
બૉડી નહીં, અભિનય માટે ઓળખાવા માંગે છે પૃથ્વીરાજ
મુંબઈ, 23 એપ્રિલ : ઐય્યા ફિલ્મ સાથે બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર દક્ષિણ ભારતીય સુપર સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન ઇચ્છે છે કે દર્શકો તેમની આવનાર ફિલ્મ ઔરંગઝેબમાં તેમના શરીર સૌષ્ઠવ નહીં, પણ તેમના અભિનય કૌશલ્યના વખાણ કરે.
પૃથ્વીરાજે જણાવ્યું - ઐય્યાની વિરુદ્ધ હું ઔરંગઝેબમાં પોતાના શારીરિક સૌષ્ઠવ ઉપર નિર્ભર નથી. ઔરંગઝેબમાં તેમનો રોલ કંઇક હટકે છે. મોટાભાગે લોકો મને કહે છે કે આપ સારા દેખાઓ છો કે આપની બૉડી સારી છે. તેની જગ્યાએ જો લોકો એમ કહેશે કે આપે સારૂં કામ કર્યું, તો મને ગમશે.
પૃથ્વીરાજ માને છે કે ઐય્યા ફિલ્મમાં તેમની ઘડાયેલું શરીર ચર્ચાના કેન્દ્રમાં હતું, પરંતુ તેઓ કહે છે કે ઔરંગઝેબ એક વાસ્તવિક ફિલ્મ છે. તેના તમામ પાત્રો વાસ્તવિક છે. તેમણે ફિલ્મમાં એક પોલીસ અધિકારીનો રોલ કર્યો છે. ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવાની છે.
નોંધનીય છે કે પૃથ્વીરાજે પ્રથમ બૉલીવુડ ફિલ્મ ઐય્યામાં કામ કર્યુ હતું કે જેમાં રાણી મુખર્જી તેમના અભિનેત્રી હતાં. આ ફિલ્મ ફ્લૉપ રહી હતી.