For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મો કરતાં સીરિયલો બનાવવી મુશ્કેલ : અનુરાગ બાસુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 મે : નાના પડદે 1996માં પ્રસારિત થયેલી સીરિયલ તારા સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુનું કહેવું છે કે ફિલ્મોને નાના પડદા કરતા બહેતર માનવું જોઇએ નહીં. ફિલ્મનું નિર્માણ કરવું સીરિયલની સરખામણીમાં ખૂબ જ સરળ છે.

nuragbasu

ટેલીવિઝન રિયલિટી શો સ્ટાર બેસ્ટસેલર્સ તથા કોશિશ... એક આશાનું દિગ્દર્શન કરનાર અનુરાગે મોટા પડદે પોતાની પ્રથમ ફિલ્મ સાયા વર્ષ 2003માં અભિનેતા જ્હૉન અબ્રાહમ તથા અભિનેત્રી તારા શર્મા સાથે બનાવી હતી. 10મા ઇન્ડિયન ટેલી ઍવૉર્ડમાં ભાગ લેવા આવેલા અનુરાગ બાસુએ મીડિયાને જણાવ્યું - મને નથી લાગતું કે ફિલ્મો સીરિયલો કરતાં વધુ બહેતર છે. હું નથી જાણતો કે લોકો એવું કેમ કહે છે? હું ફિલ્મો બનાવુ છું, પણ મારો વિશ્વાસ કરજો, ફિલ્મ બનાવવી સીરિયલો બનાવવા કરતાં વધુ સરળ હોય છે, જ્યારે સીરિયલો બનાવવી મુશ્કેલ હોય છે.

અનુરાગે જણાવ્યું - મારા સંબંધો નાના પડદા સાથે પણ રહ્યાં છે. દિગ્દર્શક તરીકે મારી શરૂઆત અહીંથી જ થઈ હતી. ક્યારેક-ક્યારેક મને ખોટું લાગે છે કે અમારા સમયે આવા ઍવૉર્ડ સમારંભો નહોતાં. અમે નાના પડદે ખૂબ મહેનત કરી હતી, પરંતુ અમને ક્યારેય ઍવૉર્ડ નહોતા મળ્યાં.

અનુરાગ બાસુ હાલ ઝી ટીવી ઉપર પ્રસારિત થતાં ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં સોનાલી બેન્દ્રે તેમજ વિવેક ઓબેરૉય સાથે નિર્ણાયકની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમની છેલ્લી ચર્ચિત ફિલ્મ બર્ફી હતી કે જેમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતાં.

English summary
Filmmaker Anurag Basu, who started his direction career with 1996 hit daily soap "Tara", says films should not be considered superior to television and adds that filmmaking is easier.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X