For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધીથી વિશ્વરૂપ ભારતીય ફિલ્મો ફસાઇ છે વિરોધના વમળમાં

|
Google Oneindia Gujarati News

મંગળવારે રાત્રે તામિળનાડુ સરકાર દ્વારા કમલ હસનની બહુપ્રતિક્ષિત અને સતત ચર્ચામા રહેલી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ શુક્રવારે દેશભરમાં રજૂ થવાની હતી. ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના મામલે અભિનેતા કમલ હસને કહ્યું છે કે, આ ફિલ્મમાં એવું કઇ જ નથી જેના કારણે તેને પ્રતિબંધિત કરી શકાય. જો કે, આવું માત્ર અભિનેત કમલ હસનની ફિલ્મ સાથે જ નથી થયું. આમ તો સત્યમ સિવમ સુંદરમ થી લઇને ચક્રવ્યુહ સુધીની તમામ ફિલ્મો કોઇને કોઇક કારણોસર વિવાદમાં મુકાઇ છે. કોઇક ફિલ્મોમાં કથા સામે વિરોધ ઉઠે છે, તો ક્યારેક ફિલ્મના દર્શાવવામાં આવેલા દ્રશ્યોના કારણે, ક્યારેક અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા જ ફિલ્મ કર્યા પછી તેનો વિરોધ કરવામાં આવ્યો હોવાના કિસ્સા પણ છે.

એટલું જ નહીં પરંતુ કેટલીક ફિલ્મોનો વિરોધ કોઇ એક વિશેષ જ્ઞાતિને બદનામ કરવા અને અપમાનિત કરવા માટે કરવામાં આવે છે તો ફિલ્મના ગીતના શબ્દોને લઇને તેનો વિરોધ કરવામાં આવે છે અને તેના કારણે ક્યારેક ફિલ્મને પ્રતિબંધનો સામનો પણ કરવો પડે છે. આંધી ફિલ્મ હોય કે પછી ફાયર કે પછી ફના અને પરઝાનિયા. ફિલ્મ સાથે રાજકિય, ધાર્મિક, સામાજિક મુદ્દો સંકળાયેલો હોય છે, ત્યારે ધાર્મિક સંગઠનો, રાજકીય પાર્ટીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે અને ફિલ્મને જે તે રાજ્યમાં પ્રદર્શિત કરવા દેવામાં આવતી નથી.

આવી જ કેટલીક ફિલ્મો અંગે અહીં માહિતી આપવામાં આવી છે. જેમણે આવા જ કેટલાક વિરોધ અને વિવાદનો સામનો કરવો પડ્યો હતો, જે સીને થીયેટર્સમાં અથવા તો ટેલિવિઝન પર મોડેથી રજૂ થવામાં સફળ થઇ હતી.

આંધી(1975)

આંધી(1975)

1975માં ગુલ્ઝારના નિર્દેશન તળે બનેલી ફિલ્મ આંધીએ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં સંજીવ કુમાર અને સુચિત્રા સેન મુખ્ય ભૂમિકામાં હતા. ઇન્દિરા ગાંધી દ્વારા આ ફિલ્મ પર ઇમરજન્સી દરમિયાન પ્રતિબંધ લગાવ્યો હતો. કારણ કે, આ ફિલ્મનું મહિલા પાત્ર જે સુચિત્રા સેન દ્વારા નિભાવવામાં આવ્યું હતું, તે તેમના જીવનને મળતું આવતું હતું તેવી અફવાઓ હતી. જો કે, 1977માં કોંગ્રેસનો પરાજય થયો અને સત્તા પર જનતા પાર્ટી આવી ત્યારે આ ફિલ્મને નેશનલ ટેલિવિઝન પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

કિસ્સા ખુરશી કા(1978)

કિસ્સા ખુરશી કા(1978)

જ્યારે આ ફિલ્મ રજૂ થઇ ત્યારે ગોરેગાવની મારુતિ ફેક્ટરીમાં તેની પ્રિન્ટને સળગાવી દેવામાં આવી હતી, કારણ કે આ ફિલ્મ ગાંધી પરિવારથી પ્રેરિત હતી. ઇમરજન્સી બાદ એક પંચની રચના કરવામાં આવી હતી અને સંજય ગાંધીને દોષી પુરવાર કરી એક મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા.

બેન્ડિટ ક્વિન(1994)

બેન્ડિટ ક્વિન(1994)

શેખર કપુરના નિર્દેશનમાં બનેલી બેન્ડિટ ક્વિનને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા બળાત્કારના કારણે સેન્સર દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો, એટલું જ નહીં પરંતુ ફૂલણ દેવી પણ આ ફિલ્મના પ્રદર્શન સામે સ્ટે ઓર્ડર લાવવા ઇચ્છતાં હતા. જો કે, 1994માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સમિક્ષકોએ ફિલ્મના ભરપેટ વખાણ કર્યા હતા.

ફાયર( 1996)

ફાયર( 1996)

દિપા મહેતાની આ ફિલ્મે પણ તેમાં દર્શાવવામાં આવેલી લેસબિયન મહિલાઓના કારણે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શબાના આઝમી અન નંદિતા બાસુ હતા. આ ફિલ્મને ભારતમાં સામાજિક વિવાદનો સામનો કરવો પડ્યો હતો અને ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેની ખાસી એવી નિંદા થઇ હતી.

એક છોટી સી લવ સ્ટોરી(2002)

એક છોટી સી લવ સ્ટોરી(2002)

2002માં આવેલી આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પ્રણય દ્રશ્યોના કારણે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી હતી. આ માંગ ફિલ્મની મુખ્ય અભિનેત્રી મનિષા કોઇરાલા દ્વારા ઉઠાવવામાં આવી હતી, તેને ફિલ્મમાં બોડી ડબલનો ઉપયોગ કરીને જે પ્રણય દ્રશ્યો મુકવામાં આવ્યા હતા, તેને લઇને વાંધો હતો આ માટે તે નેશનલ કમિશન ઓફ વુમેન પાસે ગઇ હતી અને ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવા માટે મુંબઇ હાઇ કોર્ટ પહોંચી હતી.

બ્લેક ફ્રાઇડે(2004)

બ્લેક ફ્રાઇડે(2004)

પત્રકાર હુસૈન ઝૈદીના પુસ્તક પરથી બનેલી ફિલ્મ બ્લેક ફ્રાઇડેને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 1993માં થયેલા મુંબઇ વિસ્ફોટ પર આધારિત એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મને પ્રદર્શિત કરવા માટે સ્ટે ઓર્ડર લાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ બે વર્ષ બાદ સ્ટે ઓર્ડર હટ્યા પછી રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શિત થયા બાદ આ ફિલ્મે ભારતીય સિનેમાની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું.

સિન્સ(2005)

સિન્સ(2005)

વરિષ્ઠ પત્રકાર વિનોદ પાંડે દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મે ખ્રિસ્તિ સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં કેથોલિઝમની નકારાત્મક છબી ઉભી કરવામાં આવી હોવાનો આરોપ લગાવી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

વોટર( 2005)

વોટર( 2005)

વોટર ફિલ્મ પણ દીપા મહેતાની હતી. આ ફિલ્મને શૂટિંગના પ્રથમ દિવસથી જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 2000ની પ્રદર્શનકારીઓ ફિલ્મના સેટ પર પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. તેઓ એવું માનતા હતા કે આ ફિલ્મ હિન્દુ સંસ્કૃતિના વિરોધમાં છે અને તેને નકારાત્મક રીતે રજૂ કરી રહી છે. બાદમા આ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું અને ફિલ્મના કલાકારોમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો.

ફના(2006)

ફના(2006)

2006માં આવેલી આ ફિલ્મ કાજોલની કમબેક ફિલ્મ હતી. જો કે, ફિલ્મની રજૂઆત પહેલા આમિર ખાન દ્વારા નર્મદા મુદ્દે વિવાદિત નિવેદન કરવામાં આવતા તેને ગુજરાતમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દીધી નહોતી. જો કે, જામનગરમાં એક થીયેટરમાં ફિલ્મ રજૂ કરવામાં આવતા એક દર્શકે થીયેટરમાં આત્મહત્યા કરતા વિવાદ વકર્યો હતો.

આજા નચલે(2007)

આજા નચલે(2007)

આ ફિલ્મને પણ ઉત્તર પ્રદેશમાં કેટલીક જ્ઞાતિના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના એક ગીતને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિવાદ છેક સંસદ સુધી પહોંચ્યો હતો. ફિલ્મે જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે યશરાજ બેનરના યશ ચોપરાએ બધાની માફી માંગી હતી અને એ ગીતમાંથી એ વિવાદિત શબ્દો હટાવી લીધા હતા.

પરઝાનિયા(2007)

પરઝાનિયા(2007)

રાહુલ ધોળકિયાની ફિલ્મ પરઝાનિયાને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ ગુજરાતમાં થયેલા રમખાણો પણ આધારિત હતી. જે એક પરિવાર અને તેના ખોવાયેલા બાળકની આસપાસ ફરે છે. જો કે, ફિલ્મના કન્ટેન્ટને લઇને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને ગુજરાતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેમજ ગુજરાતમાં ફિલ્મના થીયેટર્સ માલિકોએ પણ ફિલ્મને પ્રદર્શિત નહીં કરવાનું નક્કી કર્યું હતું.

જોધા અકબર(2008)

જોધા અકબર(2008)

આશુતોષ ગોવારિકરની આ ફિલ્મે પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં જોધાના પાત્રને લઇને વિરોધ થયો હતો. ફિલ્મમાં જોધાને અકબરની પત્ની દર્શાવવામાં આવી છે પરંતુ તે પત્ની નહીં પણ પુત્રવધું હતી, રાજકીય દખલગીરી બાદ આ ફિલ્મને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી.

સિંગ ઇઝ કિંગ(2008)

સિંગ ઇઝ કિંગ(2008)

અક્ષય કુમારની સિંગ ઇઝ કિંગ ફિલ્મને લઇને પણ વિરોધ જામ્યો હતો. ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઇને શિખ સમુદાયે વિરોધ દર્શાવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ ઉભી કરી હતી. જો કે, બાદમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને વિપુલ શાહે માફી માંગી હતી. એટલું જ નહીં પરંતુ અક્ષય અને વિપુલ શિખ સમુદાયને મળ્યા હતા અને ફિલ્મમાં શિખ સમુદાયને અપમાનિત કરવાનો અમારો હેતું નહોતો.

માય નેમ ઇઝ ખાન(2010)

માય નેમ ઇઝ ખાન(2010)

આ ફિલ્મ શાહરુખ ખાન, કાજોલ અને કરણ જોહરની હતી. જો કે, શાહરુખ ખાન દ્વારા આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને રમવા દેવામાં આવે તેવી વાત કરતા શિવસેનાના આકરા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શિવસેના દ્વારા મહાષ્ટ્રમાં આ ફિલ્મ રજૂ નહીં કરવા દેવા જણાવ્યું હતું. ફિલ્મ પર ત્રણ દિવસ પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ તેને ચૂસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે મહારાષ્ટ્રમાં રજૂ કરવામાં આવી હતી.

સન ઓફ સરદાર( 2012)

સન ઓફ સરદાર( 2012)

અજય દેવગણની આ ફિલ્મને યશરાજ સાથેના વિવાદ ઉપરાંત એક અન્ય વિવાદનો પણ સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં શિખ કોમ્યુનિટીના ધાર્મિક લાગણીઓને દુભાવવામાં આવી હોવાના આરોપ સામે ફિલ્મ બનાવનારા સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો.

વિશ્વરૂપ(2013)

વિશ્વરૂપ(2013)

બહુમુખી પ્રતિભાના સ્વામી કમલ હસનને જોરદાર ઝાટકો લાગ્યો છે. તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ વિશ્વરૂપ ઉપર તામિળનાડુ સરકારે બે સપ્તાહનો પ્રતિબંધ ફરમાવ્યો છે. બુધવાર મોડી રાત્રે તામિળનાડુ સરકારે આદેશ આપ્યો કે ફિલ્મ વિશ્વરૂપને તામિળનાડુ ખાતે રિલીઝ નહીં કરવા દેવામાં આવે, કારણ કે ફિલ્મમાં કંઈક એવ છે કે જે રાજ્યમાં રમખાણો ફેલાવી શકે છે. સરકારે આ પગલું મુસ્લિમ સંગઠનોની તે અપીલ ઉપર લીધું છે કે જેમાં કહેવાયું છે કે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ દર્શાવાયું છે કે જે અસ્વીકાર્ય છે. બીજી બાજુ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કમલે જણાવ્યું કે તેમની ફિલ્મમાં એવું કંઈ જ નથી. કેટલાંક લોકો તેમની ફિલ્મનો બિઝનેસ ખરાબ કરવાના ઇરાદે આવી વાતો કરી રહ્યાં છે. તેમની ફિલ્મ મનોરંજન માટે છે, નહીં કે રમખાણો ફેલાવવા માટે.

English summary
film who created controversy in india., many film like, aandhi, bendit queen, kissa khursi ka, fire, water, black friday create controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X