષય-પ્રભુ

અક્ષય કુમાર અને પ્રભુ દેવાની જોડી રાઉડી રાઠોડમાં લોકોને ડોલાવી ગઈ હતી. ચિંતા તા ચિતા ચિતા... ગીતમાં પ્રભુ દેવાએ અક્ષય કુમારને જોરદાર ઠુમકાં લગાવડાવ્યા હતાં.

પ્રભુ-અક્ષય

પ્રભુ-અક્ષય

પ્રભુ દેવા અને અક્ષય કુમારની જોડી બૉસ ફિલ્મમાં પણ કમાલ કરી ગઈ કે જ્યારે બંનેએ હમ ન છોડેં તોડેં ફોડેં... ગીતમાં મન મૂકીને ધમાલ મચાવી હતી.

સલમાન-પ્રભુ

સલમાન-પ્રભુ

પ્રભુ દેવાની એબીસીડીમાંથી દબંગ સલમાન ખાન પણ બાકાત નથી રહ્યાં. વૉન્ટેડ ફિલ્મના ગીત યહાં ભી હોગા વહાં ભી હોગા...માં પ્રભુએ સલમાન પાસે કસરત કરાવી નાંખી હતી.

પ્રભુ-શાહિદ

પ્રભુ-શાહિદ

પ્રભુ દેવાએ તાજેતરમાં જ આર રાજકુમાર ફિલ્મમાં શાહિદ કપૂરને એવા તો ડાન્સિંગ સ્ટેપ શીખવાડ્યાં કે ગંદી બાત... ગીત લોકપ્રિયતાની ટોચે પહોંચી ગયું.

શાહરુખ-પ્રભુ

શાહરુખ-પ્રભુ

પ્રભુ દેવા હાલમાં ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ સાથે પણ જોડાયેલાં છે કે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે લીડ રોલમાં છે. પ્રભુ શાહરુખને પણ એબીસીડી ભણાવીને જ જંપશે.

English summary
Actor-producer Ajay Devgn, who shies away from dancing, says he couldn't escape 'Action Jackson'; director Prabhudheva, who made him shake a leg in two songs.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.