વીડિયો: ડિપ્રેશન કોને કહેવાય જાણો દિપીકા પાદુકોણથી

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણે સોમવારે બધા સાથે પોતાના ડિપ્રેશનની વાત શેયર કરી. જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે ડિપ્રેશનથી તેમણે તેમની લડત લડી અને આગળ આવી. આ દરમિયાન તેની આંખોમાંથી જે આંસુ સરી પડ્યા તેણે તેના દુખને વાચા આપી...

બાબુજીની એ કવિતાઓ જે બિગ બીને છે અતિ પ્રિય...

Deepika Padukone in tears as she talks about depression

સામાન્ય રીતે પોતાની પર્સનલ લાઇફ વિષે ભાગ્યેજ બોલતી દિપીકા પાદુકોણે માનસિક સ્વાસ્થય પર આધારીત નેશનલ પબ્લિક અવેરનેસ કેમ્પેનના લોચિંગ વખતે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. જેમાં દિપીકાએ પોતાના જીવનના આ પળો વિષે બોલતા કહ્યું કે લગભગ 2 વર્ષ પહેલા જ્યારે તેમનો પરિવાર મુંબઇમાં તેને મળવાને પરત ફરી રહ્યો હતો ત્યારે દિપીકા તેના બેડરૂમમાં ચૂપચાપ બેઠી હતી. ત્યારે તેણે તેની માતાએ તેને પુછ્યું કે બધુ ઠીક છે.

Deepika Padukone in tears as she talks about depression

જેનો જવાબ દિપીકાએ હામાં આપ્યો. ત્યારે તેની મમ્મીએ બે થી ત્રણ વાર સમાન સવાલ પૂછ્યો અને છેવટે દિપીકાનું ગળું ભરાઇ આવ્યું અને તે ભાવુક થઇને રોવા લાગી. દિપીકા આ કિસ્સો સંભળાવતી વખતે પણ ભાવુક થઇ ગઇ હતી. એટલું જ નહીં થોડીક વાર તેણે પોતાને સંભાળવાનો પ્રયાસ પણ કર્યો પણ પછી ફરી રોઇ પડી.

Deepika Padukone in tears as she talks about depression

માન્યો આભાર

રોતા રોતા દિપીકાએ ખાલી એટલું જ કહ્યું કે હું મારી માંનો આભાર માનવા માંગુ છું. આજે હું અહીં છું તો તેમના કારણે. તેણે દરેક પળે મારો સાથ આપ્યો છે. સાથે જ તેમણે તેમના પિતા, મિત્રો અને બહેન સમેત સંબંધીઓનો આભાર માન્યો.

Deepika Padukone in tears as she talks about depression

દિપીકાની અપીલ

દીપીકાએ વધુમાં કહ્યું કે આપણે લોકો સ્પર્ધાત્મક બની ગયા છીએ. આસપાસના લોકોને લઇને આપણી સંવેદના ઓછી થઇ ગઇ છે. તેમણે લોકોને પણ અપીલ કરીને ડિપ્રેશનની સામે લડત આપો હાર ના સ્વીકારો! અને અન્ય લોકોને પણ ડિપ્રેશનના દર્દીઓ પ્રતિ સંવેદનશીલ રહેવાનું કહ્યું છે. ત્યારે દિપીકાનો આ વીડિયો જુઓ અહીં...

English summary
Deepika Padukone in tears as she talks about depression: If it wasn’t for my mother, I wouldn’t be here.
Please Wait while comments are loading...