Toxic: યશનો જોવા મળ્યો હિંસક અવતાર, રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, કેવું છે 'ટોક્સિક'નું ટીઝર?
Toxic Teaser: કન્નડ સુપરસ્ટાર Yashની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'Toxic: A Fairy Tale for Grown Ups' નું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. દિગ્દર્શક ગીતુ મોહનદાસની આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગેંગસ્ટર ડ્રામા પર આધારિત આ વાર્તા ગોવાની ચમકતી પણ ખતરનાક દુનિયાને સામે લાવે છે, જ્યાં ડ્રગ્સ, સત્તા અને વિશ્વાસઘાતની રમત ચાલે છે.

ટીઝરની શરૂઆત એક કડક ચેતવણીભર્યા સંવાદથી થાય છે, જે આગામી ટકરાવનો સંકેત આપે છે. ત્યારબાદ યશનો દમદાર અંદાજ જોવા મળે છે. એક દ્રશ્યમાં તે જકુઝીમાં બેઠેલા દેખાય છે અને આત્મવિશ્વાસ સાથે કહે છે કે, "રમત ત્યારે જ પૂરી થશે જ્યારે હું ઈચ્છીશ." ટીઝરમાં કેસિનો, લોહીની નદીઓ અને હિંસાના તીવ્ર દ્રશ્યો છે, જે ફિલ્મની ઊંડી અને ડાર્ક ટોનને ઉજાગર કરે છે. અંતિમ ક્ષણોમાં તેનો પ્રભાવશાળી ડાયલોગ ફિલ્મના ભાવનાત્મક પાસાની ઝલક આપે છે.
વાર્તા એક એવા નાયક (પ્રોટાગોનિસ્ટ) ની આસપાસ ફરે છે, જે કોઈ વારસા પર નહીં પરંતુ પોતાની ઈચ્છાશક્તિ અને રણનીતિના દમ પર સામ્રાજ્ય ઊભું કરે છે. ગોવાના શાંત દરિયા કિનારા પાછળ ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સત્તા સંઘર્ષ આ ફિલ્મની પૃષ્ઠભૂમિ બને છે. એક્શનની સાથે-સાથે તેમાં માનસિક દ્વંદ્વ અને જટિલ સંબંધોના સ્તરો પણ જોવા મળશે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ચર્ચામાં છે. યશની સાથે નયનતારા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તારા સુતારિયા, હુમા કુરેશી, રુક્મિણી વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે.
આ ફિલ્મ મૂળભૂત રીતે કન્નડ અને અંગ્રેજીમાં શૂટ કરવામાં આવી છે, જ્યારે હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં ડબ કરીને પેન-ઈન્ડિયા સ્તરે રિલીઝ કરવામાં આવશે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' સાથે થવાની છે. 'ટોક્સિક' ઘણા સમયથી રિલીઝની રાહ જોઈ રહી છે, હવે જોવાનું એ રહેશે કે આ બંનેમાંથી કઈ ફિલ્મ મેદાન મારી જાય છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
