સદ્દભાવ ગ્રુપ પર આઈટીના દરોડા

Subscribe to Oneindia News

રાજ્યભરમાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આઈટી વિભાગે અમદાવાદ ખાતે સદભાવ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. આઈટીના અધિકારીઓ દ્વારા સર્ચ ચાલુ છે. આઈટી વિભાગે 4 જગ્યાએ સર્ચની કામગીરી પૂર્ણ કરીને સદભાવ ગ્રુપના 25 લોકર સીઝ કર્યા છે. આઈટી વિભાગે 4 જગ્યાથી સર્ચ દરમ્યાન 60 લાખ જેટલી રોકડ, દસ્તાવેજ અને રેકોર્ડ્સ કબજે કર્યા છે. સદભાવ ગ્રુપ માંથી મોટી સંખ્યામાં રેકોર્ડ્સ મળી આવ્યા છે.

incometax

જો કે આઇટી અધિકારીઓ દ્વારા આ તમામ રેકોર્ડસની તપાસ કરતા લાંબો સમય લાગી શકે છે. વળી આઈટી વિભાગ દ્વારા અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુ હોવાથી મોટી સંખ્યાામાં કાળુ નાણુ બહાર આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે નોટબંધી પછી ગુજરાત ભરમાં અનેક જગ્યાએ આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં કાળુ નાણું પણ મળી રહ્યું છે.

English summary
Ahmedabad: IT raids at Sadbhavana group. Read more on this news here.
Please Wait while comments are loading...