For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી અંદર સૌથી વધુ ખામીઓ : જ્હૉન અબ્રાહમ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા જ્હૉન અબ્રાહમનું કહેવું છે કે તેમાં ઘણી બધી ખામીઓ છે. જ્હૉન હાલ પોતાની આવનાર આઈ મી ઔર મૈં ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે.

i-me-aur-mein

જ્હૉને ફિલ્મની પ્રેસ કૉન્ફ્રંસ દરમિયાન આ વાત કહી. આ પ્રસંગે ફિલ્મની અન્ય બે અભિનેત્રીઓ ચિત્રાંગદા સિંહ અને પ્રાચી દેસાઈ પણ હાજર હતાં. જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું પણ સમ્પૂર્ણ માણસ નથી. મારામાં સૌથી વધુ ખામીઓ છે. જો કોઈ કહે કે તે એકદમ સાચો છે, તે બાબત ખોટી હશે. મેં કોશિશ કરી છે કે હું એક બહેતર વ્યક્તિ બની શકું.

પ્રેસ કૉન્ફરંસમાં ગોલ્ડી બહેલ સહિત ફિલ્મની સમગ્ર ટીમ પણ હાજર હતી. જ્હૉને જણાવ્યું કે આઈ મી ઔર મૈં ફિલ્મ મહિલાઓ પ્રત્યે સમર્પિત છે કે જે 1લી માર્ચના રોજ રિલીઝ થવાની છે. 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ છે. તેથી આ ફિલ્મ મહિલાઓને સમર્પિત છે.

પોતાની મનપસંદ છોકરી અંગે જ્હૉન અબ્રાહમ બોલ્યાં - તે સામાન્ય છોકરી હશે. સંબંધનું સૌંદર્ય સાદગીમાં હોય છે. ઘર તેની સાથે વસાવો કે જેની સાથે આપને જોડાણ અનુભવાય.

English summary
Bollywood actor John Abraham is telling something about himself here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X