ઇલિયાનાની લેટેસ્ટ તસવીરો છે અત્યંત બોલ્ડ અને ક્લાસી!!

Written By:
Subscribe to Oneindia News

હોટ બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી'ક્રૂઝ થોડા દિવસ પહેલા જ વેકેશન માણવા ફિજી પહોંચી હતી. તેણે પોતાના વેકેશનના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા અને તેના નવા લૂકના ખૂબ વખાણ તયા હતા. ઇલિયાના પોતાના હોટ લૂક્સ અને સ્ટ્રોંગ ઓપિનિયન માટે ખૂબ પ્રખ્યાત છે. ઇલિયાનાના સુંદર ફોટોઝ અને તેની લાઇફની ચટપટી વાતો અંગે જાણો અહીં...

ફિજીમાં ઇલિયાના

ફિજીમાં ઇલિયાના

ફિજીમાં ઇલિયાના એનિમલ પ્રિન્ટના સુંદર સ્વિમસુટમાં ફરતી જોવા મળી હતી. તેણે જ આ ફોટોઝ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. આ બોલ્ડ આઉટફિટ ઇલિયાનાએ ખૂબ ક્લાસી રીતે કેરી કર્યો હતો. ઇલિયાનાની ડ્રેસિંગ સેન્સ ખરેખર લાજવાબ છે.

મુબારકાં

મુબારકાં

ઇલિયાના ડી'ક્રૂઝ છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ 'રૂસ્તમ'માં જોવા મળી હતી. હવે તે અર્જુન કપૂર સામે 'મુબારકાં'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને આથિયા શેટ્ટી પર મુખ્ય રોલમાં છે. 'મુબારકાં' 28 જુલાઇની રોજ રિલીઝ થનાર છે.

ઇલિયાના અને એન્ડ્રૂ

ઇલિયાના અને એન્ડ્રૂ

ઇલિયાનાના બોયફ્રેન્ડનું નામ છે એન્ડ્રૂ અને તે ખૂબ સારો ફોટોગ્રાફર છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ ઇલિયાનાના સુંદર ફોટોઝથી ઉભરાય છે. ઇલિયાના પોતે પણ એ વાત સ્વીકારે છે કે, અન્ડ્રૂ સિવાય કોઇ તેને વધારે સારી રીતે કેમેરામાં કેપ્ચર નહીં કરી શકે.

બાથટબમાં ફોટો

બાથટબમાં ફોટો

આ વર્ષની શરૂઆતમાં ઇલિયાનાએ એક અત્યંત બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેને કારણે તે ખૂબ ચર્ચામાં આવી હતી. ઇલિયાનાએ બાથટબમાં સૂતો આ ફોટો પોસ્ટ કર્યો હતો, જે તેના બોયફ્રેન્ડ એન્ડ્રૂએ જ ક્લિક કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્શન સમયે ઇલિયાનાએ કહ્યું હતું કે, તે ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી. ઇલિયાના યુએસમાં એક મેગા કોન્સર્ટમાં પર્ફોમ કરવા પહોંચી હતી. આ સમયે જ તેણે ડોનાલ્ડ ટ્રંપ અંગે નિવેદન આપ્યું હતું.

હું પોતાની જાતને ફેર નથી ગણતી

હું પોતાની જાતને ફેર નથી ગણતી

થોડા સમય પહલાં જ અભય દેઓલે ફેરનેસ ક્રિમ પ્રમોટ કરતાં સ્ટાર્સને આમ ન કરવા જણાવ્યું હતું. એ પહેલાં જ ઇલિયાનાએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, હું મારી જાતને ગોરી નથી માનતી. ઘણી એવી એક્ટ્રિસિસ છે, જેનો સ્કિન ટોન ડસ્કી છે, પણ ખુબ સુંદર છે. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે, સ્કિન કલરને સુંદરતા સાથે કોઇ લેવાદેવા નથી.

હેલ્ધી એ જ સુંદર

હેલ્ધી એ જ સુંદર

તેણે આગળ કહ્યું હતું કે, મારા મતે જો તમે હેલ્ધી છો અને ખુશ છો, તો તમે સુંદર છો. આ કારણે જ હું તે એન્ડોર્સ કરું છું. ઇલિયાના એક ફેરનેસ ક્રિમની ઇવેન્ટ પર પહોંચી હતી, જ્યાં તેણે આ વાત જણાવી હતી.

બાદશાહો

બાદશાહો

હાલ ઇલિયાના 'મુબારકાં'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, સાથે જ તે અજય દેવગણની આગામી ફિલ્મ 'બાદશાહો'માં પણ જોવા મળનાર છે. ડાયરેક્ટર મિલન લુથરિયાની આ ફિલ્મમાં ઇલિયાના અને અજય ઉપરાંત ઇમરાન હાશ્મી, એશા ગુપ્તા અવે વિદ્યુત જામવાલ પણ છે. વર્ષ 1970માં જ્યારે દેશમાં ઇમરજન્સીની સ્થિતિ હતી, એ એરાની વાર્તા આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થનાર છે.

English summary
Hot actress Ileana D'cruz looks classy and bold in her latest pictures.
Please Wait while comments are loading...