‘બળાત્કારને ઈજ્જત લૂંટવી, નાક કપાવુ સમજવામાં આવે છે, આ કેવો કાયદો છે?': ભડકી ઋચા ચડ્ઢા
ઋચા ચડ્ઢા બોલિવુડની એ સ્ટાર્સમાંથી છે જે પોતાનું મંતવ્ય બેબાક રીતે વ્યક્ત કરવા માટે જાણીતી છે. ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઋચાની પકડ મજબૂત રહી છે.
ઋચા ચડ્ઢા બોલિવુડની એ સ્ટાર્સમાંથી છે જે પોતાનું મંતવ્ય બેબાક રીતે વ્યક્ત કરવા માટે જાણીતી છે. ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઋચાની પકડ મજબૂત રહી છે. તમને જણાવી દઈએ કે ઋચાની આવનારી ફિલ્મ 'સેક્શન 375' એક મોટા સવાલ સાથે દર્શકો સામે આવવાની છે. આ ફિલ્મમાં જબરદસ્ત કોર્ટ રૂમ ડ્રામા અને દેશ, સમાજના કડવા સત્યોની ઝલક જોવા મળવાની છે. ઋચા અને અક્ષય ખન્ના આ ફિલ્મમાં વકીલની ભૂમિકા નિભાવવાના છે.

નારાજગી વ્યક્ત કરી
રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ ઋચા ચઢ્ઢાએ બળાત્કાર મામલે બનેલા કાયદા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે તેણે શું કહ્યુ છે...

સામાજિક કલંકના કારણે
ઋચા કહે છે કે કાયદો એવો છે કે મહિલાઓ પોતાના યૌન શોષણના કેસોની રિપોર્ટ કરી શકે. મારા મત મુજબ કાયદો એટલો જ મજબૂત કે નબળો હોય છે જેટલે તેમના હાજર સમાજ અને સરકારનો પક્ષ. બળાત્કારના કેસ ઘણી વાર સામાજિક કલંકના કારણે રિપોર્ટ કરવામાં નથી આવતા.

ઈજ્જત લૂંટાવી અને નાક કપાવુ
તે આ વાતને આગળ વધારતા વિસ્તારથી કહે છે કે બળાત્કારનું વર્ણન કરવા માટે ઈજ્જત લૂંટાવી અને નાક કપાવા જેવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યવસ્થાને આપણે ઠીક કરવી પડશે. ઘણા એંગલથી જોવુ પડશે.

નિર્ભયા કેસ બાદ
તેમણે પોતાની વાત રાખતા જણાવ્યુ કે સમાજને જાગૃત થવાની જરૂર છે. આશ્ચર્યજનક છે કે પોલિસ આ કેસમાં એફઆઈઆર ફાઈલ કરતી નથી. નિર્ભયા કેસમાં બળાત્કારના કાયદામાં સુધારો કરવામાં આવ્યો. પરંતુ તે બાદમાં કેટલો સફળ થયો એ જોવુ જોઈએ.

મી ટુ પર આ કહ્યુ
મી ટુના આરોપ પર ઋચાએ કહ્યુ કે મીડિયા પોતે જે આરોપી છે તેમની પ્રેસ કૉન્ફરન્સમાં જાય છે. પહેલા તો તમારે પોતાને જોવુ જોઈએ. મારા ખ્યાલથી જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આપણે આપણુ મંતવ્ય ન બનાવવુ જોઈએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
