કમાણીમાં બોલિવૂડ હીરોને ટક્કર આપે છે આ હોટ અભિનેત્રીઓ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં એક્ટ્રેસિસ માટે હવે સમય બદલાયો છે. પહેલાં એક્ટ્રેસિસ ફિલ્મનો માત્ર એક રૂપાળો ચહેરો માનવામાં આવતી, પરંતુ આજની ટેલેન્ટેડ અભિનેત્રીઓ એક્ટિંગ અને એક્શનની સાથોસાથ હવે કમાણીને મામલે પણ હીરોને ટક્કર આપતી થઇ છે. બોલિવૂડની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ કઇ છે, જાણો અહીં..

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા હિન્દી મૂવિ સિવાય હોલિવૂડના પ્રોજકેટ થકી પણ સારી એવી કમાણી કરે છે. વર્ષ 2016માં હોલિવૂડમાં એન્ટ્રી કરી તેણે બોલિવૂડની એક્ટ્રેસિસ માટે જાણે ત્યાંના દરવાજા ખોલી કાઢ્યા. વર્ષ 2016માં પ્રિયંકાએ પોતાની કારકિર્દીના ચોપડે અનેક સોનેરી પ્રકરણો ઉમેર્યા અને આ સાથે જ તેમની કમાણીનો આંકડો પણ ઊંચાઇએ પહોંચ્યો. 15થી 16 કરોડની કમાણી સાથે બોલિવૂડમાં પ્રિયંકા સલમાન અને અક્ષય કુમાર જેવા હીરોને ટક્કર આપી શકે એમ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

પ્રિયંકાની પાછળ-પાછળ દીપિકાએ પણ હોલિવૂડની વાટ પકડી છે, જો કે, તે હજુ પણ બોલિવૂડમાં એટલી જ સક્રિય છે. તે એક ફિલ્મના 10-12 કરોડ ચાર્જ કરે છે તથા અન્ય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રોજેક્ટની ફી મળીને તેની કમાણી 15 કરોડ સુધી પહોંચે છે. એવું નથી કે દીપિકા માત્ર મોટા બજેટની જ ફિલ્મો કરે છે, જો તેને ફિલ્મની વાર્તા પસંદ પડે તો તે પોતાની ફી ઓછી કરતાં પણ ખચકાતી નથી.

કંગના રાણાવત

કંગના રાણાવત

જી હા, બોલિવૂડમાં સૌથી વધુ કમાતી અભિનેત્રીઓમાં ટોપ 5માં કંગનાનું નામ પણ આવે છે. તેની કમાણી 10 થી 12 કરોડ છે. છેલ્લા થોડા સમયમાં કંગનાનું નામ દરેક લિસ્ટમાં ટોપમાં જોવા મળી રહ્યું છે, પછી તે એક્ટિંગની વાત હોય, એક્શન હોય, હોટ સિન હોય કે વિવાદો. કંગના ખૂબ સમજીને એવી જ ફિલ્મો કરી રહી છે, જેમાં તેનો લીડ રોલ હોય અને સાથે જ દરેક ફિલ્મ સાથે તે પોતાની ફી વધારતી જાય છે. હમણાં જ ખબર આવ્યા હતા કે, પોતાની આગલી ફિલ્મ કંગનાએ 11 કરોડમાં સાઇન કરી છે.

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

જાણીને નવાઇ લાગશે પરંતુ કરીના કપૂર ખાનની કમાણી છે 9 કરોડ. કરીના કપૂરને ચર્ચામાં રહેતાં અને પોતાનું સ્ટારડમ જાળવતા આવડે છે. પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન પણ કરીના ખૂબ એક્ટિવ હતી, તેણે ત્યારે પણ અનેક એડ ફિલ્મોમાં કામ કર્યું હતું. બાળકના જન્મ બાદ પણ કરીના બહુ જલ્દી કામમાં વ્યસ્ત થઇ ગઇ હતી. કદાચ આ જ કારણ છે કે, નજીકના ભૂતકાળમાં કોઇ મોટી હિટ ફિલ્મ ન આપી હોવા છતાં પણ તે પોતાની ફી જાળવી શકી છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કોણે કહ્યું કે કેટરિનાના દિવસો પૂરા થઇ ગયા? ભલે વર્ષ 2016ની કેટરિનાની ફિલ્મો બોક્સઓફિસ પર પછડાઇ ગઇ હોય, પરંતુ તે આજે પણ એક ફિલ્મના 6થી 7 કરોડ ચાર્જ કરે છે. વર્ષ 2016માં કેટરિનાની ફિલ્મો ફ્લોપ ગઇ હોવા છતાં પોતાના બ્રેકઅપને કારણે તે ખૂબ ચર્ચામાં રહી હતી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ખૂબ ધીમી પરંતુ મક્કમ ગતિએ બોલિવૂડમાં પગ જમાવવમાં સફળ થઇ છે. અનુષ્કાની ફિલ્મો ચાલે કે ન ચાલે, તેની એક્ટિંગના અચુક વખાણ થાય છે અને આથી જ ફિલ્મ નિર્માતાઓ પણ તેને એક ફિલ્મના 5થી 6 કરોડ આપવા રાજી થઇ જાય છે. ગત વર્ષે અનુષ્કાની ફિલ્મો 'સુલતાન' અને 'એ દિલ હે મુશ્કિલ' સુપરહિટ રહી હતી.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા બોલિવૂડની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસના શ્રેણીમાં બહુ જલ્દી પહોંચી ગઇ છે. તેની ફિલ્મોની કમાણીનો ગ્રાફ ભલે એટલો સારો ન હોય, પરંતુ પોતાની એક્ટિંગ અને ટેલેન્ટ જોરે તે એક ફિલ્મના 4 કરોડ રૂપિયા ચાર્જ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ કરતાં વધુ ફિલ્મો કરી છે અને તેમાં તેના પર્ફોમન્સના વખાણ થયા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

કરણ જોહરની ફેવરિટ સ્ટૂડન્ટ આલિયા ભટ્ટ બોલિવૂડમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી છે. તેની ફિલ્મો બોક્સઓફિસ પર ખૂબ સારી કમાણી કરે છે અને આથી જ તે પણ એક ફિલ્મના 4થી 5 કરોડ ચાર્જ કરે છે. ફિલ્મ હાઇવે દ્વારા આલિયા બોલિવૂડમાં એક ટેલેન્ટેડ અને લોકપ્રિય અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ ચૂકી છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

બોલિવૂડની સૌથી ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક છે વિદ્યા બાલન. તે ખૂબ જ સિલેક્ટેડ ફિલ્મો કરે છે અને એક ફિલ્મના 4 કરોડ ચાર્જ કરે છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સઓફિસ પર ખાસ કમાણી કરી શકી નથી, આમ છતાં વુમન ઓરિએન્ટેડ ફિલ્મો બનાવતા ડાયરેક્ટર-પ્રોડ્યૂસરની પહેલી પસંદ વિદ્યા બાલન જ હોય છે.

સની લિયોન

સની લિયોન

જી હા, સની લિયોન પણ બોલિવૂડમાં કોઇ ટેલેન્ટેડ અભિનેત્રી જેટલી જ કમાણી કરે છે. તેના હાથમાં ભલે કોઇ મોટી ફિલ્મો ન હોય પરંતુ વિવિધ ફોટોશૂટ્સ, એડ ફિલ્મો અને આઇટમ નંબર દ્વારા તેણે બોલિવૂડમાં પોતાનું એક સ્થાન ચોક્કસ ઊભું કર્યું છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યાની આ બીજી ઇનિંગ છે, લગ્ન અને બાળક બાદ બોલિવૂડમાં કમબેકમાં ઐશ્વર્યાને ખાસ સફળતા હાથ નથી લાગી, આમ છતાં તેની કમાણી 3થી 4 કરોડ છે. ઐશ્વર્યાનું ફેન ફોલોઇંગ આજે પણ ઘણું મોટું છે. ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં ભલે ઐશ્વર્યાનો રોલ નાનો હતો, પરંતુ તે પડદા પર છવાઇ ગઇ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ અને સુંદરતાના ભરપૂર વખાણ થયા હતા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર એક ફિલ્મના 3 કરોડ ચાર્જ કરે છે અને સિવાય તેના હાથમાં અનેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના પ્રોજેક્ટ છે. શ્રદ્ધાએ આશિકી 2 સિવાય ખાસ કોઇ હિટ ફિલ્મ આપી નથી, પરંતુ તેની એક્ટિંગ નોંધપાત્ર હોય છે. શ્રદ્ધા પણ ખૂબ ચોકસાઇપૂર્વક અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરી રહી છે અને દરેક ફિલ્મમાં તે ઉલ્લેખનીય પર્ફોમન્સ આપે છે.

English summary
These are the highest paid actress of Bollywood.
Please Wait while comments are loading...