For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : લાઇફ ઑફ પાઇનો ટ્વિટર રિવ્યૂ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 નવેમ્બર : હૉલીવુડના ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીની ફિલ્મ લાઇફ ઑફ પાઇ આજે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ અંગે અત્યાર સુધી મિશ્રિત રિવ્યૂ મળે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દિલ્હીનો તરુણ 17 વર્ષીય સૂરજ શર્મા છે. સાથે જ બૉલીવુડના જાણીતાં કલાકારો તબ્બુ તેમજ ઇરફાન ખાન પણ મહત્વની ભૂમિકામાં છે.

ઍંગ મુજબ તેમના જીવનની આ અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. યેન માર્શલના હિટ નૉવેલ લાઇફ ઑફ પાઇ પર આધારિત આ ફિલ્મ એટલી સુંદરતાથી ફિલ્માવવામાં આવી છે કે બે કલાક ક્યાં વીતી જાય છે, ખબર જ નથી પડતી. ફિલ્મને તમામ વિશ્લેષકો ત્રણ રેટિંગ આપી છે. ટીકાકારોએ પણ ફિલ્મની થીમ અને સુંદર દિગ્દર્શનના વખાણ કર્યાં છે. કહી શકાય કે ઍંગ લીએ ફરી એક વાર પોતાને સાબિત કરી આપ્યાં છે. સૂરજ શર્માની એક્ટિંગ તેમજ ટાઇગર પાર્કરનું પાત્ર ફિલ્મની જાન છે. ફિલ્મની 3ડી ઇફેક્ટ પણ ખૂબ જ શ્રેષ્ઠ છે.

કઈ રીતે માણસનો વિશ્વાસ તેના જીવનની સૌથી મોટી મુશ્કેલીમાંથી તેને બહાર લઈ આવે છે, આ જ આ ફિલ્મની વાર્તાની થીમ છે. કેટલાંક દર્શકોનું માનવું છે કે લાઇફ ઑફ પાઇનો થોડોક ભાગ હિન્દૂ પુરાણો સાથે મળતો આવે છે. ફિલ્મ જોઈ આવેલ તમામ દર્શકો ફિલ્મના વખાણ કરતા સંભળાયાં.

આવો હાલ તો આપને બતાવીએ ફિલ્મ અંગે ટ્વિટર યુઝર્સ શું કહે છે.

જકડી રાખે છે બંગાળ ટાઇગર

જકડી રાખે છે બંગાળ ટાઇગર

જૂનિયર રજનીકાંત પ્રોફાઇલ યૂઝરે લખ્યું - લાઇફ ઑફ પાઇમાં માત્ર બે કૅરેક્ટરો છે જે આપને બાંધી રાખશે. તેમાંથી એક છે રિચર્ડ પાર્કર (બંગાળ ટાઇગર).

ગઝબનું પિક્ચરાઇઝેશન

ગઝબનું પિક્ચરાઇઝેશન

અમૃત મુરલીએ લખ્યું - લાઇફ ઑફ પાઇ એક ખૂબ જ સુંદર ફિલ્મ છે. બહેતરીન પિક્ચરાઇઝેશન તેમજ ગઝબના ડાયલૉગ છે.

મોગલી જેવું પાત્ર

મોગલી જેવું પાત્ર

વિશાલ મહેરાએ લખ્યું - લાઇફ ઑફ પાઇ ફિલ્મ પાઇ નામના એક છોકરાની વાર્તા છે. તે મોગલીની જેમ છે અને બેબી રાફ્ટ પર બે સપ્તાહ સુધી હાઇયના, બંદર તેમજ ટાઇગર રિચર્ડ પાર્કર સાથે રહે છે.

પ્રાણીઓ પણ ધપાવી શકે વાર્તા

પ્રાણીઓ પણ ધપાવી શકે વાર્તા

સેવદિસે ટ્વિટ કર્યું - લાઇફ ઑફ પાઇ એક ખૂબ જ કલાત્મક ફિલ્મ છે. તેમાં કઇંક એવું છે કે જેની ઉપર આપને વિશ્વાસ કરવો પડે. ક્યારેક-ક્યારેક પ્રાણીઓ એકલાં પણ વાર્તા આગળ ધપાવી શકે છે. ગઝબ છે.

દિગ્દર્શક ભરોસાલાયક

દિગ્દર્શક ભરોસાલાયક

નિખિલે લખ્યું - શક્ય છે કે લાઇફ ઑફ પાઇ આપને ઈશ્વર ઉપર વિશ્વાસ ન અપાવી શકે, પરંતુ તે આપને ઍંગ લી ઉપર જરૂર વિશ્વાસ અપાવશે.

ટાઇગર માથુ ફાડી નાંખશે

ટાઇગર માથુ ફાડી નાંખશે

મુશ્તાક શેખે લખ્યું - લાઇફ ઑફ પાઇ 3ડીમાં જોઈ. એવું લાગ્યું કે જાણે ટાઇગર મારુ માથું ફાડી નાંખશે અને માછલીઓ મારા નાકે હુમલો કરશે. બહેતરીન અનુભવ. જરૂર જુઓ.

English summary
Life of Pi is a beautiful movie. It has Amazing picturisation and some brilliant dialogues. Its a great experience to watch the film. Twitter users shared their own experiences after watching the film. Here are the experiences of twitter users read it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X