For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 2.1 મિલિયન લોકો છે એચઆઇવી ગ્રસ્ત, વિશ્વમાં ત્રીજા નંબરે ભારત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hiv-600
બેંગ્લોર, 18 જુલાઇ: ભારતમાં એચઆઇવીની વિરૂદ્ધ ભલે કોઇ અભિયાન અને સક્રિય પગલાં ભરવામાં આવતાં હોય. પરંતુ આજે પણ આ દેશ વિશ્વમાં ત્રીજા સૌથી વધુ એચઆઇવી પોઝિટિવ દર્દીઓનું ઘર છે. નેશનલ એડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) ઓફ ઇન્ડિયાના અનુસાર ભારતમાં કુલ 2.1 મિલિયન લોકો આ જીવલેણ વાયરસથી ગ્રસિત છે. તેનો અર્થ છે કે દર 10માંથી ચાર વ્યક્તિ એચઆઇવીનો શિકાર છે.

એચઆઇવી ઉત્તરપૂર્વી રાજ્યોની મોટી સમસ્યા
એચઆઇવી પ્રભાવિત લોકોમાં સૌથી વધુ ડ્રગ એડિક્ટ, સમલૈગિંક, બાઇસેક્સુઅલ અને સેક્સ વર્કર છે. અથવા તો માતાના લીધે સંક્રમિત થયેલા બાળકો. તો બીજી તરફ ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો એચઆઇવીના સૌથી વધુ કેસ ઉત્તરપૂર્વી રાજ્યોમાં જોવા મળે છે, ખાસકરીને મણિપુર (0.78 ટકા)માં. તો બીજી તરફ આંધ્ર પ્રદેશ (0.76 ) અને કર્ણાટક (0.68)માં એચઆઇવી પ્રભાવિત દર્દીઓની સંખ્યા વધુ છે.

ફક્ત 10%ની સારવાર
NACOએ અહીં એચઆઇવી પીડિતોની વધતી જતી સંખ્યાને જોતાં પોતાના સેન્ટર્સની સંખ્યા પણ વધારી દિધી છે. પહેલાં જ્યાં ભારતમાં 54 સેન્ટર હતા જે એન્ટી રેટ્રોવાઇરલ દવાઓની ફ્રી સુવિધા આપે છે, આજે આ સેન્ટર્સની સંખ્યા વધારીને 96 કરી દિધી છે. ગત વર્ષે ભારતમાં એચઆઇવીના લીધે 51 ટકા લોકો ફક્ત ભારતમાં મૃત્યું પામ્યા હતા. સાથે જ અફસોસની વાત છે કે ભારતમાં કુલ એચઆઇવી પ્રભાવિત લોકોમાંથી ફક્ત 10 ટકા લોકોને જ મેડિકલ સારવાર મળી શકે છે. જ્યારે એવા ઘણા કેસ છે જેની ખબર પડતી નથી. જો કે તેના લીધે હેલ્થ સેન્ટર્સ પર દબાણ વધી રહ્યું છે.

પુરૂષોની સંખ્યા વધુ
રિપોર્ટ અનુસાર ભારતમાં મહિલાઓ કરતાં પુરૂષો વધુ એચઆઇવી પીડિત છે. કુલ એચઆઇવી લોકોમાંથી 61 ટકા લોકો પુરૂષ છે, જ્યારે 39 ટકા મહિલાઓ. તો બીજી તફ આ મહિલાઓમાંથી 75 ટકા મહિલાઓ એવી છે, જેમના પતિ ટ્ર્ક ડ્રાઇવર કે અન્ય એવું ફરવાનું કામ કરે છે. તો બીજી તરફ પ્રભાવિત લોકોમાંથી બાળકોની સંખ્યા 4.4 ટક છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર 2030 સુધી આ ઘાતક બિમાર પર કેટલીક હદે કાબૂ મેળવી લેવામાં આવશે.

English summary
India has been struggling with the rise of HIV cases over the past decade. Though the number has been reducing slowly, it still houses the third highest number of HIV patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X