For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ નજીક બગોદરા પાસે 25 કરોડની લૂંટ

By Super
|
Google Oneindia Gujarati News

bavla
અમદાવાદ, 3 જૂલાઇઃ અમદાવાદથી રાજકોટ તરફ જતા બાવળા-બગોદરા હાઇવે પર આંગડિયા પેઢીના 25 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદી અને રોકડ લઇને જઇ રહેલી એક ટ્રકની લૂંટ ચલાવવામા આવતા ખળભળાટ મચી ગયો છે. રાણેશર ગામના પાટિયા પાસેથી મોડી રાત્રે જ્યારે આંગડિયા પેઢીનો ટ્રક પસાર થઇ રહ્યો હતો ત્યારે એક જીપમાં આવેલા ઇસમોએ બંદૂક અને તલવાર દર્શાવીને લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 12 વાગ્યા પછી એ જ ટ્રક પાલનપુર-ડીસા રોડ પરથી મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી 1 કરોડની આસપાસનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે 24 કરોડનો માલ લુંટારાઓ લઇ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આ લૂંટમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર પર શંકાના દાયરામા પોલીસે મુક્યા હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે, રાજકોટ રહેતા વિષ્ણુભાઇ પટેલની ઇશ્વરભાઇ બેચરભાઇ નામની આંગડિયા પેઢી તથા ટ્રાન્સપોટેશનનો ધંધો અમદાવાદના રતનપોળમાં છે. રાજકોટના સોનાના વેપારીઓ અવાર નવાર આ ટ્રાન્સપોટેશન થકી પોતાના માલ-સામાનની હેરાફેરી કરતા હતા. ગત રાત્રે પણ આ જ રીતે આ ટ્રાન્સપોટેશનની ટ્રકમાં રાજકોટની કેટલીક વેપારી પેઢીનો માલ-સામાન લઇ જવામાં આવી રહ્યો હતો, ત્યારે આ સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે લુંટારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

English summary
An angadias 25 cr looted on bavla bagodara road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X