For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકાશ ટેબલેટ મુદ્દે વાકયુદ્ધઃ મોદીના સિબ્બલ પર વળતા પ્રહારો

|
Google Oneindia Gujarati News

Narendra Modi
ગાંધીનગર, 01 ઑક્ટોબરઃ 'આકાશ ટેબલેટ'ને લઇને કેન્દ્રીયમંત્રી કપિલ સિબ્બલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેનું વાકયુદ્ધ યથાવત છે. તાજેતરમાં મોદી દ્વારા કપિલ સિબ્બલના નિવેદન પર ટિપ્પણી કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, આ પ્રકારની નિમ્નયુક્તિ કરવાના બદલે તમે જે દેશના યુવાનોને વચન આપ્યું છે તેને પાળવામાં પ્રમાણિકતા દર્શાવો.

મોદીની આ પ્રકારની ટિપ્પણી ત્યારે આવે જ્યારે સિબ્બલ દ્વારા તેમને એક પત્ર અને બે ટેબલેટ મોકલવામાં આવ્યા હતા. મોદી દ્વારા વિદ્યાર્થીઓને 'આકાશ' ટેબલેટ આપવામાં મોડું થવા અંગેની વાતની ટીકા કરવામાં આવ્યા બાદ સિબ્બલે આ પ્રકારની યુક્તિ કરી હતી.

નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં જણાવ્યું હતુ, "આ પ્રકારની નિમ્નયુક્તિ કરવાના બદલે મંત્રી(સિબ્બલે) પહેલાં તેમણે આકશ ટેબલેટ આપવા અંગેના એવચનથી માહિતગાર થવું જોઇએ, જે તેમણે દેશના 10 લાખ યુવાનોને 2011માં આપ્યું હતું."

"ભવિષ્યમાં સિબ્બલ એ બાબત અંગે પ્રમાણિકતા દર્શાવશે કે આપણા યુવાનોને સારી ગુણવત્તાવાળી કોમ્પ્યુટરિંગ એક્સેસ ડિવાઇસની ડિલેવરી કરવામાં આવે," તેમ મોદીએ જણાવ્યું છે.

આકાશ ટેબલેટની મોડી ડિલેવરી અંગે કરવામાં આવેલી મોદીની ટિપ્પણીના જવાબમાં સિબ્બલે નિવેદન આપ્યું હતુ," અમે એ ડિવાઇસ મુખ્યમંત્રીને મોકલાવીશુ. હું તેમને એ ધરતી દર્શાવવા માંગુ છુ જ્યાં તેમના હાથમાં આકાશ ટેબલેટ છે."

સિબ્બલે બે 'આકાશ' ટેબલેટ અને એક પત્ર મોદીને પાઠવ્યો હતો. જેમાં લખ્યું છે, " તમારા નિવેદનથી હું નિરાશ થયો છું. એજ્યુકેશનને રાજકારણથી દૂર રાખવી જોઇએ અને દેશના બાળકોના સારા ભવિષ્ય માટે આપણે ભેગા મળીને કામ કરવું જોઇએ."

English summary
Taking another swipe at Kapil Sibal over 'Aakash' tablets, Gujarat Chief Minister Narendra Modi on Sunday asked him not to indulge in "cheap gimmicks" and instead make honest efforts to deliver the promised device to the youths in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X