For Quick Alerts
For Daily Alerts
જૅકપૉટને સેંસરશિપની જરૂર નથી : સન્ની લિયોન
મુંબઈ, 25 નવેમ્બર : સેંસર બોર્ડે ફિલ્મ જૅકપૉટના એક્જૅક્ટ્લી ગીત ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે. જોકે ભારતીય મૂળના કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોને જણાવ્યું કે આ એક પારિવારિક ફિલ્મ છે અને તેને સેંસરશિપની જરૂર નથી.
32 વર્ષીય અભિનેત્રીએ જૅકપૉટ ફિલ્મમાં કેટલાંક બોલ્ડ દૃશ્ય આપ્યા છે. તેણે જણાવ્યું કે એ જોવું સેંસર બોર્ડનું કામ છે કે પુખ્તો માટે શું જોવુ યોગ્ય છે ને શું નહીં. સન્ની લિયોને જણાવ્યું - જૅકપૉટ એ શ્રેણીની ફિલ્મ નથી. તેથી તેમને ફિલ્મના વિષય અંગે ગંભીર થવું પડશે.
શનિવારે જૅકપૉટ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે સન્ની લિયોન સાથે દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદ પણ હાજર હતાં. જાવેદ જાફરી પર શૂટ કરાયેલ એગ્જૅક્ટ્લી ગીત સામે સેંસર બોર્ડના પ્રતિબંધથી કૈઝાદ બેચેન છે. તેમનું કહેવું છે - મને સમજાતુ નથી કે આ ગીત ઉપર કેમ બૅન મુકાયું. આ એક હાસ્ય ગીત છે. તેમાં કોઈની સામે આક્ષેપ નથી મૂકાયો. આ આખા દેશ વિશે છે. ફિલ્મના હીરો અને નિર્માતા સચિન જોશીએ જણાવ્યું - મને લાગે છે કે કોઇકે મારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ પણ છે અને તે 13મી ડિસેમ્બરે રિલીઝ થશે.