કરીના-વિદ્યા હવે સતી-સાવિત્રી, નહીં કરે બોલ્ડ સીન !
મુંબઈ, 24 ડિસેમ્બર : હવે નહીં કરીના કપૂર હલકટ જવાની કહે અને નહીં વિદ્યા બાલન ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં કરે. હા જી. હવે બંને અભિનેત્રીઓ બોલ્ડ રોલમાં નજરે નહીં પડે. વિદ્યા અને કરીના બંને અભિનેત્રીઓએ હવે ફિલ્મોમાં ગરમાગરમ દૃશ્યો આપવામાંથી તોબા કરી લીધી છે. સમાચાર મળે છે કે તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ બેગમ સમરૂમાં બંનેએ જ કામ કરવાનો ઇનકાર કરી દીધો છે, કારણ કે ફિલ્મની વાર્તા એક ડાંસરની લાઇફ ઉપર ધારારિત છે. તેના માટે અભિનેત્રીએ અનેક હૉટ શૉટ્સ આપવા પડે એમ છે.
પરંતુ આપને જણાવી દઇએ કે ભલે કરીનાએ રોલની હૉટનેસના કારણે તિગ્માંશુને ઇનકાર કર્યો હોય, પરંતુ તેમણે સલમાન ખાનની તાજેતરમાં જ રિલીઝ થયેલ દબંગ 2 ફિલ્મમાં હૉટ આયટમ સૉંગ કર્યું છે, તો સાંભળવામાં આવ્યું છે કે પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં પણ તેમનો ખૂબ હૉટ રોલ છે. બીજી વિદ્યા તો બોલ્ડ પાત્રો માટે જ પ્રખ્યાત છે. તેઓ પણ ઇમરાન ખાન સાથે હૉટ કૉમેડી ફિલ્મ ઘનચક્કરમાં નજરે પડનાર છે.
નોંધનીય છે કે બેગમ મસરૂ એક કાશ્મીરી ડાંસર હતાં કે જે ખૂબ જ સુંર હતાં. તેમણે પોતાની કાતિલ અદાઓથી એક અંગ્રેજને મોહી લીધા હતાં અને પછી તેની પત્ની બની મેરઠ નજીક આવેલ સરધનાના મહારાણી બની બેઠા હતાં. આ વાર્તા બેગમ સમરૂ નવલકથા પર આધારિત છે.
જોકે લગ્ન બાદ કરીના કપૂરે એવી બીજી ફિલ્મ છે કે જેના માટે તેમણે ઇનકાર કર્યો છે. આ અગાઉ તેઓ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલાને ઇનકાર કરી ચુક્યા હતાં. કરીના ફિલ્મની નો પ્રેગ્નેનેંસી ક્લાઉઝના કારણે સંમત નહોતાં, તો કરીના આ વખતે નવા વર્ષે ફાઇવ સ્ટાર હોટેલોમાં નાચશે પણ નહીં. તેમણે આઠ કરોડની ઑફર ઠુકરાવી દીધી છે. કહે છે કે સૈફ અલી ખાનના ઘરના લોકોના કારણે કરીના એમ કરી રહ્યાં છે.
કરીના કપૂરે આ વર્ષે સૈફ અલી ખાન અને વિદ્યા બાલને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યાં છે.