For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાળકે એકેડેમી ઍવૉર્ડનો બહિષ્કાર કરતાં માલા સિન્હા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 મે : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી માલા સિન્હાએ દાદાસાહેબ ફાળકે એકેડેમી પુરસ્કારનો બહિષ્કાર કર્યો છે. માલાએ જણાવ્યું - મેં ફાળકે પુરસ્કારનો અસ્વીકાર કર્યો છે. તેઓ અશિષ્ટતા અને મારૂં અપમાન કરી રહ્યાં છે.

malasinha

ફાળકે એકેડેમી પુરસ્કારથી નવાજનાર સમિતિથી નારાજ માલાએ જણાવ્યું - તેમણે આમંત્રણ પત્ર ઉપર મારા નામ સુદ્ધાનો ઉલ્લેખ કર્યો નથી. સમિતિના પ્રમુખ અને સભ્યો પુરસ્કાર ગ્રહણ કરવા માટે આગ્રહ કરવા જ્યારે મારા ઘરે આવ્યા, તો હું પુરસ્કાર સ્વીકારવા અંગે ખૂબ ખુશ હતી, પરંતુ જ્યારે આમંત્રણ પત્ર ઉપર નજર પડી, તો હું દંગ રહી ગઈ. આશા ભોસલે અને પામેલા ચોપરાના નામો હતાં. આ અપમાનજનક છે. આ રીતે અપમાન કરવા કરતાં તેઓ સીધો તમાચો મારી દેત, તો સારૂં રહેત.

માલા સિન્હાએ જણાવ્યું - તેમણે એક માસ અગાઉ માને પુરસ્કાર અંગે માહિતગાર કર્યા હતાં. હું હાલ બહુ ઓછું બહાર નિકળુ છું, છતાં હું સંમત થઈ. તેમણે એક નાનકડા રેસ્ટોરેંટમાં પ્રેસ કૉન્ફરંસ કરી. તેમાં પુરસ્કાર વિજેતાઓ કોઈ આવ્યા નહીં, પણ હું આવી. પરંતુ નિમંત્રણ પત્રમાં મારૂં નામ ન ઉમેરી તેઓએ મારૂં અપમાન કર્યું.

English summary
Legendary actress Mala Sinha, who not only wowed Indian viewers but also impressed Hollywood so much that they offered her roles in the 1960s, is upset with the committee that has just bestowed the Dadasaheb Phalke Academy Award upon her. The award function was April 30.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X