
Pics : એ... ઓ... 37નો થયો ગોલમાલનો ‘લકી’
મુંબઈ, 20 નવેમ્બર : તુષાર કપૂર એમ તો બૉલીવુડમાં જાણીતુ નામ છે, પરંતુ તેમનું નામ આવતા જ તેમની ફિલ્મ ગોલમાલ યાદ આવી જાય છે. મૂંગાનો રોલ કરતાં અને આખી ફિલ્મ દરમિયાન એ... ઓ... જેવા સંવાદો બોલતાં તુષાર કપૂર આજે 37 વર્ષના થઈ ગયાં છે.
બૉલીવુડના જમ્પિંગ જૅક જિતેન્દ્ર તેમજ શોભા કપૂરના પુત્ર તથા ટેલીવિઝનના મહારાણી નામે પ્રખ્યાત એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે અમેરિકાની જાણીતી યુનિવર્સિટી ઑફ મિશિગન ખાતેથી અભ્યાસ કર્યો છે. તેમનું શિક્ષણ શ્રેષ્ઠ કૉલેજોમાં થયું, પણ આમ છતાં તેમણે કૅરિયર માટે અક્ટિંગની દુનિયાની પસંદગી કરી કે જેમાં તેઓ ફિટ ન બેસી શક્યાં. તુષારનું ફિલ્મી કૅરિયર અત્યાર સુધી કંઈ ખાસ કમાલ બતાવી શક્યું નથી. તેમણે 2001માં મુઝે કુછ કહના હૈ ફિલ્મ દ્વારા કરીના કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને આ ફિલ્મ માટે તેમણે ફિલ્મફૅર બેસ્ટ ડેબ્યુનો ઍવૉર્ડ પણ મળ્યો, પરંતુ પછીની મોટાભાગની ફિલ્મો ફ્લૉપ રહી.
ક્યા દિલ ને કહા, જીના સિર્ફ મેરે લિયે, કુછ તો હૈ, ગાયબ અને ક્યા કૂલ હૈં હમ જેવી ફ્લૉપ ફિલ્મોએ તુષારની એક્ટિંગ સામે પ્રશ્નચિહ્ન ઊભો કરી નાંખ્યો. જોકે જ્યારથી તુષારને બહેન એકતાનો સાથ મળ્યો, ત્યારથી તેમની કિસ્મતમાં થોડોક સુધારો થયો છે. વર્ષ 2006માં તેમણે ગોલમાલ ફિલ્મ કરી કે જેમાં તેઓ એક મૂંગાના રોલમાં હતાં. રોહિત શેટ્ટીની આ ફિલ્મ હિટ રહી અને તુષાર ગોલમાલ ફૅમ કલાકાર બની ગયાં. ગોલમાલ રિટર્ન તથા ગોલમાલ 3માં પણ તેમણે મૂંગાનો જ રોલ કર્યો.
ચાલો જોઇએ તુષાર કપૂરની કેટલીક તસવીરો :

બાળ તુષાર
તુષાર કપૂર આજે 37 વર્ષના થઈ ગયાં છે. જુઓ તુષારની બાળપણની આ તસવીર.

જિતેન્દ્ર-શોભાના પુત્ર
તુષાર કપૂર બૉલીવુડના જાણીતા અભિનેતા જિતેન્દ્ર અને શોભા કપૂરના પુત્ર છે. તેમણે બૉલીવુડ કૅરિયર મુઝે કુછ કહના હૈ ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું.

એકતાનો સાથ
તુષારનું બૉલીવુડ કૅરિયર જામતુ નહોતું, પરંતુ જ્યારથી તેમણે બહેન એકતા કપૂરનો સાથ લીધો, ત્યારથી તેઓનો ભાગ્ય ચમકવા લાગ્યો છે.

ગોલમાલ હિટ
તુષારની પ્રથમ હિટ ફિલ્મ ગોલમાલ રહી કે જેમાં તેઓ એક મૂંગાનો રોલ કરતા હતાં. તુષારે ગોલમાલ રિટર્ન તેમજ ગોલમાલ 3માં પણ મૂંગાનો જ રોલ કર્યો.

બજાતે રહો
તુષાર છેલ્લે બજાતે રહો ફિલ્મમાં દેખાયા કે જે એક ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ. તેઓની આગામી ફિલ્મ દો લકી છે.