ઋતિક-કંગનાનો કેસ ખતમ.. આ છે ચૂકાદો

Subscribe to Oneindia News

કંગના રનોટ અને ઋતિક રોશન વચ્ચેની કાનૂની લડાઇ આખરે ખતમ થઇ ગઇ છે. પોલિસનું કહેવુ છે કે ઋતિક રોશનના ઇમેલ આઇડીનું સર્વર યુએસનું છે માટે આ ઇમેલ આઇડીની તપાસ થઇ શકી નથી. આ જ કારણે કેસ જ બંધ કરવો પડ્યો.

પોલિસે જણાવ્યુ કે તે ઇમેલ આઇડી કોણ વાપરતુ હતુ તે જાણવુ મુશ્કેલ છે. તમને જણાવી દઇએ કે કંગનાએ કહ્યું હતુ કે તે અને ઋતિક રિલેશનમાં હતા અને ઋતિક કંગનાને ઇમેલ પણ કરતો હતો. ત્યારબાદ ઋતિકે સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ દાખલ કરી હતી કે કોઇ મારા નામે કંગનાને મેલ્સ મોકલી રહ્યુ હતુ.

કંગનાનું કહેવુ છે

કંગનાનું કહેવુ છે

વળી આ તરફ કંગનાનું હજુ પણ કહેવુ છે કે ઋતિક જ તેની સાથે વાત કરતા હતા અને તેમના દ્વારા લગાવાયેલા તમામ આરોપ ખોટા છે.

આરોપોનું ખંડન

આરોપોનું ખંડન

ઋતિકે આ આરોપોનું ખંડન કરતા કહ્યુ કે આ બધુ આટલા મોટા સ્કેંડલમાં તબદીલ થવા પહેલા સુધી આ એક્ટ્રેસે પહેલા ક્યારેય આ ઇમેલનો ઉલ્લેખ કર્યો નહિ.

કંગનાને પ્રપોઝ

કંગનાને પ્રપોઝ

કંગના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવુ હતુ કે ઋતિક કંગનાને પ્રપોઝ કરવા માટે પેરિસ પણ ગયા હતા.

‘આશિકી 3' માંથી કંગનાની બાદબાકી

‘આશિકી 3' માંથી કંગનાની બાદબાકી

વાસ્તવમાં થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ‘આશિકી 3' માંથી ઋતિકના કહેવા પર જ કંગનાને કાઢવામાં આવી હતી.

આશ્ચર્યજનક અફવાઓ

આશ્ચર્યજનક અફવાઓ

કંગનાએ આ અંગે કહ્યુ કે મને ઘણી આશ્ચર્યજનક અફવાઓ સાંભળવા મળી રહી છે. એક નાસમજ પણ કહી શકે કે આ અફવાઓ ક્યાંથી આવી રહી છે.

ઇમેલ્સ

ઇમેલ્સ

આ ઇમેલ્સ hroshan@ email.com વાળા આઇડી પરથી મોકલવામાં આવ્યા હતા.

કોઇ આઇડી નથી

કોઇ આઇડી નથી

આ મેલ આઇડી અંગે ઋતિકે કહ્યું હતુ કે આ નામનું તેનુ કોઇ આઇડી નથી.

English summary
Hrithik Roshan and Kangana Ranaut Legal battle end.
Please Wait while comments are loading...