અરવલ્લી: ટોલબુથ પર પેટ્રોલ બોમ્બથી થયો હુમલો

Subscribe to Oneindia News

ગુરૂવારે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેના ટૉલબુથ પર પેટ્રોલ બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. મોડાસાના વાંટડા ટોલ બુથ પર પેટ્રોલ બૉમ્બથી હુમલો થયો હતો. ગુરૂવારે પરોઢિયે લગભગ 3.30 કલાકે આ હુમલો થયો હતો. બે અજાણ્યા બાઇક સવારો ટોલ બુથની કેબિનમાં પેટ્રોલ બૉમ્બ નાંખી ગયા હતા. આ ઘટનામાં ટોલ બૂથની કેબિન બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, રાહતની વાત એ છે કે, કેબિનમાં ફરજ બજાવતા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો.

Petrol

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પેટ્રોલ બૉમ્બથી હુમલો કરનાર બાઇક સવારો પણ તેમાં દાઝ્યા હોવાનું સીસીટીવી કેમરામાં કેદ થયું છે. તેમણે બાજુના ટોલબુથની કેબિનમાં પણ હુમલો કર્યો હતો. જો કે, કર્મચારીઓની સમયસુચકતાને પરિણામે અન્ય બુથમાં કોઇને નુકસાન થયું નહોતું. આ હુમલો કોણે અને શા માટે કર્યો એ અંગે કોઇ માહિતી મળી નથી. મોડાસા રૂલર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

English summary
Arvalli: Two men attacked tollbooth with petrol bombs on Ahmedabad-Udepur highway.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.