હૃતિકથી છુટાછેડાના પગલે સુઝાને મિત્ર પણ ગુમાવ્યો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 જાન્યુઆરી : વર્ષ 2013ની સૌથી મોટી બ્રેક-અપ સ્ટોરી હતી હૃતિક-સુઝાનના છુટાછેડાની કે જે થયું કેમ? આ અંગે જાણવા માટે સૌ આતુર રહે છે. મીડિયામાં જ્યારે સમાચાર આવ્યાં કે સુઝાન અને અભિનેતા અર્જુન રામપાલ વચ્ચેની ગાઢ મૈત્રી સુઝાન-હૃતિકના છુટાછેડાનું કારણ હતી, પરંતુ અર્જુને સ્પષ્ટ કર્યુ હતું કે હૃતિક-સુઝાનના છુટાછેડામાં તેમનો કોઈ હાથ નથી.

અને કદાચ એટલે જ અર્જુન રામપાલે પોતાના મિત્ર સુઝાન ખાનને મુશ્કેલીની ઘડીમાં એકલા છોડી દીધાં છે. કહે છે કે પોતાની સામે આરોપો થતા અર્જુન રામપાલ અને સુઝાનની મૈત્રીમાં તિરાડ પડી ગઈ છે. તાજેતરમાં જ સુઝાને ન્યુ ઈયર પાર્ટી પોતાની ફૅમિલી સાથે ઉજવી, પરંતુ દર વર્ષે આવી પાર્ટીમાં હાજરી આપનાર અર્જુન રામપાલ પોતાના પત્ની મેહર અને પુત્રી સાથે દુબઈ ઉપડી ગયાં.

કહે છે કે અર્જુન રામપાલને પોતાની સામે લાગેલા આરોપોથી આઘાત પહોંચ્યો છે અને પોતાના પરિણીત જીવનમાં શાંતિ જાળવી રાખવા તેમણે સુઝાનથી અંતર જાળવવું યોગ્ય માન્યું. નોંધનીય છે કે અર્જુન રામપાલ સુઝાન તેમજ હૃતિક રોશનના કૉમન ફ્રેન્ડ હતાં, પણ પાછળથી તેઓ હૃતિકથી દૂર થતા ગયાં અને સુઝાનની નજીક આવતા ગયાં.

ચાલો આપને બતાવીએ રામપાલ-રોશન પરિવારની તસવીરો :

સુઝાને મિત્ર ગુમાવ્યો

સુઝાને મિત્ર ગુમાવ્યો

હૃતિક રોશન સાથે છુટાછેડા લીધા બાદ જે રીતે છુટાછેડા પાછળ અર્જુન રામપાલનો હાથ હોવાની ચર્ચાઓ ચાલી, તે જોતા અર્જુન સુઝાનથી દૂરી બનાવી લીધી અને આમ સુઝાને એક સારો મિત્ર પણ ગુમાવી દીધો.

ચર્ચિત મૈત્રી

ચર્ચિત મૈત્રી

બૉલીવુડમાં અર્જુન રામપાલ અને હૃતિક રોશનની મૈત્રી ચર્ચિત હતી.

નજીક આવ્યા અર્જુન-સુઝાન

નજીક આવ્યા અર્જુન-સુઝાન

જોકે હૃતિક અને સુઝાનના કૉમન મિત્ર અર્જુન રામપાલ પાછળથી સુઝાનની નજીક આવવા લાગ્યાં અને બંને વચ્ચે અફૅરની ચર્ચાઓ શરૂ થઈ.

સાથે-સાથે

સાથે-સાથે

અર્જુન રામપાલ અનેક ઈવેંટ્સમાં સુઝાન સાથે દેખાતા હતાં.

મૈત્રી સૂચક તસવીર

મૈત્રી સૂચક તસવીર

આ તસવીર સૂચવે છે કે રામપાલ અને રોશન પરિવાર વચ્ચે કેટલી ગાઢ મૈત્રી હતી.

સુઝાન-મેહર

સુઝાન-મેહર

અર્જુનના પત્ની મેહર અને હૃતિકના પત્ની સુઝાન વચ્ચે પણ મૈત્રી હતી.

ગાઢ મૈત્રીમાં શંકા

ગાઢ મૈત્રીમાં શંકા

પરંતુ કહે છે કે અતિ સર્વત્ર વર્જ્યતે! તેવુ જ થયું. અર્જુન અને સુઝાન વચ્ચેની વધુ પડતી નિકટતા જ તેમના વચ્ચે અફૅરની શંકાઓ ઉપજાવનારી રહી.

English summary
After Hrithik-Suzane Break UP, Arjun and Mehr Rampal Have istanced themselves from Suzanne.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.