For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેને પોતાનું ઘર નથી એ બીજાને ઘર આપવા નીકળ્યા છે: અહમદ પટેલ

|
Google Oneindia Gujarati News

ahmed patel
દેડિયાપાડા, 11 ડિસેમ્બરઃ નર્મદામાં જાહેરસભા દરમિયાન સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. પટેલે મોદી સરકારને ભ્રષ્ટાચારી ગણાવી આરોપ મુક્યો હતો કે જેમનું પોતાનું કોઇ ઘર નથી તે લોકોને ઘર આપવા નીકળ્યા છે. પટેલે કહ્યું કે જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ઘર ભુલાઇ જવાયું છે, કારણ કે, જેને પોતાનું ઘર નથી કર્યું તે બીજાના ઘરનું ધ્યાન કેવી રીતે આપી શકશે. કોંગ્રેસે ઘરની વાત કરી તો 45 લાખ લોકોએ ફોર્મ ભર્યુ, આજે ઓફિસમાં જાઓ છો તો પૈસા વગર કામ નથી થતું.

ભરૂચમાં રાજ બબ્બરે મોદીની સાથો-સાથ લાલ કૃષ્ણ અડવાણીને પણ આડે હાથ લીધા હતા. રાજ બબ્બરે કહ્યું કે ગુરુ પીએમ બનવાના ચક્કરમાં છે અને ચેલો પીએમની લાઇનમાં ઉભો રહેવા જઇ રહ્યો છે.

અહેમદ પટેલે આજે દેડિયાપાડા ખાતે એક સભાનું સંબોધન કરતા મોદી પર ચાબખા કર્યા હતા અને જણાવ્યું હતું કે 'મોદી એક ભ્રષ્ટાચારી નેતા છે. અને દુનિયાભરના કૂતરાઓ ભ્રષ્ટાચારીઓને શોધવા છૂટા મૂકી દેવામાં આવે તો તે સીધા ગાંધીનગરમાં મોદીના બંગલે પહોચી જશે.'

અહમદ પટેલે વધુમાં જણાવ્યું કે 'મોદીને સુલતાન કહેવાથી શા માટે મરચા લાગે છે? મે તો તમને ગુજરાતના સુલતાન કહ્યા એ તો સારી વાત કહેવાયને? તેમણે ઉમેર્યું તમે અમને શીખવશો કે લોકશાહી શું છે?'

પટેલે જણાવ્યું કે મોદીએ બહેનોને એક વખત કહ્યું હતું કે તમે મને એક કાગળ લખજો હું તમારી વહારે આવીને ઉભો રહીશ. પટેલે જણાવ્યું કે આ બહેનો અહી વલખા મારે છે, તેમણે કાગળો લખી લખીને થાક્યા, પણ મોદીજી પત્રો વાંચતાય નથી અને તેમના કાને બહેનોનો અવાજ સંભળાતો પણ નથી.

તેમણે જણાવ્યું કે મોટાભાગના વિકાસ કોંગ્રેસના રાજમાં થયા છે. 108ની સુવિધા કેન્દ્ર સરકારની દેન છે અને રાજ્ય સરકાર આ યોજના પોતાના નામે ચડાવી રહી છે. વીજળીમાં ગુજરાત ઉન્નત છે તેના પાછળ પણ કેન્દ્રની મદદ છે, અને મોદી સરકાર બધી યોજનાને પોતાના નામે ચઢાવી રહી છે.

English summary
Ahmed Patel slam chief minister narendra modi in Narmada district during addressing rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X