રાગિણી એમએમએસ 2 રિક્શા પર, સન્ની ઉવાચ્ : દો મેં જ્યાદા મજા હૈ...!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 3 માર્ચ : બૉલીવુડ અભિનેત્રી સન્ની લિયોનની ત્રીજી બૉલીવુડ ફિલ્મ રાગિણી એમએમએસ 2 રિલીઝ માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે મહત્વાકાંક્ષી અભિનેત્રી હોવાના નાતે તેઓ એક જ ઇમેજમાં બંધાવામાં ડરતા નથી.

સન્ની લિયોને વર્ષ 2012માં જિસ્મ 2 ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ કર્યો હતો. તે પછી તેમની જૅકપૉટ ફિલ્મ રિલીઝ થઈ કે જે અપેક્ષાકૃત ઓછી સફળ રહી. હાલ સન્ની લિયોન પોતાની આગામી ફિલ્મ એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેના હેઠળ સન્નીએ મુંબઈમાં ઑટોરિક્શાઓ ઉપર ફિલ્મનું પ્રચાર કરતા પોસ્ટર્સ લગાવ્યાં અને તેમને રવાના કરી. આ પોસ્ટરમાં મહત્વની બાબત એ હતી કે તેમાં લખેલુ હતું - દો મેં જ્યાદા મજા હૈ. એનો મતલબ એમ થયો કે સન્ની લિયોન એ વાત સાબિત કરવા માંગે છે કે રાગિણી એમએમએસ કરતાં તેની સિક્વલ રાગિણી એમએમએસ 2માં વધુ મજા છે.

ચાલો તસવીરોમાં જોઇએ રાગિણી એમએમએસ 2નું રિક્શા માર્ફત પ્રમોશન :

નવી યુક્તિ

નવી યુક્તિ

સન્ની લિયોને પોતાની ફિલ્મ રાગિણી એમએમએસ 2ના પ્રમોશન માટે નવી યુક્તિ અજમાવી છે.

રિક્શા માર્ફત પ્રમોશન

રિક્શા માર્ફત પ્રમોશન

સન્ની લિયોને ફિલ્મ રાગિણી એમએમએસ 2ના પ્રમોશનમાં રિક્શાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે રિક્શામાં ફિલ્મના પોસ્ટર્સ લગાવી તે રિક્શાઓને ફ્લૅગ ઑફ કર્યુ હતું.

દો મેં જ્યાદા મજા હૈ...

દો મેં જ્યાદા મજા હૈ...

આ પોસ્ટરમાં મહત્વની બાબત એ હતી કે તેમાં લખેલુ હતું - દો મેં જ્યાદા મજા હૈ. એનો મતલબ એમ થયો કે સન્ની લિયોન એ વાત સાબિત કરવા માંગે છે કે રાગિણી એમએમએસ કરતાં તેની સિક્વલ રાગિણી એમએમએસ 2માં વધુ મજા છે.

ઇમેજ બંધાવાથી ડરતી નથી

ઇમેજ બંધાવાથી ડરતી નથી

સન્ની લિયોને આ પ્રસંગે જણાવ્યું - રાગિણી એમએમએસ 2 ત્રીજી ફિલ્મ છે અને હું છબીમાં બંધવા જેવી બાબતથી અજાણ છું. સન્નીએ જણાવ્યું - જો મારી છબી એક સરખી ફિલ્મો કરનાર અભિનેત્રીની બને, તો હું શું કરું? હું તેને બદલી નથી શકતી.

મહત્વાકાંક્ષી કલાકાર છું

મહત્વાકાંક્ષી કલાકાર છું

તેમણે જણાવ્યું - હું એક મહત્વાકાંક્ષી કલાકાર છું અને તેથી જ હું તે બધુ કે કંઈ પણ કરવા માંગુ છું કે જે એક અભિનેત્રી તરીકે રૂપના નિખારમાં મારી મદદ કરી શકે.

21મીએ રિલીઝ

21મીએ રિલીઝ

રાગિણી એમએમએસ 2 ફિલ્મ આગામી 21મી માર્ચે રિલીઝ થવાની છે. રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત દિવ્યા દત્તા, પરવીન ડબાસ તથા સંધ્યા મૃદુલ પણ છે.

English summary
Actress Sunny Leone, who is set for the release of her third Bollywood film "Ragini MMS 2", says being an 'aspiring actress' she is not afraid of getting typecast, provided she gets a good scripts and directors.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.