આંગણવાડી બહેનો દ્વારા બનાસકાંઠામાં કાળી પટ્ટી બાંધી કરાયો વિરોધ

Subscribe to Oneindia News

બનાસકાંઠાના પાલનપુરમાં આજે આંગણવાડી બહેનોએ પગાર વધારા અને કાયમી નોકરી માટે કાળી પટ્ટી બાંધી રેલી કાઢી હતી. અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. વધુમાં આંગણવાડી બહેનો દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસ દ્વારા કલેકટર કચેરીના ઝાંપે તાળું મારવામાં આવ્યું હતું. જેને લઇ મહિલા કલેકટર કચેરીમાં પ્રવેશી ન શકે.

banaskathavirodh

આંગણવાડી બહેનો રેલી કાઢી કલેકટર કચેરી પહોંચી ઘરાવ કરે તે પહેલા પોલીસે દ્વારા કચેરીના ઝાંપે તાળું મારી આંગણવાડીની બહેનોની અટક કરવામાં આવી હતી. અટકાયત સમય પોલીસ અને મહિલાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી આંગણવાડીની બહેનો તેમની સમસ્યાઓના ઉકેલ માટે વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો બીજી તરફ પ્રશાસન પણ આંખ આડા કાન કરીને બેઠુ છે.

English summary
Banaskantha : Anganwadi worker protest rally . Read more on it.
Please Wait while comments are loading...