રાજકોટમાં 40 જેટલી શાળાની માન્યતા થઈ શકે રદ

Subscribe to Oneindia News

જે રીતે રાજકોટમાં ધોળકિયા તેમજ અન્ય શાળાના સીબીએસસઇના નામે કૌભાંડ બહાર આવ્યા છે તે બાદ શિક્ષણ વિભાગે ઉંઘમાંથી ઉઠ્યુ હોય તેમ રાજકોટ ગ્રામ્ય અને શહેરમાંથી ફક્ત કાગળ પર હોય અથવા તો ધારાધોરણ વિનાની ન હોય તેવી શાળાઓની માન્યતા રદ કરવા માટે જણાવ્યું છે.

cbse

શિક્ષણ વિભાગની મંજૂરી લીધા બાદ જે સ્થાને શાળા શરૂ જ ન થઈ હોય તેવી પડધરી, જસદણ, જસાપર, ધોરાજી સહિતના ઘણા સ્થાને 40 જેટલી શાળાઓ બંધ કરવામાં આવશે. રાજકોટ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કેટલીક સ્કૂલોમાં માત્ર નામ પૂરતાં શાળાના બોર્ડ હોવાની આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. કેટલીક શાળાના સંચાલકોએ સામેથી જ સરેન્ડર કરી માન્યતા રદ કરવા અરજ કરી હતી. સાંજ સુધી ચાલેલા હિયરીંગ બાદ અંગ્રેજી માધ્યમની ૬ અને ગુજરાતી માધ્યમની ૩૪ મળી કુલ ૪૦ શાળાઓની માન્યતા રદ કરવાની રજૂઆત છે.

English summary
40 schools affiliations may cancel in rajkot
Please Wait while comments are loading...