For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : વિક્રમની અંદર બાળપણથી છે હૉરરનું હુનર!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 સપ્ટેમ્બર : ભટ્ટ કૅમ્પના ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ હૉરર ફિલ્મો માટે જાણીતા છે. તેઓએ અનેક હૉરર ફિલ્મો આપી છે અને કદાચ ભવિષ્યમાં પણ અનેક ફિલ્મો આપશે. હકીકતમાં હૉરરનું આ હુનર તેમની અંદર બાળપણથી જ સમાયેલું છે. તેઓ કહે છે કે લોકોને ભયભીત કરવાની લાયકાત તેમની અંદર બાળપણથી જ છે. તેઓ અનેક બિહામણી એટલે કે હૉરર ફિલ્મો સાથે જોડાયેલા રહ્યાં છે.

વિક્રમ ભટ્ટ હવે લોકોને ડરાવવા માટે લઈને આવી રહ્યાં છે હૉરર સ્ટોરી. તેઓ આજકાલ પોતાની આ આવનાર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ કહે છે કે બાળપણમાં જ હું હૉરર વાર્તાઓ વાંચતો હતો અને જ્યારે મારા મિત્રો તથા ભાઈ-બહેનો મારા ઘરે આવતાં, તો હું તેમને ભૂતોની વાર્તા કહી સંભળાવતો. મારી અંદર હંમેશાથી, બલ્કે બાળપણથી જ લોકોને ડરાવવાની લાયકાત છે, પરંતુ બાળપણમાં મને ક્યારેય તેનો ઉપયોગ કરવાની તક નહીં મળી.

વિક્રમ ભટ્ટ આ નવી ફિલ્મ હૉરર સ્ટોરીનું દિગ્દર્શન અયુષ રૈનાએ કર્યું છે. અયુષ આ અગાઉ લઘુ ફિલ્મ બૉમ્બે હાઈનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. હૉરર સ્ટોરી ફિલ્મની વાર્તા સાત યુવાનોની આસપાસ ફરે છે કે જેઓ શહેરની વચ્ચોવચ્ચ આવેલી એક ભુતાવળ હોટેલમાં રાત પસાર કરવાનો પડકાર સ્વીકારી લે છે. ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રા હૉરર સ્ટોરી સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી રહ્યાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રવીશ દેસાઈ, હસન ઝૈદી, નિશાંત મલકાન, શીતલ સિંહ, અપર્ણા બાજપાઈ, રાધિકા મેનન તથા નંદિની વૈદનો સમાવેશ થાય છે. ફિલ્મ 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વિક્રમ ભટ્ટ વધુમાં શું કહે છે :

પ્રમોશનમાં વ્યસ્ત

પ્રમોશનમાં વ્યસ્ત

વિક્રમ ભટ્ટ આ શુક્રવારે રિલીઝ થનારી તેમની ફિલ્મ હૉરર સ્ટોરીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

કરણ કુન્દ્રાની પ્રથમ ફિલ્મ

કરણ કુન્દ્રાની પ્રથમ ફિલ્મ

ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રા હૉરર સ્ટોરી સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી રહ્યાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રવીશ દેસાઈ, હસન ઝૈદી, નિશાંત મલકાન, શીતલ સિંહ, અપર્ણા બાજપાઈ, રાધિકા મેનન તથા નંદિની વૈદનો સમાવેશ થાય છે. ફિલ્મ 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

એક રાતની વાર્તા

એક રાતની વાર્તા

ફિલ્મના પ્રમોશન દરમિયાન વિક્રમે જણાવ્યું - દરેક ફિલ્મની એક ખાસિયત હોય છે. હૉરર સ્ટોરીની ખાસિયત છે ભય. આ ફિલ્મ એક રાતની વાર્તા છે અને ખૂબ જ બિહામણી છે.

ગીતો નથી

ગીતો નથી

વિક્રમે જણાવ્યું - હૉરર સ્ટોરી ફિલ્મમાં ગીતો નથી. ફિલ્મની વાર્તા સાત યુવાનોની આસપાસ ફરે છે કે જેઓ શહેરની વચ્ચોવચ્ચ આવેલી એક ભુતાવળ હોટેલમાં રાત પસાર કરવાનો પડકાર સ્વીકારી લે છે. આ યુવાનોને નથી ખબર કે આ રાત તેમના જીવનની સૌથી ભયાનક અથવા એમ કહો કે છેલ્લી રાત સાબિત થશે. આ સાથે જ શરૂ થાય છે ભય અને રોમાંચનો સિલસિલો કે જેના માટે વિક્રમ ભટ્ટ જાણીતા છે.

હૉરરનું હુનર

હૉરરનું હુનર

વિક્રમ ભટ્ટ પાસે બાળપણથી જ હૉરરનું હુનર છે અને બૉલીવુડમાં તેમણે રાઝ સિરીઝ, ઉપરાંત 1920 એવિલ રિટર્ન્સ અને હૉન્ટેડ જેવી હૉરર ફિલ્મો આપી છે.

English summary
Filmmaker Vikram Bhatt, who has been associated with many horror films in the past, says he always had the ability to scare people ever since he was a child.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X