અજય દેવગણ ની રેડ, 10 દિવસમાં 100 કરોડ પાર

Posted By:
Subscribe to Oneindia News

અજય દેવગણ અને ઇલિયાના ડીક્રુઝ ની ફિલ્મ રેડ બોક્સ ઓફિસ પર 10 દિવસ પુરા કરી ચુકી છે. આખરે ફિલ્મે 10 દિવસમાં 75 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે અને વર્લ્ડ વાઈડ ફિલ્મે 100 કરોડ પાર કર્યા છે. ફિલ્મે બીજા વિકએન્ડ પર પણ જોરદાર કમબેક કર્યું છે.

Ajay devgn raid

રાજકુમાર ગુપ્તાના નિર્દેશન માં બનેલી ફિલ્મ રેડ દમદાર સ્ટોરી, શાનદાર સ્ટારકાસ્ટ અને જબરજસ્ત ડાયલોગ ને કારણે લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. ફિલ્મની કમાણી ને જોતા લાગે છે કે ફિલ્મ બીજા અઠવાડિયે ભારતમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લેશે.

આપણે જણાવી દઈએ કે વર્ષ 2018 દરમિયાન ભારતમાં ખાલી બે ફિલ્મો જ 100 કરોડનો આંકડો પાર કરી શકી છે. જેમાં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવત અને સોનુ કી ટીટુ કી સ્વીટી ફિલ્મનો સમાવેશ થાય છે. હવે જોવા નું રસપ્રદ રહેશે કે અજય દેવગણની ફિલ્મ આ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી શકે છે કે નહીં ખાસ બાબત છે કે આ અજય દેવગણ ની આઠમી 100 કરોડી ફિલ્મ હશે.

અજય દેવગણ ની આવનારી ફિલ્મ માટે કરિના કપૂર ને ફાઇનલ કરી લેવામાં આવી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અજય દેવગણ ની આવનારી ફિલ્મ મરાઠી ફિલ્મ આપલા માનુષ ની હિન્દી રીમેક હશે. જેમાં અજય દેવગણ સાથે કરિના કપૂર જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકર કરશે અને તેના માટે તેઓ કરિના કપૂર સાથે કેટલીક મિટિંગ પણ કરી ચુક્યા છે.

English summary
Ajay devgn raid 10 days box office collection.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.