For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુવારે અનિચ્છનિય ભારત બંધનું એલાન મુંબઇને થંભાવી શકશે નહીં

|
Google Oneindia Gujarati News

shoping
મુંબઇ, 19 સપ્ટેમ્બર : ગુરુવારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે, જોકે તેની કોઇ અસર મુંબઇગરામાં જોવા મળશે નહીં. કારણ કે દોડતુ ભાગતુ આ શહેર હંમેશની જેમ કાર્યરત રહેશે. ગુરુવારે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ, મોલ્સ, સુપરમાર્કેટ અને અન્ય સુવિધાઓ ચાલુ રહેશે. માત્ર કિરાણા સ્ટોર,હોલસેલર અને રિટેલર બંધ પાળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શીવસેના અને મનસેએ પણ બંધ નહી પાળવાની તરફેણ કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા મલ્ટિ બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)માં વિદેશી રોકાણને આપેલી મંજૂરીના વિરોધમાં બીજેપીએ 21 સપ્ટેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે.

બીજેપીને મોટાભાગના રિટેઇલર અને ટ્રેઇડર્સનો સપોર્ટ મળી રહેશે એવું જણાઇ રહ્યું છે. એફઆરટીડબલ્યુએના પ્રમુખે જણાવ્યુ હતું કે ‘અમે કોઇ રાજકિય પક્ષને સપોર્ટ નથી કરી રહ્યા. પરંતુ અમે પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ.'

જોકે ટ્રેડર્સમાં પણ બે મત જોવા મળી રહ્યા છે. ફેડરેશન ઓફ એસોસિએશન ઓફ મહારાષ્ટ્રનુ માનવું છે કે તેઓ બંધ પાળી સરકારને સબક શીખવાડવા માગે છે. જ્યારે કેટલાંક દુકાનદાર ગણેશ ઉત્સવમાં બંધ પાળવા ઇચ્છતા નથી. જોકે દેશમાં બંધને કેટલો પ્રતિસાદ મળે છે એતો આવતીકાલે જ ખબર પડશે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X