Interview : ‘એક બંગલા બને ન્યારા... પણ હું ધરતી પર રહીશ’

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 માર્ચ : રમણીય અને સુરમ્ય સ્થળો પર શૂટ કરાયેલ હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટના અભિનયના ચોતરફ વખાણ થઈ રહ્યાં છે. સૌ કોઈ આલિયાની ભારોભાર પ્રશંસા કરી રહ્યાં છે. આલિયાનું કહેવું છે કે તેમને વીરા તરીકે લોકોને પ્રભાવિત કરવાની આશા હતી, પણ ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત આ ફિલ્મે તેમને અપેક્ષા કરતાં વધુ વખાણ અપાવ્યાં. વૅલેંટાઇન ડેએ રિલીઝ થયેલી હાઈવે પ્રથમ ચાર દિવસોમાં જ 15 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી લીધી હતી.

આલિયા ભટ્ટ હાઈવેની સફળતા બાદ ખૂબ-ખૂબ ખુશ છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયાની હાઈવે બીજી જ ફિલ્મ હતી અને હવે તેમના કૅરિયરનો ગ્રાફ સતત ઉંચો જતો જાય છે. પહેલી જ ફિલ્મની સફળતા બાદ બીજી ફિલ્મ પણ શાનદાર રીતે સફળ થતાં આલિયાના કૅરિયરને ચાર ચાંદ લાગી ગયાં છે, તો તેમની ઝોળીમાં હાલમાં 2 સ્ટેટ્સ જેવી ફિલ્મ પણ છે કે જે ચેતન ભગતની નવલકથા પર આધારિત છે.

સફળતાની કેડીએ ચઢતાં આલિયા ભટ્ટ જોકે ગૌરવ તો અનુભવે છે, પણ તેઓ આસમાને નથી. આલિયા ભટ્ટ સાથેની આઈએએનએસની ખાસ વાતચીતનો જે સાર હતો, તે એ હતો કે આલિયા ભટ્ટ એક બંગલા બને ન્યારા... જેવું સ્વપ્ન તો જુએ છે, પણ તેઓ ધરતી પર જ રહેવાની વાત કરે છે. તેઓ કહે છે કે સફળતા બાદ પણ તેઓ જે આલિયા છે, તે જ આલિયા રહેશે, બદલાશે નહીં.

ચાલો તસવીરો સાથે જોઇએ આલિયા ભટ્ટ સાથે થયેલ વાતચીતના અંશો :

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

હાઈવે માટે જાવેદ અખ્તર જેવી હસ્તીએ આપની સરખામણી મધર ઇન્ડિયામાં નરગિસ તથા અર્થમાં શબાના આઝમી સાથે કરી છે. તેના વિશે શું કહેશો?

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

હું બહુ ખુશ છું. મેં હાઈવેમાં સાચે જ બહુ મહેનત કરી હતી. તેમ કહેવું ખોટું ગણાશે કે મને આશા નહોતી, પણ મારા આશાઓ કરતા વધુ ફળ મળ્યું છે. હાઈવે મારા માટે સાધારણ અનુભવ નથી.

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

પોતાની બીજી જ ફિલ્મ દ્વારા આપે તે સફળતા મેળવી છે કે જે અન્ય કલાકારો 10થી 15 ફિલ્મો બાદ પામે છે.

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

આ સાંભળવામાં સારૂં લાગે છે, પણ હજી મારે લાંબી મજલ કાપવાની છે. ઇમ્તિયાઝે મારા પાત્ર માટે બહુ કામ કર્યું છે.

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

શું આપે હાઈવેના રિવ્યૂઝ વાંચ્યાં છે?

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

નહીં, રિવ્યૂઝ નથી વાંચ્યાં, પણ ટ્વિટર પર બહુ કૉમેંટ્સ અને મૅસેજિસ વાંચ્યા છે. હું પ્રશંસા અને ટીકા બંને માટે તૈયાર છું. મેં હજી શરુઆત કરી છે. દરેક બાબતો બરાબર થવાની આશા ન કરી શકું.

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

ફિલ્મમાં આપે પોતાની લાગણીઓ ક્યાં અનુભવી?

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

મને નથી લાગતું કે તે લાગણીઓ મારી અંદર છે. તેનો શ્રેય ઇમ્તિયાઝ અલીને જાય છે. તેમણે મારી અંદર છુપાયેલી લાગણીઓ શોધવામાં મારી મદદ કરી. સ્કૂલના સમયમાં મારા ઘણા બધા મિત્રો હતાં, પણ હું એકલી જ રહેવાનું પસંદ કરતી હતી. હું કાયમ તે ખાલીપણુ અનુભવુ છું કે જે મારા પાત્રે અનુભવ્યું.

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

હાઈવેની સફળતા સાથે આપના પ્રત્યે વધેલી અપેક્ષાઓ કેવી રીતે પૂરી કરશો?

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

હું દરેક વખત આશાઓની કસોટી પાર કરવાનો પ્રયત્ન કરીશ. હું પોતાના દિગ્દર્શકોના દૃષ્ટિકોણે ચાલીશ અને પાત્રના દરેક પળને પોતાનું સો ટકા આપીશ.

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

જો નિષ્ફળ થયાં તો?

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

અનેક વાર હું નિષ્ફળ પણ થઇશ. હું તેની સાથે પણ ઠીક છું.

આલિયાને પ્રશ્ન

આલિયાને પ્રશ્ન

પ્રથમ ફિલ્મ બાદથી આપ પોતાનામાં કયો પરિવર્તન અનુભવો છો?

આલિયાનો જવાબ

આલિયાનો જવાબ

મને લાગે છે કે હું હંમેશા તે જ આલિયા રહીશ કે જેણે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે શરુઆત કરી હતી. હું દરેક સારી ભૂમિકા કરવા માંગુ છું અને કદાચ ટોચની અભિનેત્રી બનીશ. પોતાનું ઘર ખરીદીશ, પણ મારી અંદરનો માણસ હંમેશા એવો જ રહેશે. હું નથી ઇચ્છતી કે લોકો એમ કહે કે હું સફળતા પામવાથી બદલાઈ ગઈ.

English summary
Alia Bhatt, who was like a breath of fresh air in "Highway", shot in picturesque locations across the country, says she hoped to make an impact as Veera, but the unprecedented praise for Imtiaz Ali directed road movie has surpassed her expectations.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.