For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે ક્યાંય ન જઈ શકો જગજીત સિંહ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 ઑક્ટોબર : ગઝલ સમ્રાટ જગજીત સિંહના અવસાનને એક વર્ષ પૂર્ણ થઈ ગયું. આજના જ દિવસે તેમણે જીવનનો સાથ છોડ્યો હતો અને વગર કઈં કહ્યે... સૌથી બહુ દૂર જતા રહ્યાં, જ્યાંથી તેઓ ક્યારેય પાછા નથી આવી શકતાં. પરંતુ કહે છે ને કે માણસ મરે છે, અવાજ નથી મરતો. બસ એવી જ રીતે જગજીત સિંહ પણ આપણી વચ્ચે પોતાના મખમલી અવાજ વડે કાયમ મોજૂદ રહેશે.

Jagjit Singh

ગઝલ ગાયિકીને એક મુકમ્મલ મુકામ આપનાર જગજીત સિંહે ગત વર્ષે મુંબઈના લીલાવતી હૉસ્પિટલમાં 70 વર્ષની વયે છેલ્લાં શ્વાસ લીધા હતાં. ત્યાં તેઓ બે સપ્તાહથી બ્રેન હેમરેજને કારણે દાખલ હતાં.

8મી ફેબ્રુઆરી, 1941ના રોજ રાજસ્થાનના ગંગાનગર ખાતે જન્મેલ જગજીત સિંહ ગાયિકીના સરતાજ કહેવાય છે. તેમણે ગઝલને નવો આયામ આપ્યો.

કરોડો શ્રોતાઓને પગલે જગજીત સાહેબ થોડાંક જ દશકાઓમાં જગને જીતનાર જગજીત બની ગયાં. શરુઆતી શિક્ષણ ગંગાનગરની ખાલસા સ્કૂલમાં થયું અને પછી વધુ અ્યાસ માટે જલંધર આવી ગયાં. ડીએવી કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી લીધી અને પછી કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમને પ્રથમ બ્રેક ગુજરાતી ફિલ્મ માટે મળ્યું. પરંતુ પછી સંગીતના ઝનુને તેમને માયાનગરી મુંબઈ પહોંચાડ્યાં કે જ્યાં તેમણે પોતાના સુરો દ્વારા એવી ઇબાદત લખી કે જેને ભુંસવું અશક્ય છે. પોતાના અવાજ દ્વારા લોકો વચ્ચે ઓળખ સ્થાપિત કરનાર જગજીતે 1969માં જાણીતાં ગાયિકા ચિત્રા સાથે પ્રેમલગ્ન કર્યાં.

અર્થ, પ્રેમગીતા, લીલા, સરફરોશ, તુમ બિન, વીર ઝારા જેવી ફિલ્મોએ તેમને હિન્દી સિનેમા જગતમાં ટોચે પહોંચાડ્યાં, પરંતુ પોતાના સ્ટેજ શો દ્વારા તેમણે ઉર્દૂથી ભરેલી ગઝલો સામાન્ય માણસનો અવાજ બનાવી.

ફિલ્મી સિતારાઓ જ નહિં, બલ્કે અટલ બિહારી બાજપાઈ જેવા કવિની રચના ગાઈ જગજીતે સાબિત કર્યું કે એવું નથી કે તેઓ માત્ર ગીતકારોના ગીતો જ ગાઈ શકે છે. પંજાબી, બંગાળી, ગુજરાતી, હિન્દી અને નેપાળી ભાષાઓમાં ગીતો ગાનાર જગજીતને પદ્મશ્રી તેમજ પદ્મવિભૂષણ વડે નવાજવામાં આવ્યાં છે.

પોતાના યુવાન પુત્રને એક અકસ્માતમાં ગુમાવવાનો આઘાત તેમની ગઝલો અને રચનાઓમાં સામાન્ય રીતે સંભળાતો હતો. કદાચ તેથી જ આજે પણ તેમની ગઝલોમાં પેલો દર્દ સામાન્યતઃ છલકાય છે કે જે શ્રોતાઓના દુખો ઓછાં કરી દે છે.

નીંદ ભી દેખી... ખ્વાબ ભી દેખા... કોઈ નહીં હૈ ઐસા... વાસ્તવમાં જગજીત સિંહ જેવો કોઈ નહોતો, ના છે અને હશે પણ નહિં. સંગીતના ઉપાસક, ગઝલના પુજારી અને સુરોના સરતાજ જગજતી સિંહના આત્માની શાંતિ માટે વનઇન્ડિયા પરિવાર પણ પ્રાર્થના કરે છે. હકીકતમાં આજે તેમના અંદાજે જ સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે અને કહી રહ્યો છે...

તુમ ચલે જાઓ તો સોચેંગે
હમને ક્યા ખોયા હમને ક્યા પાયા
હમ જિસે ગુનગુના નહીં સકતે
વક્ત ને ઐસા ગીત ક્યોં ગાયા...

જગજીત સિંહની કઈ ગઝલને આપને સૌથી વધુ પ્રિય છે... કૉમેન્ટ બૉક્સમાં લખી જરૂર જણાવો.

English summary
Ghazal maestro Jagjit Singh's first death anniversary Today. Jagjit Singh, born Jagmohan Singh, was a prominent Indian Ghazal singer, songwriter and musician.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X