#Uncensored બતાવવામાં આવી ફિલ્મ,આપત્તિજનક સિન સાથે

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં સેન્સર બોર્ડ એટલા માટે હોય છે કે, સિનેમેટિક છૂટછાટના નામે આપત્તિજનક સામગ્રી દર્શકો સુધી ન પહોંચી જાય. આમ છતાં, ક્યારેક ચૂક થઇ જાય છે. સેન્સર બોર્ડ સામે ઘણા ડાયરેક્ટર-પ્રોડ્યૂસરને ફરિયાદો રહે છે. ઘણીવાર સેન્સર બોર્ડની કાતર તેમના ફિલ્મના મહત્વપૂર્ણ સિન્સ પર ફરી વળે છે.

આવી જ એક ચૂક કે પછી કદાચ વિદ્રોહ પણ હોય, તેનો કિસ્સો સામે આવ્યો છે. મંટોસ્તાન નામની ફિલ્મ એક થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે. વર્લ્ડ સિનેમા ફેસ્ટિવલમાં આ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા, પરંતુ ભારતમાં આ ફિલ્મ હજુ સેન્સર બોર્ડે પાસ નથી કરી. વળી ફિલ્મની રિલીઝ ડેટ છે, 5 મે.

આવા અનેક કિસ્સાઓ છે, જ્યાં ઘણીવાર સેન્સર બોર્ડ કે સરકાર ચૂકી ગઇ છે અને ઘણીવાર ડાયરેક્ટર્સે વિદ્રોહ કર્યો છે. જેના કારણે આપત્તિજનક સામગ્રી ટીવી એડ્સ કે ફિલ્મોમાં પીરસાતી રહે છે.

મંટોસ્તાન

મંટોસ્તાન

ફન સિનેમામાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. સેન્સર સર્ટિફિકેટ વગર આ ફિલ્મ રિલીઝ કઇ રીતે થઇ એ સવાલ છે. મંટોસ્તાન ફિલ્મ એ ભારત-પાકિસ્તાનના વિભાજન પર લખાયેલી મંટોની ચાર વાર્તાઓ પર આધારિત છે. આ વાતની જાણ સેન્સર બોર્ડને થતાં હોબાળો થયો, પરંતુ એ પહેલાં અનેક લોકો આ ફિલ્મ જોઇ ચૂક્યા હતા. સિનેમાહોલ અને પ્રોડ્યૂસર પર કેસ કરવામાં આવ્યો છે.

સની લિયોન

સની લિયોન

સની લિયોનના નિવેદનો, ફિલ્મો, ફિલ્મના સિન અને આઇટમ સોન્ગ તથા તસવીરો ઘણીવાર વધુ પડતી બોલ્ડ હોય છે. કેટલીક વાર સેન્સર બોર્ડ કે સરકાર એક્ટિવ થઇ તેની પર બેન લગાવે છે, તો કેટલીક વાર માત્ર આંશિક બેન લગાવવામાં આવે છે અને કેટલીક વાર વાત આમ જ ભૂલાઇ જાય છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના કૈફની સ્લાઇસની આ એડ માટે પણ આપત્તિજનક ટેગલાઇન 'આમસૂત્ર'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા સમય સુધી કોઇ રોક-ટોક કે વિરોધ વિના આ એડ ટીવી પર જોવા મળતી હતી

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખની ફ્રૂટીની આ એડમાં Suck ittaaa...Lick ittaa... જેવા શબ્દોના ઉપયોગ થયો હતો, તે પણ આપત્તિજનક કહી શકાય. ફ્રુટી જેવું પીણું જે ખાસ કરીને નાના કે કિશોરાવસ્થાના બાળકો પીતા હોય છે, તેની એડમાં આવા શબ્દોનો ઉપયોગ કેટલા અંશે યોગ્ય છે?

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા અને ડીનો મોરિયાની આ એડ પણ ખૂબ મોડી બેન કરવામાં આવી હતી. આ એડ બેન થઇ ત્યાં સુધીમાં અનેક લોકો આ જોઇ ચૂક્યાં હતા, વાંચી ચૂક્યા હતા અને ડાઉનલોડ પણ કરી ચૂક્યા હતા.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

આ કારસ્તાન માટે અક્ષય અને ટ્વીંકલ પર કેસ કરવામાં આવ્યો હતો, તેમણે દંડ પણ ભર્યો હતો. આમ છતાં, આ એક પબ્લિસિટી સ્ટંટ હતો, જેનો ફાયદો તો તેમને મળ્યો જ.

અરબાઝ-મલાઇકા

અરબાઝ-મલાઇકા

અરબાઝ અને મલાઇકાની આ કોફી એડ પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ એડ કોઇ ભૂલી શકે એમ નથી.

કંગના રનૌત

કંગના રનૌત

કંગનાએ લિવાઇસની એડ કંઇક આ રીતે કરી હતી. આ એડ અંગેનો કોઇ વિવાદ ક્યારેય ધ્યાનમાં આવ્યો નથી.

તૃષાર કપૂર

તૃષાર કપૂર

જ્હોન અને તૃષારના આ સિન તો બોલિવૂડ ફિલ્મોના જ છે. જે ખૂબ આરામથી દર્શકોએ થિયેટરમાં માણ્યા હતા. જ્હોનના તો માટે ખૂબ વખાણ પણ થયા હતા.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીરની આ કોન્ડોમની એડ પણ સૌને યાદ જ હશે. અનેક લોકો આ એડ જોઇ ચૂક્યાં બાદ તે બેન થઇ હતી.

અહીં વાંચો

અહીં વાંચો

આ એડ માટેસનીને 10 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો થશે આંદોલન

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ)ની મહિલા વિંગે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને તેની કોન્ડોમ બ્રાન્ડનો પ્રચાર કરતી જાહેરાત અંગે માત્ર 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

English summary
Mantostaan screened without censor certificate with Nude scenes.
Please Wait while comments are loading...