રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની મળેલી કુલ ૧૪૮ ફરિયાદો
અમદાવાદ, 3 એપ્રિલઃ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની એક અખબારી યાદીમા જણાવાયું છે કે, ભારતના ચૂંટણી પંચે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૪ની તા. ૫ માર્ચ ૨૦૧૪થી જાહેરાત કરી તે દિવસથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ શરૂ થઈ ગયો છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલ માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં આદર્શ આચારસંહિતાના ભંગની મળેલી ફરિયાદો વિશે વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, અત્યાર સુધીમાં કુલ ૧૪૮ ફરિયાદો મળી છે. આ પૈકી ૯૪ ફરિયાદોનો નિકાલ થઈ ગયો છે જ્યારે ૫૦ ફરિયાદો જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા નિકાલની પ્રક્રિયા હેઠળ છે, આ ફરિયાદો પૈકી સૌથી વધુ ૨૬ ફરીયાદો કચ્છ જિલ્લામાંથી પ્રાપ્ત થઈ છે.

આ ઉપરાંત સામાન્ય પ્રકારની ૧૦૬ ફરિયાદો મળી છે. જે પૈકી ૬૭ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, ૩૯ ફરિયાદો નિર્ણય અને નિકાલ કરવાની પ્રક્રિયામાં છે. જે પૈકી એક ફરિયાદ ચૂંટણી પંચ, નવી દિલ્હીને માર્ગદર્શન અને નિર્ણય માટે મોકલી આપવામાં આવી છે.
આદર્શ આચારસંહિતા ભંગની મળેલી ફરિયાદો પૈકી જિલ્લાવાર વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કુલ મળેલી ૧૪૮ ફરિયાદો પૈકી સૌથી વધુ ૨૬ ફરિયાદો કચ્છ જિલ્લામાંથી આવી છે. જયારે બનાસકાંઠામાં-૧૮, અને નવસારીમાં-૧૩, ભરૂચમાં-૧૧, તાપી અને મહેસાણામાં-૮-૮ ફરિયાદો મળી છે.
| ક્રમ | જિલ્લો | મળેલી ફરિયાદ | નિકાલ | પડતર | એફઆઈઆર |
| ૧ | કચ્છ | ૨૬ | ૨૨ | ૪ | ૧ |
| ૨ | બનાસકાંઠા | ૧૮ | ૧૨ | ૬ | |
| ૩ | મહેસાણા | ૮ | ૫ | ૩ | ૩ |
| ૪ | ગાંધીનગર | ૬ | ૪ | ૨ | ૧ |
| ૫ | અમદાવાદ | ૪ | ૧ | ૩ | |
| ૬ | રાજકોટ | ૬ | ૫ | ૧ | ૧ |
| ૭ | જામનગર | ૧ | ૧ | ||
| ૮ | જૂનાગઢ | ૬ | ૩ | ૩ | |
| ૯ | અમરેલી | ૩ | ૩ | ||
| ૧૦ | પંચમહાલ | ૩ | ૨ | ૧ | |
| ૧૧ | દાહોદ | ૫ | ૩ | ૨ | |
| ૧૨ | વડોદરા | ૭ | ૫ | ૨ | |
| ૧૩ | પોરબંદર | ૧ | ૧ | ||
| ૧૪ | ભરૂચ | ૧૧ | ૪ | ૭ | |
| ૧૫ | નવસારી | ૧૩ | ૮ | ૫ | |
| ૧૬ | તાપી | ૮ | ૩ | ૫ | |
| ૧૭ | દ્વારકા | ૧ | ૧ | ||
| ૧૮ | મહિસાગર | ૧ | ૧ | ||
| ૧૯ | સુરેન્દ્રનગર | ૨ | ૨ | ||
| ૨૦ | ભાવનગર | ૩ | ૧ | ૨ | |
| ૨૧ | સુરત | ૧ | ૧ | ||
| ૨૨ | ડાંગ | ૧ | ૧ | ||
| ૨૩ | વલસાડ | ૯ | ૭ | ૨ | ૧ |
| ૨૪ | ગીર સોમનાથ | ૧ | ૧ | ||
| ૨૫ | પાટણ | ૩ | ૩ | ||
| કુલ | ૧૪૮ | ૯૪ | ૫૪ | ૭ |












Click it and Unblock the Notifications
